તૂ તૂ મૈં મૈં..વાત એક નાનકડી..

તૂ તૂ મેં મેં… .વાત એક નાનકડી..( સંદેશ )

 સાસુ વહુ વચ્ચેની સનાતન કચકચથી મોના અને સાગરનું ઘર પણ બાકાત નહોતું.અને એમાં કોનો દોષ વધારે હતો કહેવું પણ અઘરું હતું.સાસુ ભારતીબેનને ઘરમાં  દરેક વાત પોતાની રીતે , અને પોતાને પૂછીને   થવી જોઇએ.એવો દુરાગ્રહ રહેતો.સામે પક્ષે મોનાનાં સાસુની કચકચ સાંભળવાની કોઇ  તૈયારી  નહોતી.તે તુરત સાસુને સામા જવાબ આપી દેતી. અને પછી તો મહાભારતનું યુધ્ધ શરૂ થતા કયાં વાર લાગતી હોય છે ?

અને વાત કંઇ આજકાલની નહોતી મોના પરણીને સાસરે આવી ત્યારથી સામાન્ય રીતે બને છે તેમ સાસુ સાથે તેને  કંઇ બહું જામ્યું નહીં. બંનેના વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. ને બંને પક્ષે બહું  પરિવર્તનની આશા રાખી શકાય તેમ નહોતી. મોના પતિ આગળ સાસુની ફરિયાદ કરતી રહેતી..અને સાસુ પુત્ર આગળ વહુના અવગુણ વીણી વીણીને ગાતા રહેતા. સદનસીબે સસરાજીને ભાગે બધું જોવાનું આવ્યું નહીં કેમકે  સસરાજી તો બધા માયાજાળથી મુકત બની બે વરસ પહેલા સ્વેર્ગે સિધાવી ગયા હતા.સાગરને પણ માનો વાંક વધારે દેખાતો. તે પત્નીને હમેશા કહેતો રહેતો,

 ’ મોના, ઘર માને નામે છે. ત્યાં સુધી આપણે કંઇ કરી શકીએ તેમ નથી. ’

 એવું  કઈ કરવાનું મેં કયાં કયારેય કહ્યું છે ? બા કંઇ ઘર ભેગું નથી બાંધી જવાના. હું પણ જાણું છું અને મને એવો કોઇ મોહ પણ નથી. પણ બાની કચકચથી હું ખરેખર  થાકી છું. મારા દરેક કામમાં ખોડખાપણ કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પચે નહીં. બધી વાતમાં એમની સલાહ સૂચના ચાલુ હોય..હું તો જાણે સાવ અક્કલ વિનાની.’

મોના ગુસ્સાથી ઉકળતી રહેતી.

 સાક્ષી ભાવે બધું જોતો સમય તો પોતાની રીતે દોડી રહ્યો હતો.

હવે મોના બે સંતાનની મા બની હતી. અને સાસુ હવે શારીરિક રીતે બહું સક્ષમ નહોતા રહ્યા.તેથી થોડા શાંત થયા હતા. અને સામે પક્ષે મોનાને પણ બાળકોમાંથી સમય નહોતો મળતો. પરિણામે ઘરમાં નાની નાની કચકચ થતી પણ મોટા ઝગડાઓ માટે બહું અવકાશ નહોતો રહેતો.

 

સાગર ને પણ માની આવી કચકચ ગમતી નહીં.પોતે આવડો મોટો થયો તો પણ બા તેને ટોકતા રહેતા. કે તેની વાતોમાં ખામી બતાવતા રહેતા. સાગર અકળાતો. પણ મકાન બાને નામે હતું. પિતા મકાન અને  થોડી ઘણી જે પણ મિલ્કત  હતી બધી  બાને નામે કરી ગયા હતા.

   બધું પોતાને નામે થાય ત્યાં સુધી તો માને સાચવવાની હતી. આમ તો બા જમાનાના ખાધેલ હતા..પણ હવે શક્તિ રહી નહોતીઅને તેમને કદાચ વહુમાં વિશ્વાસ નહોતો.પણ દીકરામાં તો વિશ્વાસ હતો . વિશ્વાસનો ગેરલાભ લઇને એક દિવસ સાગરે  મીઠી મીઠી વાતો કરી મા પાસે બધા કાગળોમાં સહી કરાવી લીધીહવે મા ખાલી ખમ્મ..જોકે આવી કોઇ સહીઓ  કયારે કરાવી..કેમ કરાવી એની જાણ મોનાને પણ નહોતી થઇ. તે તો  બાળકોમાં..તેના અભ્યાસમાં  મશગૂલ હતી.

 હવે માની દવાનો ખર્ચો વધ્યો હતો. બી.પી,ડાયાબીટીસ, સન્ધિવાજેવી વ્યાધિઓએ પીછો પકડયો હતો. માના પૈસા તો હવે રહ્યા નહોતા. હવે સાગરને દર મહિને ખર્ચો ભારે પડતો હતો. કયાંય પણ જવું હોય તો બાને સાથે લઇ જાવ અથવા તેમને એકલા મૂકીને જાવ..અને એકલા મૂકીને જવાનું નક્કી કરે એટલે બાને અચૂક વાંધો આવી જાય. બાએ બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે. હવે બા હોય કે હોય શું ફરક પડે છે ? સાગરને થતું કે  બુઢ્ઢા લોકો.. શાંતિથી જીવે જીવવા દે..બસ..બધા ઉપર ભારરૂપ બનીને પડયા રહે.

