મારો પરિચય…..

હું એટલે નીલમ હરીશ દોશી..મારો ભૌતિક ..સ્થૂળ પરિચય..

જીવનના પાંચ દાયકા વીતવા આવ્યા છે. એક પુત્ર અને એક પુત્રી ..પૂજા અને હાર્દિક બંને અમેરિકામાં… બંને હકીકતે ત્રણે ( વહુ ગતિ પણ ) ડોકટર..જમાઇ જીતેન એંજીનીયર..
બધા વેલસેટલ્ડ અને ખૂબ ખૂબ પ્રેમાળ.. નાની દોહિત્રી જિયા હજુ એક વરસની છે.

હરીશ.મારા જીવનસાથી ખરા અર્થમાં મારા મિત્ર છે. સહજીવન જ નહીં સખ્યજીવન જીવીએ છીએ..હાલમાં અહીં ઓરીસ્સામાં  પારાદીપ ફોસ્ફેટમાં વાઇસ પ્રેસીડેંટ છે. કેમીકલ એંજીનીયર ( બનારસ હિન્દુ યુનીવર્સીટી ) છે. ઇશ્વરે ખોબલે ખોબલે આપ્યું છે. અવારનવાર અમેરિકા જઇએ છીએ.. બાળકો સાથે તેમનો સ્નેહ માણીએ છીએ..દીકરો..દીકરી તો પ્રેમાળ હોય જ પરંતુ જમાઇ અને વહુ બંને ખૂબ ખૂબ પ્રેમાળ છે. એ ઇશ્વરની પરમ કૃપા છે.

સમાજ માટે કશુંક કરી શકાય.. હકારાત્મક અભિગમ ફેલાવી શકાય એ એક લેખક તરીકેની નિષ્ઠા છે. બાળકો અતિશય પ્રિય છે. સમય અને સંજોગો સાથ આપે તો નજીકના ભવિષ્યમાં અનાથ બાળકો માટે કશુંક કરવાની ભાવના..એ એક માત્ર સપનું જીવનનું..

અને હવે મારા લેખન કાર્ય વિશે થોડું..

જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના…

” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…

લેખન કાર્ય…:

શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ

1..ગમતાનો ગુલાલ ( ગુજરાતી સાહિત્ય અકાદમી )

2 જન્મદિવસની ઉજવણી ( ગુજરાતી સાહિત્ય અકાદમી )

3 અંતિમ પ્રકરણ.. ( વાર્તા સંગ્રહ.. ગુજરાત સાહિત્ય પરિષદ )

4 દોસ્ત, મને માફ કરીશ ને ? ( નવલકથા, કલા ગુર્જરી, મુંબઇ)

 

મારા પ્રકાશિત પુસ્તકો..આજ સુધી કુલ 20  પુસ્તકો પ્રકાશિત થયા છે.જેમાંથી ચાર પુસ્તકોને જે તે વરસના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો એવોર્ડ મળેલા છે.

1 ગમતાનો ગુલાલ ( ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ..શ્રેષ્ઠ પુસ્તક વર્ષ 2006નો )

2 દીકરી મારી દોસ્ત ( અન્ગ્રેજી, હિન્દીમ મરાઠીમાં પણ અનુવાદિત.)

3 જન્મદિવસની ઉજવણી ( શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ વર્ષ 2008 )

4 પાનેતર ( લઘુકથા સંગ્રહ )

5 અંતિમ પ્રકરણ ( વાર્તા સંગ્રહ..શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ વર્ષ 2010 )

6 દોસ્ત, મને માફ કરીશ ને ? ( નવલકથા )

7 દીકરો વહાલનું આસમાન

8 સાસુ વહુ ડોટ કોમ

9 આઇ એમ સ્યોર ( વાર્તા સંગ્રહ )

10 જીવન ઝરૂખો

11 અત્તરકયારી

12 સાદ સર્જનહારનો

13 પરમ સખા પરમેશ્વરને

14 પત્રસેતુ

15 ચપટી ઉજાસ 

16 જીવનની ખાટી મીઠી..

