આજની ખાટી મીઠી..

આપણા અહં ને કાબુમાં રાખવો હોય તો એક રીત છે…છાપાઓમાં  ખાલીજગ્યાઓની જાહેરખબરો વાંચવી અને કઇ કઇ નોકરી માટે આપણે લાયક નથી તેનો અંદાજ લગાવવો.

આજની ખાટી મીઠી..

કોઇકને મૂલવતી વખતે આપણે કાજીની દક્ષતા પ્રાપ્ત કરી શકીએ છીએ.પણ પોતાનો જ ન્યાય તોળવાની વાત આવે એટલે કાજી ઢીલા પડી જાય છે.

આજની ખાટી મીઠી..

પૂરેપૂરા સારા બે જ માણસ છે.એક તો મરી ગયેલો
ને બીજો ન જન્મેલો…જીવતો માણસ કયારે શું કરી બેસે…તેનું કંઇ કહેવાય નહીં.