ઇશ્વરના ઇ મેઇલ…

 

ઇશ્વરના ઇ મેઇલ..13

                                                                        આપણે તો યયાતિની જાત..

પૂછયું મેં કોણ છે ? ઉત્તર મળ્યો યયાતિ છે,

ને બહાર જોઉ તો આખી મનુષ્યજાતિ છે.

મુકુલ ચોકસી

પ્રિય દોસ્ત,

તારા સર્જન પછી મને લાગ્યું હતું કે મેં એક આખા આનંદલોકનું સર્જન કરી નાખ્યું છે.  સુવિકસિત મગજ, અપાર બુધ્ધિમતા આપ્યા પછી મને હતું કે હવે તું સૃષ્ટિને ખૂબ રળિયામણી બનાવીશ અને તું પોતે પણ આનંદ કરીશ અને અન્યને પણ આનંદ આપીશ. પણ આજે મને ન તો તું સાચા અર્થમાં આનંદિત દેખાય છે, ન તારી આસપાસ કયાંય આનંદનો એહસાસ થાય છે. દોસ્ત, આટઆટલા સુખ સગવડના સાધનો મેળવ્યા પછી પણ શું ખૂટે છે તને ?

મને લાગે છે તારી અખૂટ ઇચ્છાઓ, કામનાઓ એમાં કારણભૂત છે. દરિયાના મોજા જેવી એક પછી એક સતત જન્મતી ઇચ્છાઓ તને કદી સાચો આનંદ લેવા દેતી નથી. સંતોષ નામના શબ્દથી જાણે તું અપરિચિત જ રહી ગયો છે. ઇચ્છાઓનો કયાંય આરો કે ઓવારો જ નહીં ?

દોસ્ત, આનંદ માણવામાં મુખ્ય બે અવરોધો નડતા હોય છે.’

અહમ ઇદમ અને મમ ઇદમ..’

અર્થાત આ હું અને આ બધું મારું.હું અને મારું આ બે શબ્દ જો છૂટે, અહમની જગ્યાએ સોહમ અને મમની જગ્યાએ નાહં..અર્થાત હું કશું જ નથી. એવી ભાવના સાથે દરેક કાર્ય થાય તો આનંદ કયાંય દૂર નથી.  દોસ્ત, તારી ભીતર આનંદનો અખૂટ ખજાનો પડયો જ છે.પણ એ ખોલવાની ચાવી કે એ શોધવાનો પાસવર્ડ તું ભૂલી ગયો છે. આજે આખી યે માનવજાતમાં જાણે રાજા મિડાસ શ્વસી રહ્યો છે જેના સ્પર્શથી સોનુ તો બને છે પણ સુખ અને આનંદ ખોવાઇ જાય છે.

આનંદ નથી એટલે ઉદાસી છે.  કદાચ તેથી જ મનોચિકિત્સકોના વેઇટીંગ રૂમો, સન્યાસીના આશ્રમો, ઉભરાય છે પણ આનંદ નથી જડતો. જયાં જે વસ્તુ છે જ નહીં ત્યાં એ શોધીએ તો કેવી રીતે મળે ? દોસ્ત, આનંદ કંઇ તારા ગૂગલ પરથી શોધીને મેળવી શકાતો નથી. હા, આનંદ મેળવવાનો એક ખાત્રી બંધ રસ્તો ખરો. કોઇને કંઇ આપીએ છીએ, કોઇને નાની અમથી પણ મદદ કરીએ છીએ, કોઇ સારું કાર્ય કરીએ છીએ ત્યારે આપોઆપ એક સાચા આનંદની અનુભૂતિ થાય છે. જે મોટી હોટેલમાં ખાવા કે પિક્ચર જોવા જઇએ ત્યારે જે ક્ષણિક આનંદ મળ્યાનો ભ્રમ થાય છે એની સાથે આ આનંદની તુલના ન થઇ શકે. કેમકે એ આનંદ બાહ્ય સાધનોથી મેળવેલો નથી પણ આંતરિક અનુભૂતિ છે.  અને એક વાર જો એ આનંદ માણ્યો તો વારંવાર એ માણવાનું મન થવાનું જ.દોસ્ત, એવો આનંદ માણતા તું શીખે એવી મારી ભાવના તું સ્વીકારીશ ?

લિ. ઇશ્વરની યાદ

પ્રાર્થના એટલે..કદીક ઇશ્વરના પણ સમાચાર પૂછવા, ઝીણા રવે આવતો એનો સાદ સાંભળવાનો પ્રયાસ

જીવનનો હકાર..

નથી તેની ચિંંતા છોડીએ  તો જ  છે તેનો આનંદ માણી શકાય

 

 

  

1 thought on “ઇશ્વરના ઇ મેઇલ…

  1. આપે હું અને મારું ની વાત કહીને ઘણું બધું કહી દીધું, નીલમબહેન! મહાભારતના મૂળમાં, ગીતાના શરૂઆતના શ્લોકમાં જ ધૃતરાષ્ટ્રના મુખમાં ‘મામકાના’ શબ્દ કેટલો સૂચક છે!
    બીજી વાત, માનવીની અખૂટ ઇચ્છાઓની, અખૂટ અભરખાઓની..
    આ વાત મારા બ્લોગ ‘મુક્તપંચિકા અને લઘુલિકા’માં એક મુક્તપંચિકામાં મૂકી છે. આપ મુલાકાત લેશો? https://muktapanchika.wordpress.com/2016/11/05/muktapanchika-161105/

    આભાર અને શુભેચ્છાઓ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.