17 સંબંધસેતુ

18 વાત એક નાનકડી

19 ઝિલમિલ..લઘુનવલ

20 ખંડિત મૂર્તિ..લઘુનવલ

21 સ્માઇલ પ્લીઝ..હાસ્ય લઘુનવલ

નિયમિત કોલમ

સંદેશ, સ્ત્રી, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, માર્ગી, મુદ્રાલેખ

ગુજરાતી બ્લોગ ..પરમ સમીપે

https://paramujas.wordpress.com

અનેક મેગેઝિનો..અખંડ આનંદ, નવનીત, પરબ, શબ્દ સૃષ્ટિ, છાલક, સંવેદન,અભિયાન, ચિત્રલેખા, અભિષેક,નવચેતન,જલારામ દીપ વગેરેમાં અવારનવાર વાર્તાઓ, લેખો, લલિત નિબંધો વગેરે પ્રકાશિત થતા રહે છે અને પોંખાતા રહે છે.)

 

બાકી. લેખન યાત્રા અવિરત ચાલુ છે અને રહેશે.મળતા રહીશું શબ્દોને સથવારે..નેટવિશ્વ કે પ્રીંટ વિશ્વ બંને જગ્યાએ…

 

વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિ પ્રવાસી, અભિયાન, મુંબઇ સમાચાર, અહા ઝિન્દગી, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી,જલારામ દીપ, છાલક  વગરેમાં પ્રકાશિત થતી રહે છે. અને ભાવકોના સ્નેહભર્યા પ્રતિભાવોથી છલકી રહું છું.

વાર્તા, નાટક અને લલિત નિબંધો જુદી જુદી હરિફાઇમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચૂકયા છે.

” ઝાલરટાણુ ” રેડિયો પર પ્રકાશિત નાટય રચના…

અનેક શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યના રસાસ્વાદ આકાશવાણી રાજકોટ પરથી પ્રસારિત..

લેખનયાત્રા અને વાચકો, ભાવકો સાથેની સ્નેહયાત્રા અવિરત ચાલતી રહેશે એ આશા સાથે.અસ્તુ..

નીલમ દોશી

સ્વાગત

સુખ,દુ:ખ ,આશા,નિરાશા…આંસુ-સ્મિત રમૂજ કે ચિંતા…વ્યથા કે વલોપાત,આનંદ નો અવસર હોય કે શોક નો પ્રસંગ….માણસને …પોતાની પાસે જે કંઇક પણ છે …કે જે પોતાને ગમે છે ….તે બીજા ને કહેવાની …વહેંચવાની માનવસહજ વ્રુત્તિ દરેક મનુષ્ય માં ઓછે વત્તે અંશે હોય જ છ ફાધર વાલેસે આ માટે તેના એક પુસ્તક માં સરસ ઉદાહરણ આપ્યું છે.તે અહીં ટાંકવાનો લોભ જાગે છે.
એક વૈજ્ઞાનિક નવલકથાનો નાયક માનવજાતથી રીસાઇને પ્રુથ્વી પર કદી પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઇ પોતાના અવકાશ યાન માં એકલો એકલો બ્રહ્માંડ ની અનંત યાત્રાએ ઉપડે છે.ત્યારે આકાશ ની અદભૂત શોભા નું દર્શન થતા એ બબડે છે:આ સૌન્દર્ય ની વાત હવે હું કોને કરું? ..અને ધીરેથી અવકાશયાન ફેરવીને માનવજાત ની ગોદ માં પાછો આવી જાય છે. આમ ગમે તેટલો અંતર્મુખી (introvert) માણસ પણ કયાંક તો પોતાનું હ્ર્દય ઠાલવે જ છે.માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.
અહીં મારો હેતુ પણ ફકત એટલો જ છે…જે મને ગમ્યુ છે…તે બીજા લોકો સાથે share કરું.મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી..પણ જેને પણ ગમે તે માણી શકે …અને આદાન પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે.અને દરેક માણસ ને એક અપેક્ષા હોય જ છે કોઇ મને ચાહે અને સમજેઆ માનવસહજ સ્વભાવ છે પ્રેમ આપવાની ને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેકમાનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે.કોઇ પોતાની લાગણી શબ્દો માં વ્યકતકરી શકે છે ,તો કોઇ નથી કરી શકતા..એ અલગ વાત છે.બાકી સાચી લાગણી જેને મળી છે ,એ નશીબદાર છે જ.એવા નશીબદાર બનવાની ઇચ્છા કોને ન હોય?
આ બ્લોગ ખાસ કરી ને સમસ્ત વિશ્વ ની દીકરીઓ ને સમર્પિત કરતા મને આનંદ થાય છે.કદાચ દીકરી માટે હું પહેલેથી જ થોડી પક્ષપાતી રહી છું.( અને માત્ર હું શા માટે? દરેક દીકરી ની મા માટે આ સાચું નથી?)
અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?
મા બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્ક્રુત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે.સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી…છોકરી કે છોકરો બંને ની જન્મદાતા સ્ત્રી જ છે.એટલે કોઇ પણ છોકરા…પુરૂષ નો પહેલો સંબંધ …પહેલો પરિચય તો સ્ત્રી સાથે જ ને?આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય…સ્ત્રી.
એટલે દીકરીને સમર્પિત કરતા, એમાં બીજી રીતે જોઇએ તો સમસ્ત વિશ્વ આવી ગયું ને?
બસ…આટલું જ……આશા છે આપ સૌનો સહકાર,પ્રેમ મળશે
અસ્તુ
આભાર સાથે 

