મારો પરિચય…..

હું એટલે નીલમ હરીશ દોશી..મારો ભૌતિક ..સ્થૂળ પરિચય..

જીવનના પાંચ દાયકા વીતવા આવ્યા છે. એક પુત્ર અને એક પુત્રી ..પૂજા અને હાર્દિક બંને અમેરિકામાં… બંને હકીકતે ત્રણે ( વહુ ગતિ પણ ) ડોકટર..જમાઇ જીતેન એંજીનીયર..
બધા વેલસેટલ્ડ અને ખૂબ ખૂબ પ્રેમાળ.. નાની દોહિત્રી જિયા હજુ એક વરસની છે.

હરીશ.મારા જીવનસાથી ખરા અર્થમાં મારા મિત્ર છે. સહજીવન જ નહીં સખ્યજીવન જીવીએ છીએ..હાલમાં અહીં ઓરીસ્સામાં  પારાદીપ ફોસ્ફેટમાં વાઇસ પ્રેસીડેંટ છે. કેમીકલ એંજીનીયર ( બનારસ હિન્દુ યુનીવર્સીટી ) છે. ઇશ્વરે ખોબલે ખોબલે આપ્યું છે. અવારનવાર અમેરિકા જઇએ છીએ.. બાળકો સાથે તેમનો સ્નેહ માણીએ છીએ..દીકરો..દીકરી તો પ્રેમાળ હોય જ પરંતુ જમાઇ અને વહુ બંને ખૂબ ખૂબ પ્રેમાળ છે. એ ઇશ્વરની પરમ કૃપા છે.

સમાજ માટે કશુંક કરી શકાય.. હકારાત્મક અભિગમ ફેલાવી શકાય એ એક લેખક તરીકેની નિષ્ઠા છે. બાળકો અતિશય પ્રિય છે. સમય અને સંજોગો સાથ આપે તો નજીકના ભવિષ્યમાં અનાથ બાળકો માટે કશુંક કરવાની ભાવના..એ એક માત્ર સપનું જીવનનું..

અને હવે મારા લેખન કાર્ય વિશે થોડું..

જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના…

” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…

લેખન કાર્ય…:

શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ

1..ગમતાનો ગુલાલ ( ગુજરાતી સાહિત્ય અકાદમી )

2 જન્મદિવસની ઉજવણી ( ગુજરાતી સાહિત્ય અકાદમી )

3 અંતિમ પ્રકરણ.. ( વાર્તા સંગ્રહ.. ગુજરાત સાહિત્ય પરિષદ )

4 દોસ્ત, મને માફ કરીશ ને ? ( નવલકથા, કલા ગુર્જરી, મુંબઇ)

 

મારા પ્રકાશિત પુસ્તકો..આજ સુધી કુલ 20  પુસ્તકો પ્રકાશિત થયા છે.જેમાંથી ચાર પુસ્તકોને જે તે વરસના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો એવોર્ડ મળેલા છે.

1 ગમતાનો ગુલાલ ( ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ..શ્રેષ્ઠ પુસ્તક વર્ષ 2006નો )

2 દીકરી મારી દોસ્ત ( અન્ગ્રેજી, હિન્દીમ મરાઠીમાં પણ અનુવાદિત.)

3 જન્મદિવસની ઉજવણી ( શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ વર્ષ 2008 )

4 પાનેતર ( લઘુકથા સંગ્રહ )

5 અંતિમ પ્રકરણ ( વાર્તા સંગ્રહ..શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ વર્ષ 2010 )

6 દોસ્ત, મને માફ કરીશ ને ? ( નવલકથા )

7 દીકરો વહાલનું આસમાન

8 સાસુ વહુ ડોટ કોમ

9 આઇ એમ સ્યોર ( વાર્તા સંગ્રહ )

10 જીવન ઝરૂખો

11 અત્તરકયારી

12 સાદ સર્જનહારનો

13 પરમ સખા પરમેશ્વરને

14 પત્રસેતુ

15 ચપટી ઉજાસ 

16 જીવનની ખાટી મીઠી..