દીકરાને હવે માની કોઇ જરૂર નહોતી રહી. અને જાણે કળિયુગે સાગરમાં પૂરેપૂરો પ્રવેશ મેળવી લીધો હતો. અને એક દિવસ અંતે સાગર કોઇ બહાનું કાઢીને..ગમે તેમ કરી બાને સમજાવીને એક વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો. બા બિચારાએ ઘણાં કાલાવાલા કર્યા..પોતે એક ખૂણામાં પડી રહેશે એમ પણ કહ્યું..આમ પણ હવે પોતે કયાં કશું બોલે છે ?

પણ સાગરને કોઇ અસર થઇ. બધું થયું ત્યારે  બાળકોને  વેકેશન હતુંતેથી મોના બાળકોને  લઇને  પિયર ગઇ હતી. જતા પહેલા પણ તેને સાસુ સાથે ઝગડો થયો હતો. સાસુ તેને જવા દેવા નહોતા ઇચ્છતા પણ મોના એક કયાં કોઇનું સાંભળે એમ હતી ? વેકેશનમાં પણ બાળકોને  મામાને ઘેર જવા મળે કેમ ચાલે ? તેથી સાસુની કોઇ વાત ગણકાર્યા સિવાય તે થોડા દિવસ  પિયર ઉપડી ગઇ હતી.પતિને કોઇ વાંધો નહોતો.પછી બીજી શું ચિંતા કરવાની ?

તેના ગયા પછી સાગર બાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો. પણ સાગરે 

ફોનમાં પત્નીને આવી કોઇ વાત કરી નહીં.

પિયરથી  આવીને મોનાને ખબર પડશે ત્યારે તે  ખુશ થશે.. હવે ઘરમાં  બધા શાંતિથી રહી શકશેપોતે પત્નીને કહેશે કે બધી હેરાનગતિનો  કાયમી ઉપાય તેણે અંતે કરી  લીધો હતો. થોડા દિવસ પછી મોના પિયરથી આવી.

ઘરમાં બાને જોતા તેને આશ્ર્વર્ય થયું. સાગરને પૂછતા તેણે બાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યાનું જણાવ્યું. મોના તો વાત સાંભળી સ્તબ્ધ થઇ ગઇ.

સાગર..તું..તું દીકરો થઇને બાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો ? ’

; સારું કર્યું ને ? વરસોથી તારી ફરિયાદ હતી. હવે તારે નિરાંત..બાની કચકચમાંથી આટલા વરસે તને મુક્તિ મળીઆજે પાર્ટી તારા તરફથી હોંસાગર..પ્લીઝમોના અકળાઇ.સાગરને મોનાનું વર્તન સમજાયું. ખુશ થવાને બદલે મોના આમ…?

સાગર, સોરી..પણ તું મને ઓળખી શકયો નથી.’ ’ એટલે ? બાની ફરિયાદ તું મને કરતી હતી. ફરિયાદ તો છોકરાઓની પણ હું અનેકવાર કરું છું. તેથી એમને કોઇ અનાથાશ્રમમાં મૂકી આવીશું ? ’

મોના, કેવી પાગલ જેવી વાત કરે છે ? મને તારું વર્તન સમજાતું નથી. મને તો એમ કે તું ખુશ થાઇશઆટલા વરસે તને સાસુની કચકચમાંથી મુક્તિ મળી તેથી.પણ તેને બદલે તું તો…..’ ’ સાગર, મને અફસોસ થાય  છે કે આટલા વરસ સાથે રહ્યા બાદ પણ તું મને સાચી રીતે ઓળખી શકયો નથી. સાગર ઝગડા તો કયા ઘરમાં નથી થતા ? મને સાસુની કોઇ વાત ગમે તેટલી ગમતી હોય..હું તારી પાસે ગમે તેટલી ફરિયાદ કરતી હોઉં..તો પણ એનો અર્થ નથી કે પોતાની વ્યક્તિને  આપણે આમ  ઘરમાંથી કાઢી મૂકીએ ? આપણને એવો કોઇ હક્ક નથી..’ 

મોનામને તો એમ કે….’ ’ પ્લીઝ..સાગર..કાલે છોકરાઓ પણ આપણને વૃધ્ધાશ્રમમાં મૂકી આવશે ત્યારે ? હું ગમે તેટલી ખરાબ હોઉં..પણ જનેતાને કાઢી મૂકવા જેટલી અધમ તો નથી ..મારે પણ મા છે. સાગર, મને તારી દયા આવે છે અને અફસોસ પણ થાય છે. સાગર, તારી પણ અનેક વાતો નાનપણમાં બાને નહીં ગમી હોય. પણ એણે તો કદી તને…..’

