સાંભળીએ સાદ સર્જનહારનો..

સાંભળીએ સાદ સર્જનહારનો.. 3

                                                     તારો સાદ કેમ મારા સુધી પહોંચતો નથી ?     

પ્રિય સખા,

કાલે મેં તારી સમક્ષ મારી પીડા વ્યક્ત કરી હતી. હા, હું થોડો નારાજ ચોક્કસ છું. પણ નિરાશ નથી. દોસ્ત,  તારી બધી અપૂર્ણતા પછી યે મને તારામાં વિશ્વાસ છે.મેં હજુ મારી શ્રધ્ધા સાવ ગુમાવી નથી અને એથી જ મારું સર્જન આજ સુધી અવિરત ચાલુ છે. દરેક નવા શિશુને હું એક આશા અને શ્રધ્ધા સાથે  આ વિશ્વમાં મોકલું છું.એમાંથી  કોઇ શિશુ તો મારું કાર્ય જરૂર ચાલુ રાખશે. દોસ્ત, તારી શક્તિ અને તારી મર્યાદા બંનેની મને જાણ છે. એનો મને સહજ સ્વીકાર પણ છે. પોતાના બાળકની ખામી માબાપ સહેલાઇથી સ્વીકારી શકે છે. તો મારે પણ સ્વીકારવી જ રહીને ?  દોસ્ત, મને તારી અપૂર્ણતા મંજૂર છે. પણ તારી ગતિ હમેશા પરિપૂર્ણ  થવા તરફની જ હોવી જોઇએ. એનાથી ઉલટી ગતિ દોસ્ત, મને સ્વીકાર્ય નથી. ભલે અત્યંત મંદ ગતિએ પણ તારી ચાલ, તારું દરેક કર્મ, તારું ધ્યાન તો મારી તરફ રાખી શકીશ ને ? શ્રેય અને પ્રેયના માર્ગની પસંદગી તો જીવનયાત્રામાં અનેક વાર આવતી રહેવાની. આવો કોઇ નિર્ણય કરવાની ઘડી આવે ત્યારે તું આસાન રસ્તા તરફ લલચાઇ તો નહીં જાય ને ?  આસાન રસ્તે ચાલવું સહેલું છે. પણ સાચું નથી. એ તને તારી મંઝિલથી હમેશા દૂર જ લઇ જશે.  તને મારાથી દૂર રાખશે અને દોસ્ત, સાચું કહું છું તારાથી દૂર રહેવું કે તું મારાથી દૂર જાય એ મને સહેજે ગમતી વાત નથી.  તારી ગતિ સાચી દિશા તરફ રાખજે જેથી હું તારી સાથે ચાલી શકું, તારી સાથે રહી શકું અને તારા વાત સાંભળી શકું. ખોટા રસ્તા પર હું ચાલી શકું એમ નથી. એ રસ્તે જતા તું મારો સાથ ગુમાવી બેસીશ. અને હું તારો સાદ નહીં સાંભળી શકું.  ખોટા રસ્તે હું કદી કોઇને મળતો નથી. કે એ રસ્તે ચાલતો નથી.એથી એ રસ્તે તું મને પોકારીશ તો પણ દોસ્ત, તારો અવાજ મને કયાંથી સંભળાવાનો ? પછી તું મને ફરિયાદ કરે કે મારો પરમાત્મા મારો અવાજ, મારી પ્રાર્થના સાંભળતો નથી.  દોસ્ત, આશા રાખું છું કે તું મારી વાત સમજી શકીશ અને સ્વીકારી શકીશ કે મારા  સુધી  તારો અવાજ ઘણી વાર કેમ  પહોંચતો નથી ? આપણા બંનેના  રસ્તા અલગ પડી ગયા હોય તો  તારો સાદ મારા સુધી ન જ  પહોંચે ને ?

 રત્નકણિકા..

હું રઝળપાટ કરતો હતો ત્યારે હે પગદંડી, મને તારો થાક લાગતો હતો, હવે તારા સખ્યમાં મજલ  મીઠી લાગે છે.

2 thoughts on “સાંભળીએ સાદ સર્જનહારનો..

  1. જૈન ધર્મમાં જૈનો માટે શબ્દ વપરાય છે,”શ્રાવક”. શ્રાવકનો અર્થ છે જે શ્રવણ કરે છે અથવા કહો કે શ્રવણની કળા જાણે છે. પરમાત્મા પ્રતિપળ આપણી સાથે સંવાદ કરે છે પરંતુ આપણી ભિતર એટલો બધો ઘંઘાટ છે કે આપણે તેનો અવાજ ભાગ્યેજ સાંભળીયે છીએ. બાકી પરમાત્મા સુધી પહોંચવા કે તેની સાથે સતત સંપર્ક બનાવી રાખવા બીજા કોઈ ઉટપટાંગ ઉપાયો, વ્રતો કે ઉપવાસોની જરુરિયાત નથી. કેવળ શ્રવણ પર્યાપ્ત છે. મા-બાપ તો પગપર ઊભા રહો એટલે આપણી તરફ અપાતું ધ્યાન ઓછું કરી નાખે કે એક સમયે છોડીને ચાલ્યા પણ જાય છે પરંતુ પરમાત્મા કદી હાથ છોડતો નથી. આ જન્મે ન સુધ્ર્યા તો બીજો, ત્રીજો, ચોથો એમ અનેક જન્મો અને ચાંસ આપ્યા જ કરે છે. એ આશામાં કે એક દિ જરુર આપણે તેનો અવાજ સાંભળતા થઈશું જ. બસ જરુર છે તો ભિતરનો કોલાહલ બંધ કરવાની.

    Liked by 2 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s