ચપટી ઉજાસ.. 200
ઝિલમિલ સિતારોંકા આંગન
અહીં ઋષિકેષના શાંત, પાવન વાતાવરણમાં અને ખાસ કરીને ઝિલમિલના આ વિશાળ, અનોખા પ્રાંગણમાં મારી બધી દીકરીઓને બહું ગમ્યું. અહીં આટલી બધી દીકરીઓ સાથે તેમને ભળતા વાર ન લાગી. બે દિવસમાં તો અહીંના વાતાવરણમાં તેઓ ઓતપ્રોત થઇ ગઇ. ફૈબાને તેમને મળીને ખૂબ આનંદ થયો હતો. મારા ફૈબા આજે પણ એવા જ હતા..અંદરથી જરાયે બદલાયા નહોતા. અને અસદ અંકલ નીરજની જેમ જ મુઠ્ઠી ઉંચેરા માનવી હતા એનો અનુભવ અહીં મને થતો રહ્યો. ફૈબાની પસંદગી ખોટી સાબિત નહોતી થઇ.એનો મને આનંદ હતો. અહીં કોઇ હિંદુ કે કોઇ મુસ્લીમ કયાં હતું ? અહીં તો લેબલ વિનાના સાચુકલા માનવીઓ હતા. ફૈબા કહે, અહીં અમે ફકત છોકરીઓ એટલે રાખી છે. કે મોટા થઇને..પોતાના સંસારમાં ગયા પછી તેઓ જયારે મા બને ત્યારે તેમના બાળકોને સાચા સંસ્કારથી સીંચી શકે.. અને એ રીતે ધીમે ધીમે એક નવા સમાજના નિર્માણમાં તેઓ પોતાનું યોગદાન આપી શકે.જે સમાજની સ્ત્રી સાચા અર્થમાં સંસ્કારી..તેજસ્વી હોય એ સમાજ આપોઆપ તન્દુરસ્ત થવાનો.
હા..ફૈબા, સમજાય છે મને તમારી વાત.
જૂઇ, એક રીતે આપણા બંનેનો માર્ગ એક જ થયો ને ? તું ને હું ..આપણી વેવલેંથ કેટલી મળતી આવી..આટલા દૂર રહ્યા છતાં ..વરસોથી ન મળ્યા હોવા છતાં જાણ્યે અજાણ્યે આપણો જીવનરાહ એક જ બની રહ્યો. એ કોઇ યોગાનુયોગ છે કે શું ? આપણો આ કયો સંબંધ છે. આપનો સંબંધ કંઇ ફકત ફૈબા અને ભત્રીજીનો જ તો નથી. તારા જન્મના પહેલા દિવસથી.. તેં મારી સામે કરેલા પહેલા હાસ્યથી હું તારી સાથે ન જાણે કેવી રીતે જોડાઇ ચૂકી હતી..
ફૈબા ગળગળા અવાજે બોલતા રહ્યા.
હા..ફૈબા , મારા જીવનમાં મારી મમ્મી કરતા યે પહેલું સ્થાન હમેશા તમારું જ રહ્યું હતું..અને રહ્યું છે. જીવનની કોઇ પણ મુશ્કેલીના સમયે મને મા નહીં..મારા ફૈબા જ યાદ આવ્યા છે. ખબર છે ફૈબા. ? તમારા વિના હું.. મારું જીવન કેટલું અધુરું હતું ? દરેક પળે મેં અંદરથી તમને ઝંખ્યા છે. તમને શોધ્યા છે.
વાતો કરતા અમે બંને રીતસર રડી જ પડયા હતા.અમે બંને નસીબદાર હતા કે નીરજ અને અસદ અંકલ જેવા જીવનના સહયાત્રીઓ મળ્યા હતા.
અમે બંને અમારી અલગ કેડી કંડારી શકયા હતા. કોઇને ચીલે ચાલવાને બદલે અમારો અલગ ચીલો બનાવી શકયા હતા..જેના ઉપર કદાચ ભવિષ્યમાં કોઇને ચાલવું ગમે. એવી આશા મનમાં જરૂર હતી. ઉપર જશું ત્યારે જીવનનો ઉજળો હિસાબ આપી શકાશે એવી શ્રધ્ધા હતી.
ફૈબાએ દાદીમા, મમ્મી, પપ્પા ..આખા કુટુંબને યાદ કર્યા હતા.
જૂઇ, મારો કુટુંબ સાથે એટલો જ ઋર્ણાનુબંધ હશે. જીવનમાં કંઇક પામવા માટે કંઇક ગુમાવવું પણ પડતું જ હોય છે ને ? એકને અનેકમાં ઓગાળીને મને જીવન સાર્થક બન્યું હોય એમ લાગે છે. સ્વમાંથી પર તરફ જવાના માર્ગમાં ઘણું બધું છોડવું પડતું હોય છે. અને ઇશ્વરની આપણી ઉપર કેવી અનહદ કૃપા છે કે આપણને આવા જીવનસાથી મળ્યા.. આવી મીઠડી દીકરીઓ મળી અને આવું સુંદર જીવનકાર્ય મળ્યું.