કહેતા મોનાની આંખ છલકાઇ આવી.

સાગરની આંખો પણ ભીની બની ઉઠી.

તેને પોતાની ભૂલ સમજાઇપોતે શું કરી બેઠોજનેતાને ઘરમાંથી હાંકી કાઢી ? જેણે પોતાને જન્મ આપીને કેવા યે હેતથી..કેવા સપનાઓ સાથે ઘરમાં આવકાર્યો હતો..તેને આજે પોતે આમ….? સાગરની નજર સામે હવે શૈશવના અનેક મીઠા દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા. તેના અફસોસનો પાર રહ્યો.

સાગર, જાગ્યા ત્યાંથી સવાર. બા ની માફી માગવાથી આપણે કંઇ નાના નહીં બની  જઇએ.’

 

બીજે દિવસે સવારના મોના અને સાગર બાને વૃધ્ધાશ્રમમાંથી ઘેર લાવ્યા.. સાગરે આંસુભીની આંખે માની માફી માગી..અને માએ દીકરાને વહાલથી ગળે લગાડયો ત્યારે બધાની આંખો ભીની બની હતી.

સાગરને પોતાની ભૂલ સમજાઇ હતી..પોતે આવો સ્વાર્થી કેમ બન્યો ? શૈશવની અનેક વાતો તેને યાદ આવતી રહી. બાના ખોળામાં માથું મૂકી આજે વરસો બાદ ફરી એકવાર તે નાનો બની ગયો. બાની આંખમાંથી શ્રાવણ ભાદરવો આજે સૂકાય એમ નહોતા. મોના મા દીકરાનું મિલન જોઇ હરખાઇ રહી.

મોના, તેં મને મારી ભૂલ બતાવીહું પુત્ર હોવા છતાં…. હું થોડી પુત્ર છું..હું તો પૂત્રવધૂઅર્થાત્  પુત્રથી પણ વધારે..સમજયો ? બા મોનાને ભેટી પડયા.

બેટા, હું તને ઓળખી શકી..

બા..એનો અર્થ નથી કે આપણી તૂ તૂ મૈં મૈં બંધ થઇ જશે..એની આદત પડી ગઇ છે..એના વિના આપણને બંનેને અડવું લાગશે.’ 

કહેતા મોના ખડખડાટ હસી પડી. બાળકોએ, સાગરે અને બાએ પણ એમાં સાથ પૂરાવ્યો. અને ઘરની દીવાલોને પણ જાણે ટહુકા ફૂટી નીકળ્યા.

Nilam doshi

nilamhdoshi@gmail.com

 

 

4 thoughts on “તૂ તૂ મૈં મૈં..વાત એક નાનકડી..

 1. Jivan ma ghanu badhu hoy che e to jyare chutaa padie tyarej smjay, baki to ansamj, miscommunication,generation gap, hu no ghamand, svabhav, abhav, jyare maturity ane vivek aave to bas.aapo aap huf hoyj.

  Like

 2. સાસુ જુના જમાનાની હોય કે નવા, પણ એ પોતાનો સ્વભાવ બહુ ન છોડી શકે, સાગર જેવા પણ ઘણા દીકરાઓ હોઈ શકે, પણ, બધી વહુઓ જો મોના જેવી સમજદાર બને તો દરેક કુટુંબ સ્વર્ગ બની જાય….

  બહુ સરસ સંદેશ આપતી સુંદર વાર્તા છે.

  Like

 3. શ્રીમતી નીલમબેન,
  આજે તમારો લેખ “વાત એક વસમી પ્રતીક્ષાની” વાંચ્યો. બહુ ભયાનક અનુભવ તમે લખ્યો છે. એવું લાગતું હશે, જાણે ટીવીમાં કોઈ “હોરર” સીરિયલ જોતાં હોઈએ….

  તમે ખરું લખ્યું છે, ટીવીમાં જોવું અને જાતે નજર સામે અનુભવવું એ બન્ને વચ્ચે આસમાન જમીનનો તફાવત છે…. અત્યંત તાદ્રશ સંવેદના ભરપૂર ,પ્રતીક્ષા લેખ વાંચતા પણ, ઘણીવાર આંખ ભીની થઈ આવી,..પ્રભુ આવી પ્રતીક્ષા ફરી ના કરાવે એજ પ્રાર્થના.

  અને ખરી વાત છે, સરકાર તો મદદ કરે, પણ, લશ્કરના માણસો જે મદદ કરે છે, તેનાથી જાનહાની બહુ બચી જાય છે…
  ૧૯૯૯ અને પછી ૨૦૦૫-૨૦૦૬ની “સુનામી” તો આનાથી પણ ભયંકર હશે…

  આગળ શું થયું તે પણ તમે લખ્યું જ હશે, તેની લીંક મોકલાવ્શો…???

  Mansukhlal Gandhi
  Los Angeles, CA
  U.S.A.
  mdgandhi21@hotmail.com

  Date: Mon, 11 Aug 2014 13:45:39 +0000
  To: mdgandhi21@hotmail.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.