નીલમ દોશી

134 thoughts on “મારો પરિચય…..

 1. નીલમબેન,
  આજે પદયાત્રામાં નીકળતા તમારા બ્લોગમાં પદાર્પણ કર્યું.
  ખુબ સુંદર અને અનોખો બ્લોગ છે. આજે ગુજરાતીઓ દ્વારા
  ગુજરાતી ભાષાની કિમત ઉતરતી જાય છે ત્યારે આપ જેવા
  અનેકોનેક ગુજરાતીઓ ના સહિયારા પ્રયાસથી ગુજરાતી
  ભાષા લાખો-કરોડો નહિ પણ ખર્વો ઘણી થશે. અને તેમાં
  આપનો અમુલ્ય ફાળો હશે.

  ” સ્વપ્ન” જેસરવાકર

  Liked by 1 person

 2. ભાવો,પ્રતિભાવો,નિર્મળ હૈયાના વ્હેતા ઝરણાં; સ્મૃતિનાં પદચિન્હો છોડ્યા કરે છે.

  લેખિની તમારી અભિવ્યક્તિ અને અમારી અભિવ્યક્તિ પ્રતિભાવો છોડ્યા કરે છે.

  આજ રીતે આપણે શબ્દોનીયાત્રા કરતા જ રહીશું, તો જીવનની મ્હેંક રેલાતી જ રહેશે.

  ખરુંને? નિલમ બહેન.

  ઉત્તમ વિચારોનું ભાથું બાંધવાનું કોને ન ગમે? લો, ત્યારે આવજો.

  Liked by 1 person

 3. Re. on ચૈતર, વૈશાખના …..Bina’s Weblog

  Yes, Nilamben, I had e mailed you then when I put it on my blog that I am posting your creation and as you can see there is a link for readers to click to your blog to read the whole creation. I never put up the whole gazal and if anybody wants to read the same they have to read it on your blog.
  Please let me know if that is not okay for you and I can remove my post.

