સાંભળીએ સાદ સર્જનહારનો..

 

સાંભળીએ સાદ સર્જનહારનો..41

                                                                       શાને આટલો રઘવાટ ?

પ્રિય દોસ્ત,

મને અનેક વાર આશ્વર્ય થાય છે કે દોસ્ત, તારું મન આટલું જટિલ કેમ છે ? તારા મનમાં રાજકારણની જેમ અનેક કાવાદાવા, પ્રપંચો, આટાપાટાની ઘટમાળ સતત  કેમ  ચાલતી રહે છે ? તું  સરળ અને સહજ કેમ નથી બની શકતો ? જીવનના સાચા અને સાત્વિક આનંદ કેમ નથી માણી શકતો ?  ખુલ્લી હવાનો આનંદ, સમી સાંજના આકાશમાં ઉઘડતા સૂર્યાસ્તની રંગછટા, રાત્રિના આકાશમાં હીરાજડિત આસમાન, આછા અંધકારમાં ગીતો ગાવાનો આનંદ, ફૂલોને, વૃક્ષોને, પ્રાણીઓને, પુસ્તકોને ચાહવાનો આનંદ, અને સૌથી મોટો અર્થાત અન્યને ચાહવાનો, સુખી કરવાનો આનંદ. તારું જે પણ કાર્ય હોય તેને ઉત્તમોતમ રીતે કરવાનો આનંદ, ગમે તેવા કામકાજ વચ્ચે પણ થોડી પળો મારી સાથે ગોઠડી કરી લેવાનો આનંદ..આ બધા આનંદ કેમ નથી માણી શકાતા ?

તારી બધી ઇચ્છાઓ, આકાંક્ષાઓ મારી પર છોડી દે અને મારામાં વિશ્વાસ રાખ કે હું જે પણ કરીશ તે તારા હિત માટે કરીશ. કદાચ શરૂઆતમાં તને મારા દરેક કાર્યના હેતુ ન પણ સમજાય તો પણ મારા પરનો વિશ્વાસ ડગાવીશ નહી. મારી જે ઇચ્છા હોય તે ભાવ અને શ્રધ્ધાથી સ્વીકારી લઇશ ને ? તારા દરેક કાર્ય પર મારી મંજૂરીની મહોર હોય એ તને ન ગમે ? તારી દરેક પળ પર મારા હસ્તાક્ષર મળે  એવું તું ન ઇચ્છે ? તારી કહેવાતી શ્રધ્ધા નહીં પણ અંતકરણની સાચી શ્રધ્ધા પ્રગટે કે તું જયાં છો , જે પણ પરિસ્થિતીમાં છો  એ કોઇ ચોક્કસ હેતુ માટે નિયત થયેલું છે. યોગ્ય સમયે,બધું આપોઆપ થયા કરશે. કેમકે તું જ બોલે છે ને કે હે મારા વાલા, તારી ઇચ્છા વિના આ પાંદડૂં યે નથી હાલતું તો જો આ ખરેખર તું સાચા દિલથી સ્વીકારતો હોય તો પછી જીવનમાં આટલી હાયવોય શાની ? આટલા દાવપેચ શાના ? મારે જે  અને જયારે કરવાનું હશે ત્યારે એ હું કરીશ જ. અને મારા સમયે જ કરીશ. આમ પણ  મારા દરબારમાં  પક્ષપાત કે ભેદભાવને કોઇ સ્થાન નથી એ તું સારી રીતે જાણે જ છે ને ? તો પછી આટલો રઘવાટ શાને ? શાને આ બધા ઉધામા ? બીજાની લીટી નાની કરવાના અભરખા આખરે શા માટે ? દોસ્ત, જીવન સરળ છે, સુંદર છે, સહજ છે.એની સહજતાનો સ્વીકાર કરતા શીખ અન્યને પછાડતા નહીં, પડેલાને ઉઠાવતા શીખ. મનના બધા ઉચાટ શમી જશે ત્યારે શાંતિના સરોવરમાં તારું હ્રદયકમળ શહસ્ત્રદલે  કેવું ખીલી ઉઠશે એનો દિલથી અહેસાસ કર. એ અદભૂતઅનુભૂતિ દોસ્ત, ગુમાવવા જેવી હરગિઝ નથી. 

દોસ્ત, જયાં સુધી તું તારું સર્વોત્તમ અખિલતાને ન આપે ત્યાં સુધી એ અખિલતાનો ભાગ બનવાની આશા તું કેમ રાખી શકે ?

 રત્નકણિકા

મારા હ્રદયના યાયાવર ગીત ઉડી ઉડીને તારા સ્નેહ કંઠમાં શરણ શોધે છે.

One thought on “સાંભળીએ સાદ સર્જનહારનો..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s