2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ‘મોં બંધ રાખો તો અનેક માણસો તમારી સાથે તુરત સહમત થઇ જશે.. ‘

    જેને બોલવાનું નથી આવડતું એ મૌનનો મહિમા ક્યાંથી સમજે ? વાણી અને મૌન પરસ્પરનાં વિરોધી નથી; પૂરક છે. વાણી વડે મૌન શોભે છે અને મૌન વડે વાણી શોભે છે. જેને મૌન રહેતાં નથી આવડતું એની વાણી ‘બકવાસ’ બની જાય છે, અને જેને બોલતાં નથી આવડયું એનું મૌન ‘જડતા’ બની જાય છે. મૌન એટલે વાણીનો વિવેક. વાણી એટલે મૌનનો વિવેક.વાણી અને મૌનનું સંતુલન કેળવવું એ એક સાધના છે. દરેક શબ્દને તેનો પોતાનો અને આગવો અને વિશિષ્ટ અને ચોક્ક્સ અર્થ હોય છે. એ અર્થનો આદર કરવો એટલે જ મૌન અને વાણીનું સંતુલન કર્યું કહેવાય. અર્થનું ગૌરવ વધે તેવું મૌન જોઈએ અને અર્થ ઝાંખો કે વામણો ન લાગે તેવી વાણી જોઈએ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.