chapti ujas..174

 

ચપટી ઉજાસ.. 174

                                                                          જૂઇ ભૂખી નથી, જૂઇ તરસી નથી..

મારા લગ્નને એક મહિનો થઇ ગયો છે. મને એમ કે આટલું  શ્રીમંત ઘર છે તેથી લગ્ન પછી થોડા દિવસ  કયાંક બહારગામ જવાનું જરૂર હશે..પણ અખિલે કહ્યું કે  એને હમણાં સમય નથી. દુકાનમાં ઘણું કામ છે.  એથી પછી કયારેક જશું.મેં મૌન રહીને એનો નિર્ણય સ્વીકાર્યો.

વચ્ચે મારું બી.એસ.સીનું પરિણામ આવી ગયું. હું યુનીવર્સીટીમાં પ્રથમ આવી હતી. બરાબર મારા ફૈબાની જેમ જ.. મારા સસરાજી તેની ખુશાલીમાં મોટી પાર્ટી તો રાખી હતી.પણ ઘરમાં કોઇએ દિલથી અભિનંદન ન આપ્યા એની મને નવાઇ લાગી. અખિલ પણ કંઇ ન બોલ્યો. ખબર નહીં કેમ હું પહેલા જ દિવસથી પતિ સાથે નિખાલસતાથી કોઇ વાત કરી શકતી નહીં. એનો સતત ડર જ લાગતો હતો. પહેલે જ દિવસે એણે મને કહી દીધું  હતું કે જો મને મારી સામે કોઇ દલીલો કરે..ચર્ચા કરે એ પસંદ નથી. તું મારાથી વધારે ભણેલી છો તો એનો ફાંકો રાખવાની જરૂર નથી. હું તો સ્તબ્ધ બની ગઇ હતી. મને તો આવો કોઇ વિચાર પણ કદી નહોતો આવ્યો.

સસરાજીએ પાર્ટી એટલે રાખી હતી કે એમના દીકરાને આવી હોંશિયાર વહુ મળી છે અને એનું એ લોકોને પણ ગૌરવ છે. હકીકતે આ પાર્ટી ફકત દેખાડા પૂરતી જ હતી એ સમજાઇ જતા મને વાર ન લાગી. મારા દાદીમા, મમ્મી, પપ્પા બધા પાર્ટીમાં આવ્યા હતા અને દીકરીની સફળતા જોઇને હરખાતા હતા.હું તેમને મળીને બીજું બધું ભૂલી ગઇ.

બેટા, તું ખુશ તો છે ને ?

હા..મમ્મી, તારી જૂઇ ભૂખી નથી..તરસી નથી..આંબાની ડાળે નહીં પણ બંગલાની અટારીએ જલસા કરે છે. તું મારી ચિંતા ન કર. તમે બધા કેમ છો ?

બેટા, તારા વિના ઘર સાવ સૂનુ થઇ ગયું છે .કહેતા મમ્મીના અવાજમાં  શ્રાવણી ભીનાશ આપોઆપ ભળી હતી.  હું  મનની ભાવના છૂપાવવાનો પ્રયાસ કરતી હતી. અને મમ્મી સાથે આડીઅવળી વાતો કરતી હતી.

બહારના બધા મને અભિનંદન આપતા હતા. કોઇએ તો અખિલની હાજરીમાં જ કહ્યુ,

યાર, ભાભી તો ખરેખર તારાથી કયાંય આગળ નીકળી ગયા ..ભાભી, હવે આગળ કશું કરવાના છો કે નહીં ? તમારા જેવી ટેલેન્ટેડ વ્યક્તિએ તો આગળ ભણવું જ જોઇએ..

હું મૌન રહીને અખિલ સામે જોઇ રહી. અખિલે વાત હસવામાં ઉડાવી દીધી. 

પાર્ટી તો સરસ હતી. પણ એ બીઝનેસ  રીલેશન માટેની પાર્ટી હતી એ સસમજાઇ જતા મને વાર ન લાગી.

