કુંવરબાઇનું મામેરું

 દીકરી ના આવ્યા હોંશીલા તેડા..                                    
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
 
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
 
લઇ શું જાવું દીકરી માટે?
 
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ . 
લિસ્ટ આવ્યું  લાંબુલચક…..!!.  
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
 
આંખ્યુ જાય અંજાય..    
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
 
ને  વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..
 
હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.  
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
   
 
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-  
 સૂરજ નો રાતોચોળ રંગ……..
   
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,
      
 રજ વનરાવનની લાવજો…
        
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,
     
આયનો એવો એક લાવજો..
       
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
       
ગણિત થઇ ગયું હવે પાકું,
      
ડોલરિયા આ દેશમાં…
      
વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
   
કેમ છો બેટા?કોઇ ન પૂછતું ભીના કંઠે, 
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
   
સગવડિયા આ પ્રદેશ માં ..
   
 લાવજો હાશકારી નવરાશ,
  
 
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
 મસમોટા આ મારા મકાન ને..        
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,
    
ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
     
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
   
પરફયુમ
ડીઓ નહીં.        
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
              
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
   
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો..
 
                  
                            નીલમ દોશી.
                                             
                                                            .                                    
               

16 thoughts on “કુંવરબાઇનું મામેરું

  1. દિકરી વ્હાલનો દરીયો માંગો ફૂલ તો મળે દરીયો.
    દિકરી માંગજે ખોબલો ભરીને મળશે કૂવો ભરીને.

    માની મમતા
    નીલા

    Like

  2. આધુનિક મામેરું કુંવરબાઈના મામેરાથી જરાય
    ઉતરતું નથી.ભીની માર્ટીની ભીનાશ અને
    હેતના હલકારા માટેની ભાવના કેટલી બધી
    ઉદાત્ત છે !’દીકરી વ્હાલનો દરિયો’પુસ્તક
    દરેકે વસાવીને વાંચવા જેવું છે.

    Like

  3. મને પાલવનું અંગ્રેજી પુછ માં
    અહીં આસુઓ પણ ટીસ્યુથી લુછાય છે.

    મને ખબર નથી આ શેર કોના છે પણ ક્યાંક વાંચેલા છે.

    Like

  4. ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
    પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
    પરફયુમ –ડીઓ નહીં. આ પંક્તિઓ બહુ જ ગમી .

    મને પાલવનું અંગ્રેજી પુછ માં
    અહીં આસુઓ પણ ટીસ્યુથી લુછાય છે. યુ.કે. સ્થિત ‘ગુજલીશ’ ફેમ આદમ ટંકારવી ના શબ્દો છે.

    કૃષ્ણ લખવું હોય તો ‘kRShNa’ એમ ટાઇપ કરો . ૐ લખવું હોય તો OM ….

    Like

  5. કલકતામાં બેઠા ગુજરાતી રજૂ કરેલી ડોલરિયા દેશની વ્યથા ! અચાનક આટલી મોટી દુનિયા નાની અંગત ખૂણા જેવી લાગે છે !

    Like

  6. Mom this is sentiments at its heights…There can be no better gift than this……and there is nothing more valuable in life than the things that the daughter asks her mom to bring for her……..Thanks for instilling such values in us….May your and Dad’s love remain with us forever…….Love you Ma-Papa

    Like

  7. પિંગબેક: કુંવરબાઇનું મામેરું « ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટન

    • આભાર..

      ચૈતન્યભાઇ, મારી અન્ય રચનાઓ પણ અહીં જ આપને વાંચવા મળી જશે. આપને જે ગમે તે આપનું..ન ગમે તે મારું તો છે જ. પસંદ આપની અપની.

      અજીતભાઇ આભાર….

      Like

  8. સરસ.

    આપની આ રચના પરોપજીવી બ્લૉગરોમાં મેઈલ ફોર્વર્ડોમાં બહુ જ પ્રિય છે.

    મેઈલ ફોર્વર્ડ કરનારાઓ રચયિતાનું નામ શા માટે કાઢી નાખતા હશે?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.