17 સંબંધસેતુ

18 વાત એક નાનકડી

19 ઝિલમિલ..લઘુનવલ

20 ખંડિત મૂર્તિ..લઘુનવલ

21 સ્માઇલ પ્લીઝ..હાસ્ય લઘુનવલ

નિયમિત કોલમ

સંદેશ, સ્ત્રી, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, માર્ગી, મુદ્રાલેખ

ગુજરાતી બ્લોગ ..પરમ સમીપે

https://paramujas.wordpress.com

અનેક મેગેઝિનો..અખંડ આનંદ, નવનીત, પરબ, શબ્દ સૃષ્ટિ, છાલક, સંવેદન,અભિયાન, ચિત્રલેખા, અભિષેક,નવચેતન,જલારામ દીપ વગેરેમાં અવારનવાર વાર્તાઓ, લેખો, લલિત નિબંધો વગેરે પ્રકાશિત થતા રહે છે અને પોંખાતા રહે છે.)

 

બાકી. લેખન યાત્રા અવિરત ચાલુ છે અને રહેશે.મળતા રહીશું શબ્દોને સથવારે..નેટવિશ્વ કે પ્રીંટ વિશ્વ બંને જગ્યાએ…

 

વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિ પ્રવાસી, અભિયાન, મુંબઇ સમાચાર, અહા ઝિન્દગી, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી,જલારામ દીપ, છાલક  વગરેમાં પ્રકાશિત થતી રહે છે. અને ભાવકોના સ્નેહભર્યા પ્રતિભાવોથી છલકી રહું છું.

વાર્તા, નાટક અને લલિત નિબંધો જુદી જુદી હરિફાઇમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચૂકયા છે.

” ઝાલરટાણુ ” રેડિયો પર પ્રકાશિત નાટય રચના…

અનેક શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યના રસાસ્વાદ આકાશવાણી રાજકોટ પરથી પ્રસારિત..

લેખનયાત્રા અને વાચકો, ભાવકો સાથેની સ્નેહયાત્રા અવિરત ચાલતી રહેશે એ આશા સાથે.અસ્તુ..

નીલમ દોશી

સ્વાગત

સુખ,દુ:ખ ,આશા,નિરાશા…આંસુ-સ્મિત રમૂજ કે ચિંતા…વ્યથા કે વલોપાત,આનંદ નો અવસર હોય કે શોક નો પ્રસંગ….માણસને …પોતાની પાસે જે કંઇક પણ છે …કે જે પોતાને ગમે છે ….તે બીજા ને કહેવાની …વહેંચવાની માનવસહજ વ્રુત્તિ દરેક મનુષ્ય માં ઓછે વત્તે અંશે હોય જ છ ફાધર વાલેસે આ માટે તેના એક પુસ્તક માં સરસ ઉદાહરણ આપ્યું છે.તે અહીં ટાંકવાનો લોભ જાગે છે.
એક વૈજ્ઞાનિક નવલકથાનો નાયક માનવજાતથી રીસાઇને પ્રુથ્વી પર કદી પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઇ પોતાના અવકાશ યાન માં એકલો એકલો બ્રહ્માંડ ની અનંત યાત્રાએ ઉપડે છે.ત્યારે આકાશ ની અદભૂત શોભા નું દર્શન થતા એ બબડે છે:આ સૌન્દર્ય ની વાત હવે હું કોને કરું? ..અને ધીરેથી અવકાશયાન ફેરવીને માનવજાત ની ગોદ માં પાછો આવી જાય છે. આમ ગમે તેટલો અંતર્મુખી (introvert) માણસ પણ કયાંક તો પોતાનું હ્ર્દય ઠાલવે જ છે.માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.
અહીં મારો હેતુ પણ ફકત એટલો જ છે…જે મને ગમ્યુ છે…તે બીજા લોકો સાથે share કરું.મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી..પણ જેને પણ ગમે તે માણી શકે …અને આદાન પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે.અને દરેક માણસ ને એક અપેક્ષા હોય જ છે કોઇ મને ચાહે અને સમજેઆ માનવસહજ સ્વભાવ છે પ્રેમ આપવાની ને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેકમાનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે.કોઇ પોતાની લાગણી શબ્દો માં વ્યકતકરી શકે છે ,તો કોઇ નથી કરી શકતા..એ અલગ વાત છે.બાકી સાચી લાગણી જેને મળી છે ,એ નશીબદાર છે જ.એવા નશીબદાર બનવાની ઇચ્છા કોને ન હોય?
આ બ્લોગ ખાસ કરી ને સમસ્ત વિશ્વ ની દીકરીઓ ને સમર્પિત કરતા મને આનંદ થાય છે.કદાચ દીકરી માટે હું પહેલેથી જ થોડી પક્ષપાતી રહી છું.( અને માત્ર હું શા માટે? દરેક દીકરી ની મા માટે આ સાચું નથી?)
અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?
મા બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્ક્રુત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે.સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી…છોકરી કે છોકરો બંને ની જન્મદાતા સ્ત્રી જ છે.એટલે કોઇ પણ છોકરા…પુરૂષ નો પહેલો સંબંધ …પહેલો પરિચય તો સ્ત્રી સાથે જ ને?આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય…સ્ત્રી.
એટલે દીકરીને સમર્પિત કરતા, એમાં બીજી રીતે જોઇએ તો સમસ્ત વિશ્વ આવી ગયું ને?
બસ…આટલું જ……આશા છે આપ સૌનો સહકાર,પ્રેમ મળશે
અસ્તુ
આભાર સાથે 

