પરમ સખા પરમેશ્વરને..

 

પરમ સખા પરમેશ્વરને..

પ્રિય સખા,

 હે પરમ પિતા, આજની સુંદર સવારે સૌ પ્રથમ હું શીશ નમાવી, તારી અનહદ કૃપાનો અહોભાવથી સ્વીકાર કરીને  શત શત વંદન કરું છું.

 હે પરમ કૃપાળુ પરમાત્મા, આજે ફરી એકવાર જાગી શકાયું એ માટે દિલથી આભાર. અનેક લોકો સૂતા પછી બીજી સવાર જોઇ શકતા નથી એ હું જાણું છું. પણ તેં મને એક વધુ સવારની અણમોલ  ભેટ આપી છે. હવે એ સવારને વેડફયા સિવાય  એને વધારે સુંદર બનાવવાની જવાબદારી તો મારી જ કહેવાય. પણ હે કરૂણાસાગર, તારી મદદની જરૂર તો મને ક્ષણે ક્ષણે પડવાની જ ને ?

 હે કૃપાળુ,  તું મારો  પરમ સખા બનીશ  ? તું મને રસ્તો બતાવીશ  ? મને જાણ છે કે તને સખા બનાવવા માટે મારે પાત્રતા કેળવવી પડશે.  એ પાત્રતા કેળવવા માટે હું પૂરા દિલથી સંનિષ્ઠ પ્રયાસ કરીશ. પણ કયારેક એમાં ચૂકી જાઉં, કદીક થાકી જાઉં કે હારી જાઉં, ભૂલ કરી બેસું, કદીક નિરાશ બનીને બેસી રહું એવે સમયે પણ હે ઇશ્વર, તું મારો સાથ છોડી તો નહીં દે ને ?  કદીક ખીજાઇને, કદીક કોઇ રૂપે ઠપકો આપીને , નાની મોટી સજા કરીને પણ આખરે તો તું સાથ આપીશ જ ને ? આખરે તો હું તારું સર્જન, તારો જ એક અંશ છું ને ? હું ખોટે રસ્તે ન ચાલું એ જોવાની તારી પણ ફરજ ખરી કે નહીં ? મારો કાન પકડવાની તને છૂટ છે. મારી ભીતર બેસેલો તું મને બસ રસ્તો ચીંધતો રહેજે. એ રસ્તે ચાલવાની મારી  જવાબદારી હું નિભાવીશ.

 હે પરમાત્મા, આજે હું તને જ નહીં મારી જાતને વચન આપું છું. હું છું એના કરતા ભલે થોડોક જ..પણ વધારે સારો માનવ બનવાની કોશિષ કરતો રહીશ. સફળતા કે નિષ્ફળતા એની મને જાણ નથી. પણ મારી મથામણ તો ચાલુ રહેશે જ. . આજ સુધી જે જિવાયું છે,  સારું કે ખરાબ..જેવું પણ જિવાયું છે..એ બધું ભૂલી જવું છે. આજે મારું જીવન  જેવું પણ છે એને એનાથી થોડું વધારે સારું બનાવવાની મારી આ મથામણ અવિરત ચાલુ રહે એ જ મારી પ્રાર્થના છે.

હે ઇશ્વર, અત્યારે સમય બદલાઇ ગયો છે ને હજુ પણ સતત બદલાઇ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે ત્યારે પ્રાર્થના વિશેની અમારી સમજમાં પણ પરિવર્તન આવવું જ રહ્યું ને ? આજ સુધી પ્રાર્થના એટલે તારી પાસે અમારી ક્ષુલ્લક માગણીઓ કર્યા કરવી, દીન સ્વરે અમારા પોતા માટે કે કુટુંબ માટે જાતજાતન સ્વાર્થની યાચના કર્યા કરવી, કે તારે મંદિરે આવીને ભજન ગાતા બેસી રહેવું, એક આદત મુજબ તને નમન કરીને, તને મળ્યાનો સંતોષ માની, મનને મનાવી લેવું. એટલે એક કામ પૂરું થઇ ગયું. એટલા જ અર્થની જાણ હતી. પણ હે કૃપાળુ, હવે જયારે મારી ભીતરની આંખ ઉઘડી છે ત્યારે મને અહેસાસ થ ઇ રહ્યો છે કે જે મંદિરે હું જાઉં છું અને તારા દર્શન કર્યાના વહેમમાં રાચું છું ત્યાં તો તારી હાજરી છે જ નહીં.

હે પરમ સખા, આજે  મારી સમજણના દ્વાર ઉઘડયા છે. ત્યારે તારી તરફ દોસ્તીનો હાથ લંબાવીને નવી કેડીએ ચાલવાનું શરૂ કર્યું છે. ગતિ ધીમી પણ હોઇ શકે. પણ અટકશે તો નહીં જ..બસ..એ શ્રધ્ધા સાથે જ જીવતરની આ યાત્રા નવેસરથી શરૂ કરી છે.ત્યારે હે પરમ સખા, મારા મનમાં કોઇ પણ પ્રકારનું અભિમાન જાગે તો એને તારી સમીપ શિર ઝૂકાવવાનું શીખવજે, મારી વાણીમાં કોઇ કટુતા ભળે, કોઇ માટે કડવા વેણ નીકળે ત્યારે હે ઇશ, તું મારી વાણીને મૃદુ બનવાનું વરદાન આપજે ને મારા મનના કમાડ ખોલીને એની ભીતરમાં હે કરૂણાસાગર , તું પ્રેમદીપ જરૂર જલાવજે. મારી આજની આ પ્રાર્થના તું કબૂલ કરીશ ને ?

લિ. તારો દોસ્ત થવા મથતો માનવ

પ્રાર્થના એટલે પૂરા મનથી  પરમનો રૂણ સ્વીકાર.

 ચપટીક અજવાળું..

ચપટીક અજવાળું..

તુરક મસિદે, હિન્દુ દેહરે, આપ આપકો ધાય,

અલખ પુરુષ ભીતરે, તાકો દ્વાર ન પાય.

અર્થાત..

પરમાત્માના દર્શન માટે મુસલમાન મસ્જિદ તરફ અને હિન્દુ મંદિર તરફ દોટ મૂકે છે.. સહુ પોતપોતાના સ્થાનક તરફ દોટ મૂકે છે. પરંતુ  પરમાત્મા તો આપણી અંદર છે. જે બહાર દોટ લગાવતા ફરે છે એને અંતરમાં વસતા ઇશ્વરના દ્વાર મળતા નથી.

 

6 thoughts on “પરમ સખા પરમેશ્વરને..

  1. નિલમબેન, સરસ ! અંત:કરણની આપની ભાવનાઓને શાબ્દીકરુપ આપવાની કળા તો અનુભવની એરણ પર ટીપાયા બાદ જ આવી શકે, જે આપની ઈશ્વરદત્ત બક્શીસ જ કહેવાય અને આભાર હરપળ માનીઅ એટલો ઓછો જ છે. કહેવાય છે કે હાથે એ સાથે…જે આપણે જીવતાં જ કર્યું હશે એ જ સાથે આવશે, આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય એમસ્તો, કાલ કોણે દીઠીછે? કલ કરો સો આજ અને આજ કરો સો અબ ઈસ ઘડી…અનિશ્ચિતતા ઓનો દૌર શરુ થઈ ચુકયો છે અને એમ પણ કહેવાય છે કે અણી ચૂક્યો સો વરસ જીવે, પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હમસબ પર સદાય બની રહે એવી અભ્યર્થના સાથે…આત્મીય ઉષા.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s