અમેરિકાના અનુભવો..

આજનો અનુભવ..1

મારો દીકરો અહીં કાર્ડિયોલોજીસ્ટ છે. સાંજે ઘેર આવીને એવી કોઈ વાત હોય તો કહેતો હોય છે.
આજે આવીને એણે આજની વાત કહી,
મમ્મી, આજે એક પેશન્ટને પેસમેકર મૂકવાનું હતું. 85 વરસની લેડી હતી ( આપણા દેશી શબ્દમાં કહીએ તો 85 વરસના માજી..! ) પેસ મેકર મૂકાવતા પહેલાં એણે મને એક સવાલ પૂછયો,
મારે બે વીક પછી બોલીંગની ટુર્નામેન્ટ છે. મૂકયા પછી હું એમાં ભાગ લઈ શકીશ કે નહીં ? જો લઈ શકાય તો હું પછી પેસમેકર મૂકાવીશ.
હાર્દિકે જવાબ આપ્યો કે હા, તમે પંદર દિવસ પછી ટુર્નામેન્ટમાં જરૂર ભાગ લઈ શકશો. ‘
ત્યારે તેને હાશકારો થયો અને પેસમેકર મૂકાવવા તૈયાર થયા. .જે તેને માટે તાત્કાલિક મૂકાવવું ખૂબ જરુરી હતું..
મને સ્વાભાવિક રીતે મનમાં વિચાર આવી ગયો કે આપણે ત્યાં 85 વરસના માજી મંદિર કે કોઈ ધાર્મિક સ્થળ સિવાય બીજી કોઈ વાત વિચારે ખરા ? વિચારે તો પણ સમાજ કે સ્વજનો તેને માટે કેવી વાત કરે ? કોઇ મોટી ઉમરની સ્ત્રી જરાક વધારે તૈયાર થાય તો કહેવાય કેઘરડી ઘોડી ને લાલ લગામ .”
અહીં કોઈ પણ ઉંમરે જીવનને માણવાની જે તત્પરતા છે મને ખૂબ ગમે છે, ખૂબ સ્પર્શે છે.
કોઈ સરખામણી કરવી નથી છતાં મનમાં વિચાર ફરકી જાય છે.

 

ગઈ કાલનો એક અનુભવ…2

અહીં સવારે ઘરમાં એકલા હોઈએ ત્યારે અમે બંને બાજુમાં આવેલા મોલમાં ચાલવા જઈએ. મજાની વાત કે અહીં રસ્તો ઓળંગવામાં જરા યે ડર નથી લાગતો. અમદાવાદ કે રાજકોટ, જામનગર કે કદાચ ગુજરાતના કોઈ પણ શહેરમાં રસ્તો ક્રોસ કરતા મને તો બહું ડર લાગતો હોય છે.
ગઈ કાલે મોલમાં ચાલતા હતા ત્યાં એક સ્ટોરમાં ખેડા જિલ્લાના એક બહેન કાઉન્ટર સંભાળતા હતા. એની સાથે થોડી વાતચીત થઈ. છેલ્લે એક બીજાના નામ પૂછયા ત્યારે મારું નામ સાંભળીને એમણે પૂછયું,
આખું નામ ” ?
નીલમ દોશી
એટલે પેલા દીકરી મારી દોસ્ત જેમણે લખી છે એના લેખક તો તમે નહીં ને ?
અને મારો જવાબ હકારમાં મળ્યા પછી તો
વહાલની જે વર્ષા થઈ છે.એમાંથી હું હજુ સુધી કોરી નથી થઈ.
મજા પડી ગઈ.

 

આજનો અનુભવ..3

આજનો અનુભવ જોકે સારો નથી રહ્યો.

બે દિવસ પહેલા મારા દીકરાના મિત્ર અને તેની પત્ની અમને મળવા આવ્યા હતા. એ મિત્ર દંપતી પણ ડોકટર છે.

તેમને છ વરસની એક દીકરી છે. કંઇક વાત નીકળતા મિત્રપત્ની  ડો. દર્શનાએ કહ્યું,

‘ ગયા વરસે ક્રીસમસ ઉપર હું કોલ ઉપર હતી. તેથી પ્રાચીના ટીચર માટે ગીફટ લેવા નહોતી જઈ શકી.તો ક્રીસમસના અનુસંધાનમાં  ટીચરે બીજા બધા બાળકોને કાર્ડ આપ્યા. ફકત મારી દીકરીને  ન આપ્યું. કેમકે તેણે ગીફટ નહોતી આપી.

છ વરસની પ્રાચીને  અપમાન લાગ્યું. તે ઘેર આવીને રડી પડી કે ટીચરે મને કેમ ગીફટ ન આપી ?

ડો. દર્શનાને ખૂબ ખરાબ લાગ્યું. કે કદાચ હું સમયસર ગીફટ ન મોકલી શકી તો નાના બાળક સાથે આવું કેમ કર્યું ?

તેણે સ્કૂલના પ્રીન્સીપાલને આ વાત કરી.અને પરિણામ..?

આજે પણ પ્રાચી સાથે રોજ રોજ ઓરમાયું વર્તન થાય છે અને પ્રાચી રોજ સવારે સ્કૂલે નથી જવું ની રટ લગાવે છે.