નીલમ દોશી

134 thoughts on “મારો પરિચય…..

 1. “અહીં મારો હેતુ પણ ફકત એટલો જ છે…જે મને ગમ્યુ છે…તે બીજા લોકો સાથે share કરું.મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી..પણ જેને પણ ગમે તે માણી શકે …અને આદાન –પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે.અને દરેક માણસ ને એક અપેક્ષા હોય જ છે “કોઇ મને ચાહે અને સમજે”આ માનવસહજ સ્વભાવ છે ”

  “આ તો મારોજ અંતર્નાદ”- નો સ્પષ્ટ સવિસ્તર અનુવાદ લાગે છે મને!
  તમે લખવામાં ઘણા વિપુલતા સભર છો .અને ટૂંકમાં કહું તો હું પોતે અત્યારે ” સભર-સભર” છૂ જ .આભાર
  સૌહાર્દ્-ભર્યા ‘ઓપન-મા ઈન્ડેડ’ પરિચય બદ્દલ.
  વધુ, અન્ય સાહિત્ય વાંચ્યા પછી જ ….નિ….રાં…..તે…. ફરી ક્યારેક !

  શબ્દસમીપે…..”કંઈક “…..પરમ આનંદ…

  સરલ છે માર્ગ પરમ સુધી પહોંચવાના, ક્યારેક આવે વળાંકો, આવે યાત્રાની મઝા. ..

  [ ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે!
  કેમ કરીને રોકું?કો’ “હું” કાર હાંવી છે,
  અસીમ અંતરે આરત અકળ જાગી છે!
  ‘ચેતન’-સળવળ મહીં અનહદ જાણી છે!
  અકળની કળતર બહુ સઘન માણી છે.
  ‘પરમ’નો પાવન પારસ-સ્પર્શ કરતો હું!
  “ હું” ની જ પ્રદક્ષિણા ફરીફરી કરતો હું!
  માત્ર “અહં બ્રહ્માસ્મિ” વારંવાર રટતો હું!
  કોઈ કરે સતત રટણ ‘હું શુદ્ધાત્મા છું’નું!
  એજ વાત મારી ભાષા-શૈલીમાં કરતો હું! ]

  –લા’કાન્ત (કંઈક) / ૧૯-૬-૧૨

  Liked by 1 person

 2. congrats for receiveing prestigious award to you and your varta sangrah. અભિનંદન ને શુભકામનાઓ. સુંદર બ્લોગ બદલ પણ ધન્યવાદ.લેખક તેમ જ વાંચક બંને રીતે ખુશી વ્યક્ત કરું છું.. આનંદ આનંદ.વાહ.વાહ.તમારી સમૃદ્ધ શબ્દયાત્રાનું અભિવાદન.

