આંસુ ગઝલ

આંસુ..gazal

ભીની બે પાંપણોની ધારે અટકયાં છે આંસુ,
ઝુમ્મર બની આંખમાં લટકયાં છે આંસુ

વાદળો ઘેરાયા છે અઢળક દિલના આકાશમાં
તરલ આંખોથી અંતે છટકયા છે આંસુ

પાંડવો સમ પાંચ પાંચ પતિ, તો યે,
દ્રૌપદીની આંખે સદા થીજયા છે આંસુ.

અન્યને કયાં કદી નજરે ચડયા છે ?
હાસ્ય ઓથે હમેશ થરથર્યા છે આંસુ

ભવભવનો રહ્યો છે નાતો અતૂટ
કપાળના કૂવામાં સદા તબકયા છે આંસુ

આંખોની તગતગતી બે દીવાદાંડીમાં
કોઇના પાલવને ઝંખતા સરકયા છે આંસુ

કારણ, કાર્યના કોઇ સંબંધ વિના યે
ગુલમહોરી આંખે સદા શ્વસ્યા છે આંસુ

3 thoughts on “આંસુ ગઝલ

 1. JSK.DRNilamdi….kem chho?aasha sang antarethi ek hash!chhe ke tame
  sarvadaa mangal-mahal j hasho!!kale holi chhe to khushrang holi ni
  ful-gulali shubhechho.ne ramya Ravivaare dhuleTI…raszarati aanandni
  chhoLO zaratai rahe umrbhar ae j dili khwahish!!”aansu””gazal..umada…maza
  aavi gai!!aavajo.

  aapni j kartika desainaa

  ssneh smit-pallav.[?]

  sang zaduko zappi[?]sangful-yaad[?][?][?],

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s