ડો.દર્શના અફસોસ કરતા કહે છે કે કાશ ! મેં ટીચરની ફરિયાદ કરવાની ભૂલ ન કરી હોત.

કોઈ ટિકા ટિપ્પણ કર્યા સિવાય જે વાત થઈ એ એમ જ મૂકું છું.

આજનો અનુભવ..4

ગયા અઠવાડિયે એક મિત્રને ઘેર જમવા ગયા હતા. મિત્રના દાદીમા પહેલી વાર અમેરિકા એક મહિના માટે આવ્યા હતા. દાદીને અમેરિકા બતાવવાની હોંશથી એણે મમ્મી, પપ્પા સાથે દાદીમાને પણ ખાસ તેડાવ્યા હતા.

મેં હસતા હસતા દાદીમાને પૂછયું,

‘ બા, મજા આવે છે અમેરિકામાં ? ગમે છે ?

ગામડેથી આવેલા માજીએ ઉભરો ઠાલવ્યો.

“ ન મળે દેવ દર્શન, ન મંગળા આરતી. બાથરૂમમાં ના’વા ઘૂસીએ તો માલીકોર મોટી મોટી કુંડિયું. માંય ગરવું કેમ ? આવી કૂંડિયું ન નખાવતા હોય તો.

 પાડોશમાં કોણ રે છે એની યે ખબર ન પડે. બાઈ આવું તે કંઈ હોતું હશે ? પેલો સગો તો પડોશી જ કેવાય ને ?

અને આ મારો ધવલિયા કોઇ દિ ઘેર પાણીનો ગલાસ નો’તો ભર્યો અને અહીં વહુના રાજમાં રોજ રાતે ઠામડાં ઘસે છે.’

માજીની વાતો તો ઘણી લાંબી ચાલી. અમે બધા હસતા રહ્યા. મજા પડી માજીની વાતો સાંભળવાની..

 

12 thoughts on “અમેરિકાના અનુભવો..

 1. Parents teacher relations directly affect child anywhere in the world. USA is no different. I had experienced partiality during my elementry school almost 50 years back in India. I did not know at the time but later in life i came to know that trustee’s daughter was getting highest grade who was copying my homework and was not snart in study at all which was proven during high school years in same town. At least grades are mostly fair in US.

  Like

 2. દરેક વ્યક્તિ, સ્થળ, વસ્તુના સારા નરસાં પાસા હોય જ! આપણે સકારાત્મક બાબતોનો કેટલો સરસ ઉપયોગ કરી શકીએ અને નકારાત્મક બાબતોને ક્રેવી સારી રીતે સાચવી/ ટેકલ/ હેન્ડલ કરી શકીએ તેના પર આપણા સુખી જીવનનો આધાર છે. તમે આ પ્રસંગો અહીં બધા જોડે વહેંચ્યા એ ખુબ સારું કર્યું. બીજાના અનુભવ વાંચવાથી એટલીસ્ટ લોકો થોડાં અગાઉથી તૈયાર રહે. અને હા જરુરી નથી કે બધાં જોડે તે જ પ્રકારનું (સારું કે ખરાબ) વર્તન થાય. હું જામનગરથી ચેન્નઈ ગયેલો ત્યારે મારા એક -બે મિત્રો જેમને ચેન્નઈ અને ત્યાંની રહેણી કરણી તથા લોકોના વર્તન વિષે ઉતકંઠા રહેતી. હું તેમને મારા જાત અનુભવ જણાવતો. અહીં તમારા અનુભવો વાંચવાની ખુબ મજા પડી. હજુ પણ આ અમેરિકાના અનુભવો- બ્લોગ લંબાય તેવી આશા.

  Liked by 1 person

 3. ભલા.. ઉંમરના બંધન તે કોઈ બંધન હોતા હશે. તમે ભલે અભાવમાં જીવતાં હો.. પણ જો મંદુરસ્તી હશે તો તંદુરસ્તી હશે. ગમે તે ઉંમરે જીવનને માણવા તત્પર રહેવું એ તમારા પહેલા અનુભવથી સાબિત થયું. મારા તરફથી એ દાદીમાને એડવાન્સમાં બેસ્ટ ઓફ લક.

  લ્યો બોલો.. દેશાવરમાંય તમારું નામ છે હોં.. તમારા વાચકો તમને ઘેરી વળશે, એથી તમને ગુજરાતમાં રસ્તો ઓળંગવાને ડર લાગતો હશે..!

  ગિફ્ટ ન આપી એમાં આટલું વરવું પરિણામ.. ઉપરથી ફરિયાદને પણ દાદ ન મળે એ વળી કેવું?

  હા.હા.હા.. 🙂 ધવલભાઈની દાદીમાની વાત સાંભળીને મને પણ હસવું આવી ગયું..

  તમારા અનુભવોથી કંઈ નવું જાણવા ને માણવા મળ્યું..

  Liked by 1 person

 4. તમારી આ બધી કૃતિ ઓ વાંચી ને એક પછી એક મિત્રો ને લિંક મોકલું છું… સાથે ગર્વ થી એક લાઈન ઉમેરી ને…. કે આ લખનાર લેખિકા મારા ટીચર હતા….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.