  Liked by 1 person

 3. 03.04.2013
  ek sundar varta na sadharan feedback na badlama aatla adbhut vichar krutio ni site mali te manvama nathi aavtu. albaeit readgujarai.dom na koi lekhak ne sidhu feedback me pahelivar ja apyu chhe. mrugheshbhai ne dhanyavaad.
  aabhar
  bharat m sheth
  mumbai 77

  Liked by 1 person

 4. I have a new registered Fortnightly News Paper and will published first edition on 20-4-2012. I read your some articles and appreciate.
  I want to print some article in my news paper. Please give me permission for print.
  Name of News Paper : Dhanya Dhara Gujarat, Gandhinagar.
  My name is Anant Bhavsar, Mobile : 98790 98398, e-mail : anantbhavsar73@gmail.com

  Liked by 1 person

 5. સ્નેહી નીલમબેન,
  તમારો પરિચય વાંચીને એમ લાગ્યું કે શબ્દો પણ ઓછા પડે. કોઈ મસ્કા મારવા નથી કહેતો પરંતુ આટલી બધી જગ્યાએ લખવું એ તો માં સરસ્વતીની કૃપા હોય તો જ શક્ય બને. હજુ તમારા લખાણો વાંચતો જાઉં છું, સમય ના અભાવે એક સામટું નથી વંચાતું અને વાંચો તો પછી અપચો થવાનો ભય રહે. મને પોતાને ખબર છે કે મારો બ્લોગ “સુરતીઉધીયું””http://suratiundhiyu.wordpress.com/ માં સતત લેખો કે બીજી બધી વસ્તુઓ મુકવામાં ખુબ જ ટાઈમ જાય છે. જ્યારે તમે તો સ્ત્રી છો એટલે ઘરનું કામ, પતી આટલી ઉંચી જગ્યાએ હોવાથી બધી સામાજિક જવાબદારીઓ તમારે માથે ….હેટ્સ ઓફ ટુ યું…..KEEP UP THE GOOD WORK

  Liked by 1 person

 6. બેન,
  ત્રન દિવસથી ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું, પણ નિષ્ફળ મારો નંબર 09898792836 છે.
  ગોપાલકાકા

  Like

 7. સૌ. નીલમબેન ,
  આપના લેખો અને સાહિત્ય એ જ આપનો પરિચય છે જે ખુબ આકર્ષક છે . આપના બ્લોગને હું ફોલો કરું છું .
  મને આપના લેખો ખુબ ગમે છે . એમાં જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા લેખો વાર્તાઓ ,કાવ્યો વી .વાચકોને રસ પડે એવા અને પ્રેરક હોય છે . એમાં કૈંક ને કૈંક જીવન સંદેશ મળી આવે છે .

  આપની વરસો જૂની સાહિત્ય સેવા માટે અભિનંદન અને અનેક શુભેચ્છાઓ .

  Liked by 1 person

 8. *** “હું એટલે નીલમ હરીશ.” આ દ્વારા. તમારો પરિચય આજેજ થયો… ** ગમ્યું** .. તમારો બ્લોગ જોયો… કેટલાક લેખો વાચ્યા.. *ગમ્યા* લખતા રહેજો એપણ સમાજ સેવા છે.** મારા તમને અભિનંદન **.. +* જયેશ શુક્લ”નિમિત્ત”.વડોદરા.
  26.06.2014.

