3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. અમારા શ્રી યોગેશ્વરજી નું ભજન ગુંજે અને
    અમારા મનમા મૂર્તિ પ્રકાશે અનંત થઇ તો
    સુક્ષ્મ થઈ અંતરમા વિરાજે
    મૂર્તિ તમારી મનમાં, પ્રકટી પ્રભા છે તનમાં.
    અનુરાગ અંતરે છે ભરપૂર કાયકેશે,
    વીણા રહી છે વાગી દિનરાત પ્રાણવનમાં … મૂર્તિ તમારી

    આંખોની રોશનીમાં વચનોની મોહિનીમાં,
    જ્યોત્સ્ના તમારી ઝળકે નિદ્રા ને જાગૃતિમાં….મૂર્તિ તમારી

    રક્તે સદાય રણકો, વિહરો છો શ્વાસશ્વાસે;
    છો પ્રાણસ્પંદનોમાં, આશે વળી નિરાશે….મૂર્તિ તમારી

    અંગાંગમાં તમારી આશા ફરી રહી છે,
    જીવનમહીં અનેરી કરુણા મળી રહી છે….મૂર્તિ તમારી

    સુખદુ:ખમાં, હરખમાં ને આંસુમાં તમે છો;
    ઉત્થાન ને પતનમાં બીજું નથી ખરે કો….મૂર્તિ તમારી

    જીવનતણી તમે છો ગતિ તેમ મુક્તિ ન્યારી;
    જીવન લભે તમારા બળથી જ સૃષ્ટિ સારી….મૂર્તિ તમારી

    કોને કરૂં સમર્પણ, અર્પણ કર્યું બધુંયે;
    પૂરણ થઈને પ્રેમી ગાઈ રહ્યો હજુયે….મૂર્તિ તમારી

    Like

  2. પ્રિય આદરણીય દીદી,જય શ્રી કૃષ્ણ.આજનો આપનો દિન સુંદર,શુભ્ર,સભર પસાર થઈ તમને મંગલતા અર્પે એ જ કામના.વાહ!શું અદભૂત સત્ય કહ્યું….[?] આંખ બંધ કરો ને નજર જ કૃષ્ણ થઈ જાય….પછી ન મુરત રહે કે ન મૂર્તિ….[?] પછી ક્યાં અભાસ કે અહેસાસ વધવાનો કે વિસ્તરવાનો…[?][?]સર્વ નિરાકાર ને અનંત નિજાનંદ…[?][?][?][?][?][?]

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.