હૂંફ અને હેત…

એક સવારે….

બોરસલ્લીની

છમ્મલીલી ડાળીઓને

બંધ આંખે…

હળવે હાથે..

પસવારતી બેઠી ‘તી હું…

બે ચાર મૌન ક્ષણો…

ત્યાં..

વૃક્ષને ફૂટયો ટહુકો…

તારે લખવું નથી કંઇ

મારા વિશે ?

મારા પુષ્પો વિશે ?

માટીમાં ધરબાયેલ મૂળિયા

ખરતા પર્ણૉ….

ફૂટતી કૂંપળો….

કે પંખીઓના ટહુકા વિશે ?

કેટકેટલા વિષયો

રાખ્યા છે અમે તૈયાર

ટપકી પડી પીડા એની

પૂરા સો ટચની….

મારો મૌન હાથ

એની મખમલી ત્વચા પર..

ઢોળાયા હૂંફ અને હેત….

એક ભાવસમાધિ…

સાચુકલા બે મિત્રોની..

7 thoughts on “હૂંફ અને હેત…

  1. કેટલા વૃક્ષના ટહુકાઓ, કોણજાણે કેટલા વિષયો બાંટતા ગૂંજતા હશે આપણી સમીપે….!
    તમે ઝિલ્યો એમ બધાને ઝીલવાનું જો અભિપ્રેત થાય તો……
    મને લાગે છે હૂંફ અને હેતને ઢોળાવું ન પડે પણ શબ્દરૂપે વ્યક્તથઈ ખળખળ વહેવાનું સદભાગ્ય સાંપડી શકે.
    લાગણીના કોઇ સુંદર શિલ્પની જેમ……કવિતા બનીને.

    Like

  2. નિલમ બહેન,

    ભાવથી ભાવ મળે તો મૌનને પણ વાચા મળી જાય. આપની કલમમાં શું નથી? એક નિર્જીવને વાચા અને દોસ્તીનો ભાવ પ્રગટ કરવાની ક્ષમતા તો કોઈ ગોડગીફ્ટેડ વ્યક્તિને જ પ્રાપ્ત થઈ શકે. મનભી સુંદર, સોચભી સુંદર,ભાવનાએં ભી સુંદર…..ખૂબજ સુંદર રચના અને સત્યમ..શિવમ..સુંદર. ઉષા

    Like

Leave a reply to devikadhruva જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.