  Liked by 1 person

 9. I am regular visitor of Param Ujas but today, first time read your profile…. Proud feeling….. of course as your student at Mithapur High School. Happy to see you as one of the well known writer and your contribution to “Gujarati Sahitya”

  Liked by 1 person

 10. સ્નેહી નીલમબેન
  મારા નાનકડા બોલ્ગ(shabdonusarjan) પર નજર કરવા માટે આભાર ,હું અનુભવી વ્યક્તિ પાસે અભિપ્રાયની આશા રાખું છું માટે માત્ર like થી સંતોષ ન થયો ,તમારી ઓળખાણ જોતા લાગે છે આપ ખુબ સરસ પ્રવૃત્તિ કરો છો.સરસ લખો છો પણ અમારા આ મહિનાના વિષય “થોડા થાવ વરણાગી” પર આપના અનુભવી વિચારો માત્ર શબ્દોના સર્જન માટે મોકલશો તો અમને માર્ગદર્શન મળશે, કહે છે ને કે સારું વાંચવાથી સારું સર્જન થાય છે ,મારો સ્વાર્થ માત્ર મારા સર્જકોનો વિકાસ છે
  ,

  Liked by 1 person

 11. NilamBen
  I just read your article Kaya Sabande.( shabdonusarjan Blog ) Very well written. Felt like you took my thoughts and put them in words, especially the beginning. Living in USA since last 40+ years, reading and understanding gujarati has become bit difficult. So i had to read it multiple times and every time I noticed deeper and different thought process. I publish a magazine in USA and I am working on a book titled ” Successful Indian American Women “. I know you are not in USA but like to interview you.

  Liked by 1 person

  • dear Rajbhai,nice to know abt u..and happy to know that u r publishing a magazine from there.yes i am not staying in usa..but am frequently visiting usa..as my son and daughter both r there..just to let u know.thanks a lotregardsnilam

   WordPress.com | | | Respond to this comment by replying above this line |

   | | |

   | New comment on પરમ સમીપે | |

   | | | RAJ SHAH commented on મારો પરિચય….. હું એટલે નીલમ હરીશ દોશી..મારો ભૌતિક ..સ્થૂળ … NilamBen I just read your article Kaya Sabande.( shabdonusarjan Blog ) Very well written. Felt like you took my thoughts and put them in words, especially the beginning. Living in USA since last 40+ years, reading and understanding gujarati has become bit difficult. So i had to read it multiple times and every time I noticed deeper and different thought process. I publish a magazine in USA and I am working on a book titled ” Successful Indian American Women “. I know you are not in USA but like to interview you. View Comment  Trash | Mark as Spam |

   |

   | More information about RAJ SHAH IP: 108.204.78.176, 108-204-78-176.lightspeed.miamfl.sbcglobal.net E-mail: globalams@gmail.com URL: Whois: http://whois.arin.net/rest/ip/108.204.78.176 |

   | |

   |

   |

   | Thanks for flying with WordPress.com |

   |

   Liked by 1 person

 12. નીલમબેન..તમારા લેખ લખાણ મને બહુ જ રસપ્રદ લાગે છે. વાંચવા નો શોખ મારો નવો નવો જ વિકસ્યો છે.કહી શકાય કે છેલ્લા 2-3 વર્ષ થી. આજે જ તમારા પ્રકાશિત પુસ્તકો ની તપાસ કરીને મેળવી લઉં. ખુબ ધન્યવાદ માહિતી વહેંચવા બદલ.

  Liked by 1 person

 13. આદરણીયશ્રી નિલમબેન
  જય યોગેશ્વર

  આપનો સાહિત્ય વૈભવ સદા હૃદય સ્પર્શી રહ્યો છે, સંદેશ દેતી આપની વાર્તાઓ સાચે જ મૂઠી ઊંચેરી અનુભવી છે. ,આપને એક વિશેષ વિનંતી સાથે ઈ-મેલ કરી છે, સાનુકૂળતા હોય તો સ્વીકારી, પ્રોત્સાહન આપશોજી.

  સાદર

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

 14. I am very glad to know you through your words. There is no words where ‘I” is depicted. That is main thing for a writer. Knowing or unknowingly when we write we depict “I”. Thanks for writing such a huge literature. All the best for realizing your dream. When you get time visit my blog. I hope you will like to read it. Thanks again.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.