  Liked by 1 person

 4. નિલમબેન, આપનો પરિચય ફરીફરીને વાંચવા પ્રેરે તેવો છે..ખાસ કરીને..એમાં સરળતા સાહજીકતા અને નિખાલસતાનું દએશન થાય છે…અતીતના સંભારણા આપણા મારી પાસે ખૂબજ થોડા છે; માટે એને સદા સાથે રાખવા સહિયર તારો ય સાથ જરૂરી છે. આટલું ખૂબજ ગમ્યું…જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના…

  ” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…

  જે વિસ્તરે છે તે સ્ત્રી…છોકરી કે છોકરો બંને ની જન્મદાતા સ્ત્રી જ છે.એટલે કોઇ પણ છોકરા…પુરૂષ નો પહેલો સંબંધ …પહેલો પરિચય તો સ્ત્રી સાથે જ ને?આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય…સ્ત્રી.
  એટલે દીકરી ને સમર્પિત કરતા, એમાં બીજી રીતે જોઇએ તો સમસ્ત વિશ્વ આવી ગયું ને?
  બસ…આટલું જ……આશા છે આપ સૌનો સહકાર,પ્રેમ મળશે
  અસ્તુ
  આભાર
  નીલમ દોશી( અમદાવાદ )

  Liked by 1 person

 5. પ્રિય નિલમદીદી….ઇમેલમાં તો ઢગલો વખાણ લખી નાંખ્યા છે અત્યાર સુધી આપના..પણ આજે આપની પોસ્ટ જોઈને એક્દમ જ મન થયું કે લાવ…આજે તો બ્લોગ પર જ બધું લખી દેવા દે.. “દીદી…તમારા જેવા અનુભવી અને વડીલ બ્લોગરો થકી જ અમે નાનું મોટું લખનારા હિંમત અને એક સધિયારો મેળવીએ છીએ. ગમે ત્યારે ..ગમે ત્યાં અટકી છું ત્યારે કોઇ જ દંભ કે મોટાઇ વગર તમે મને માર્ગ દર્શન આપ્યું છે અને હંમેશા આપશો જ ..મનમાં એવી મકક્મ માન્યતા છે..વધારે તો હવે સુરજને આયનો શું બતાવવાનો…:-) ” બસ પ્રગતિના સોપાનો સર કરતા રહો એવી પ્રભુ-પ્રાર્થના..
  સ્નેહા..

  Liked by 1 person

 6. નિલમબહેન, આ દિલ આપના માટે લાખલાખ દુવા કરે એવું ચહી રહ્યું છે. અમે તો આપની ઈશ્વરદત્ત કલમની કલાની બક્ષીસ સદા પ્રગતિના નવનવા શિખરો સર કરાવે એજ મારી હદયનાઊંડાણપૂર્વકની ઈશ્વરને પ્રાર્થના સદાની કરીએ છીએ…દિલની દોસ્તીને સમય કે કાળ પણ છીનવી શકતો નથી. આપની ઉષા.

  Liked by 1 person

 7. પિંગબેક: fancy rat

 8. Dear Didi

  my self kamalesh sanghavi 52 ahmedabad
  me tamari dikri mari dost mari wife and sakhi ila ne gift kari , tene kahyu ke tena mate mara tarfthi maleli darek bhet ma aa sahu thi vathre kimmati bhet che!
  aatli sunder book lakva badal abhnandan ane aabhar . dikra mate pan koi sari book lakhi hoi to mane janavjo , maro dikro 5-sept na roj I T Engr thaya bad mangalor job mate gayo che. really we miss him too much. pl say us something how to over come from this?

  Like

 9. thanks a lot.. its really nice to talk with you.. ફોનથી વાત કરી આનંદ થયો.
  you should accept the reality of life happily..
  બાળકો મોટા થયા પછી તેમને મુકત આકાશમાં ઉડવા દેવા જ જોઇએ.. તો જ તેમનો વિકાસ..પ્રગતિ થઇ શકે.. તેમનાથી ભૌતિક રીતે જ દૂર થઇએ છીએ…મનથી જોડાયેલા હોઇએ..એ જ મહત્વની વાત છે.

  “માઇલોના માઇલોનું અંતર ખરી પડે..
  જયાં અંતરનો સેતુ નિરંતર..

  બસ… તેજીને ટકોર જ હોય..

  પુસ્તકનો સુંદર પ્રતિભાવ આપવા બદલ આભાર..