નીરજ અને અસદ અંકલ મારી ને ફૈબાની જેમ જ ભળી ગયા હતા.
જૂઇ, આપણું જીવનકાર્ય .જીવનરાહ જયારે એક જ નીકળ્યો છે. ઇશ્વરે આપણને બંનેને સરખું જ કામ કરવાની પ્રેરણા આપી છે ત્યારે મને લાગે છે.. તું પણ અહીં જ આવી જા.. તમે બધા અહીં આવી જશો તો મને ગમશે. આમ પણ મારા ગયા પછી તું જ મારી સાચી વારસદાર છે.આ કામ તારે જ આગળ વધારવાનું છે.
મને અને નીરજને, બધી દીકરીઓને પણ વાત ગમી હતી. અમે થોડા દિવસો પાછા ગયા બધું સમેટીને અહીં જોડાઇ જવા..
અને આજે અમારી ઝિલમિલનો ઉજાસ અમારા જીવનમાં..અમારી આટલી બધી દીકરીઓના જીવનમાં રેલાઇ રહ્યો છે.
મિત્રો, હું જૂઇ, મારા જન્મથી યે પહેલાની ક્ષણોમાં મેં તમને બધાને મારા જીવનમાં સામેલ કર્યા હતા. હું એક સાવ સામાન્ય છોકરી.. સામાન્ય ઘરની..મીડલ કલાસની છોકરી..ઇશ્વરક્રપાથી મારી શક્તિ અને સમજણ મુજબ થોડું કંઇક કરી શકી એનો સંતોષ છે. મારા જીવનની આખી સફર મેં તમારી સાથે માણી છે. મારા સુખ, દુખ મેં તમારી સાથે વહેંચ્યા છે. તમે સૌ એમાં સહભાગી થયા છો એના આનંદ સાથે ..હું જૂઇ, તમારા બધાનો આભાર માનું છું. મિત્રો, મેં મારી પ્રેરણામૂર્તિ મારા ફૈબાની ઓળખાણ પણ તમને કરાવી છે. મિત્રો, અમને સૌને કયારેક યાદ કરશો ને ? અમારા કાર્યમાં કદીક સહભાગી બનશો ને ?
આપ સૌના જીવનમાં ઝિલમિલ ઉજાસ પથરાઇ રહે.અને આપનો જીવનપથ ઉજ્જવળ બની રહે એ ભાવના સાથે સૌની વિદાય લેતા આપ સર્વને જૂઇના સ્નેહ વંદન.
સમાપ્ત
with this chapti ujas completed..thanks a lot all my dear readers…
i would like to hear abt this series from you..and yes..this can be available as book too..its available on amazon.com…if any problem pl, do let me know.
once again thanks a lot my all readers for your support, for being with me whole time. salam..salam.. to my dear readers..and am sure for yur support in future too..
thank u prabhuji, lokone nagmto sath ke je thay che sara mate, ema moun thavu vadhu labhdayk che.badhane mate.
LikeLike
સુંદર અને સુખદ જીવનની આખી સફર વાંચીને તમારા સૌના જીવનમાં પણ ઝિલમિલ ઉજાસ પથરાઇ રહે,અને તમારો ભવિષ્યનો જીવનપથ પણ ઉજ્જવળ બની રહે એ અમારી પણ ભાવના છે.
LikeLike
Thanks a lot for giving us such a nice series…
LikeLike
Thank you so……. much for such a Beautiful story. We will miss Jui here.
Please start a new one soon .
LikeLike
શ્રી નીલમબેન ,
આજે ચપટી ઉજાસ તેની ઉર્ઘ્વ ટોચે પહોચીને વિરમે છે .એક ભાવક તરીકે અમે એમાં ભરપૂર ડૂબ્યા છીએ .સમાજને અનેક નવા
રાહ ચીઘ્યા છે .જુઈ અમારું ચહીતુ પાત્ર બનીને કંઈક અલગ રીતે જીદગી જીવવાની પ્રેરણા આપતું અમારા મનોજગતમાં સિથ્ત
થઇ બેઠું છે .આવા સુંદર ભાવ જગતની યાત્રા કરાવવા બદલ આપનો ખૂબખૂબ આભાર અને અંતરના અભિનદન
LikeLike
અભિનંદન નિલમ! વાર્તાનો અંત ભાવવિભોર કરી દે તેવો સુંદર છે. જૂઈ એક યાદગાર પાત્ર થઈ રહેશે અને ગુજરાતી સાહિત્યમાં સદાય પ્રકાશતુ રહેશે. ૨૦૦ પ્રકરણ સુધી લંબાયેલી અને છતાં છેવટ સુધી રસ જળવાય તેવી જૂ્જ કૃતિઓમાં ‘ચપટી ઉજાસ” પથરાઈ રહે તેવી શુભેચ્છા!
LikeLike
ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..
LikeLike