નોકરી કરતી છોકરી…

“ સારું ભણેલી..સારી નોકરી કરતી છોકરીને પરણતાં પહેલા…

” આ એક એવી યુવતી છે જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારા જેવા જ સપનાં અને મહત્વાકાન્ક્ષા છે. કેમકે એ પણ તમારા જેવી જ મનુષ્ય છે. એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો. કેમકે એ પણ ભણવામાં વ્યસ્ત હતી.

એક એવી સીસ્ટમ સાથે એ લડી રહી હતી જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઇ વિશિષ્ટ સગવડ આપતી નથી.

એણે પણ પોતાના મા, બાપ અને ભાઇ બહેનોને વીસથી પચ્ચીસ વરસ સુધી તમારી જેમ અને તમારી જેટલો જ પ્રેમ કર્યો છે.
આ એ સ્ત્રી છે..જે પોતાનું ઘર, પોતાના સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુધ્ધાં અપનાવવા તૈયાર થઇ છે.

પ્રથમ દિવસથી જ તે રસોઇમાં પારંગત હોવાનું ધારી લઇ,નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો.
એ કદાચ તમારા જેટલી જ થાકેલી હોય છતાં તમારી બધી અપેક્ષાઓ એણે પૂરી કરવી જોઇએ ..એ માન્યતામાંથી તમે એને મુક્તિ આપી શકતા નથી.
એને પણ તમારી જેમ જ પોતાનું મિત્ર વર્તુળ છે. જેમાં છોકરાઓ પણ છે અને નોકરી કરે છે એ જગ્યાએ પુરૂષ મિત્રો પણ છે.

એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી કે ગાઇ શકે છે. લાઇફ એંજોય કરી શકે છે.

કામના સ્થળેથી આવતા તમારી જેમ એને પણ મોડું થઇ શકે છે.

તમારી જેમ એના માતા પિતા માટે પણ એને કશુંક લેવાની, એને મદદ કરવાની ઇચ્છા થાય છે.
અને આ બધા માટે એ જાગૃત થાય છે. ત્યારે એના પર નારીવાદીનું..બંડખોરનું બિરુદ લાગે છે.
હા, એને બંડ કરવો પણ પડે કેમકે આજે પણ એને પુરૂષપ્રધાન સમાજમાં જીવવું પડે છે. જે એને એની આગવી પહેચાન આપતા..એના યોગ્ય હક્ક આપતા અચકાય છે.અને એને બંડખોર બનાવવામાં ફાળો આપે છે.

એને બંડખોર બનાવવી કે સ્નેહ અને સમજણથી અંતરના દ્વાર ઉઘાડા રાખીને એને દરેક રીતે મદદરૂપ થઇ, સહકાર આપી એને સાચા અર્થમાં તમારી અર્ધાગિની બનાવવી એ તમારે નક્કી કરવાનું છે.

2 thoughts on “નોકરી કરતી છોકરી…

  1. આજની ભણેલી સ્ત્રીઓ અને પરણ્યાં પછીની તેમની ઘર વ્યવ્સ્થા ઉપર તમે બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે, અને આજના જમાનાની આ ખરી હકીકત છે. કુંવારા હોય કે પરણેલા, બધા પુરુષોએ આ સમજવા જેવું છે અને તેમની પત્નીઓને, માતાઓને, બહેનને, ભાભીઓને સમજવાની અને તેમને પુરું માન આપવાની એ દરેક પુરુષની ફરજીયાત ફરજ છે.

    Liked by 1 person

  2. નિલમબહેન,
    સ્ત્રી-પુરુષ, કાળા-ધોળા, ભારતિય-અમેરિકી, ગુજરાતી-પંજાબી, હિન્દુ-મુસલમાન, વાણિયા-બામણકે અન્ય તમામ પ્રકારના ભેદ પાડનાર વિચારધારાની વિરુધ્ધ મારું મંતવ્ય સદાથી છે અને એનુ કારણ છે કે આવા તમામ ભેદ પાડવા તે, રાજકારીણી, મન-બુધ્ધીની નિપજ છે જે બન્ને પક્ષે વૈમનશ્ય ફેલાવ્યા વગર બીજું કશું કરી શકે તેમ નથી. ન તો બધા પુરુષો દુધે ધોયેલાં છે કે ન તો બધી સ્ત્રીઓ. ન તો બધા પુરુષો પોતાની પત્ની પર જુલમ કરતા હોય છે કે ન તો બધી સ્ત્રીઓ.
    સ્ત્રી- પુરુષની સમસ્યાનુ મૂળ છે પ્રેમનો અને સમજનો અભાવ. અને સમસ્યાનો ઈલાજ છે સડેલાં મૂળનો ઈલાજ કરવો નહીં કે રોગનાના લક્ષણૉને ભાંડવા. આપની વાત સાથે બહુમત સહમત થશે એ ચોક્કસ છે પણ કોઈને માખણ લગાવવા કરતાં મને જે યોગ્ય લાગે છે તે ખચકાયા વગર કહેવું મને વધુ ગમે. આપના મંતવ્યથી અલગ મંતવ્ય રજુ કરવા પાછળ આપને કે અન્ય મિત્રોને દુભવવાનો આશય નથી. મારું મંતવ્ય દરેકે સ્વિકારવું તેવો કોઈ આગ્રહ પણ નથી. સૌ ને પોતપોતાનુ મંતવ્ય ધરાવવાનો અધિકાર છે અને તેનુ હું સન્માન કરું છું.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s