  Liked by 1 person

 10. નિલમ જી મારે આ તમારા સરસ પરિચય માટે કઇ પન વાક્ય મડતા નથી . મરી ઉમર તો બધા કર્તા નાની છે એટ્લે કઇ પન લખવા મા ભુલ થઇ જાય તો માફ કર જો. તમારે તો કોમેન્ટ ની તો તનગી નથિ તો પન આ કોમેન અહી કરુ છુ. બધા સામાન્ય રીતે પોતા ના વિશે વધારે લખતા હોય છે પન તમે સાહીત્ય ને વધારે માન આપ્યુ છે તે મને બહુ જ પસન્દ આવ્યુ બસ આમ જ લખતા રહે જો……

  Liked by 1 person

 11. પિંગબેક: Chicago Electric Power Tools

 12. Neelam jee,
  I have very littal knowledge of web and blogs. I got your blog address from Rekhaa jee sindhal. She is basically from Talala I am very much impressed by people belong to that area and perticularly rekhaa jee who developed her self of her own. I never met her but wish to meet.

  Now that I have got your blog address I shall refer whenever i have time. Un fortunaltly our daily paper is Gujarat Samachaar. Therefore I am not familier to your coulms. nwill read it.

  Dhruv

  Liked by 1 person

 13. Nilamben,

  It’s very good blog about Gujarati literature.

  Based on your writings,I think you know Hindi very well.Why not open a blog in Hindi section to promote Gujarati Lipi.

  If we can write Sankrit in Gujarati why not Hindi?

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  http://kenpatel.wordpress.com/
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.

  http://saralhindi.wordpress.com/

  Liked by 1 person

 14. ખબર નહીં કેમ? આ દિશામાં ખેંચાઈ રહ્યો છું.
  બ્લોગ જગતમાં પણ આવા સાહિત્યક દિગ્ગજ સાથે દિવસે દિવસે મુલાકાત વધતી જાય છે.
  એક બાજુ મારું ”કોર ટેકનીકલ જ્ઞાન” અને આ તરફ ”પ્યોર સાહિત્યકરસ” !!!
  મજા પણ આવે છે ને ડર પણ લાગે છે! 😉
  ખુબ જ સરસ લખો છો અને લખતા રહેજો અને કલમની ધાર મજબુત કરતા રહેજો!
  આ પરબ પર મળતા રહેશું.
  -વિશાલ જેઠવા.

  Liked by 1 person

 15. નીલમજી, તમારો બ્લોગ જ એટલો ફળદ્રુપ છે કે વાંચીને ઘણુજ ગમ્યું. ઘણા લોકોએ ઘણું બધું લખ્યું છે, શું લખું?કેટલી સાદગી, સહજતા, નમ્રતા, એમાં છલકે છે. હુએ તો ફક્ત તમારો બ્લોગ અને ચપટી ઉજાસ તથા આજની ખાટી મીઠી જ વાચ્યા છે, અને ઘણોજ પ્રભાવિત થયો છુ. તમારા લખાણની શૈલી અને દ્રષ્ટિકોણ જ અલગ છે. આભાર. તમે તંદુરસ્ત રહો અને તમારી કલમમાંથી લખાણો નિરંતર વહેતા રહે એજ દુઆ અને શુભકામના. આભાર.

  Liked by 1 person

 16. Nilamji,
  Tamari ek Navlika ma vanchelu vaakya gamyu hatu
  “TARIKHIYA NA PANA ROJ SAVARE POTANI SAATHE KETKETLU LAYINE FAATATA RAHE CHHE”……..
  Further I say……..
  ….Ane….
  Nayano Amaara Smruti Bhram thai Pana na e Dhhag ne Taakta Rahe Chhe…
  Atit na ‘Sangathi’ hata e bani gaya chhe MRUGJAL ane…
  Mari Aankho ma have Ghughvata Dariya Rahe chhe…..

  Liked by 1 person

 17. લાંબા-ટુકું લખવું નથી,પ્રસંશા મનથી થાય એ વધુ સારુ. મેં પણ વિજ્ઞાનને સાહિત્યના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરી મળશું.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.