જીવન જે મળ્યું હતું..જેવું મળ્યું હતું એનો સ્વીકાર એ જ મારી નિયતિ હતી અને મેં એ જ નક્કી કર્યું હતું.

 કેલેન્ડરના પાના એક પછી એક ફાટતા જતા હતા..પોતાની સાથે કેટકેટલું લ ઇને..પોતાની ભીતર  કેટકેટલું સંગોપીને..

ઘરમાં આમ તો મને કોઇ એવી મોટી તકલીફ નહોતી. આર્યા મને વાતે વાતે ઉતારી  મૂકતી હતી. મને શું શું નથી આવડતું..અને હું કેવી ગમાર છું એ સાબિત કરવામાં એને મજા આવતી. પણ મને એનાથી કોઇ ફરક નહોતો પડતો. હકીકતે મને તો આર્યાની દયા આવતી. સાસુમા દીકરીને કંઇ કહી શકતા નહીં. કદાચ મનમાં સમજતા હતા..કયારેક હું એકલી હોઉં ત્યારે કહેતા પણ ખરા..

આર્યાનું કહેવું મનમાં ન લેવું. બહું લાડમાં ઉછરી છે ને એટલે થોડી નાદાન છે. સાસરે જશે..અને માથે જવાબદારી આવશે એટલે આપોઆપ સુધરી જશે.

હું ફકત મૌન રહીને માથું હલાવતી.

કયારેક સાસુમા પૂછતા પણ ખરા,

બેટા, અખિલ તારું ધ્યાન રાખે છે ને ? કોઇ પ્રોબ્લેમ તો નથી ને ?

હું નકારમાં માથું હલાવી તો દેતી. પણ..

મને આ થોડા સમય દરમ્યાન એક દિવસ અનાયાસે જ  ખબર પડી હતી કે આ લગ્ન અખિલની પોતાની પસંદગીના નથી. એની ઇચ્છા  વિરુધ્ધના આ લગ્ન હતા. હકીકતે એને કોઇ છોકરી  સાથે પ્રેમ હતો. પણ એ છોકરી નીચલી જ્ઞાતિની  હતી.તેથી ઘરમાંથી કોઇની સંમતિ મળી નહોતી. અને બધાના દબાણ નીચે આવીને અખિલે આ લગ્ન કરવા પડયા હતા.

હવે મને અખિલનું મારા પ્રત્યેનું વર્તન કેમ આવું હતું..એ સમજાઇ ગયું હતું. એને મારામાં કોઇ રસ નહોતો. એ હજુ અપ્ણ પેલી છોકરીને રોજ મળતો હતો..એની સાથે ફરતો હતો. એની જાણ તો અખિએલે પોતે જ મને કરી.

જો, અર્પિતા, મારી પર્સનલ લાઇફમાં દખલ ન કરતી. કે મારી પાસેથી કોઇ આશા ન રાખતી. આ ઘરમાં તું મમ્મીની પસંદગીથી આવી છે અને ઘરમાં તને કોઇ તકલીફ નહીં પડે. ફકત મારી અંગત બાબતમાં માથુ6 મારીશ નહીં. બીજું તારે જે કરવું હોય તે કરી શકે છે.

મારો પહેલો પ્રત્યાઘાત તો  આઘાતનો..આંચકાનો   હતો. પણ જીવનના આઘાત પીતા હું શીખી ગઇ હતી. મેં મારી રીતે અખિલને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. પણ  તે મારી કોઇ વાત સાંભળવા તૈયાર જ નહોતો. 

એક જ પલંગ પર સૂતેલા અમારી બે વચ્ચે માઇલોનું અંતર  લગ્નના પહેલા  જ દિવસથી હતું.

સાસુમા જાણવાનો પ્રયત્ન કરતા પણ હું સફળતાથી દંભનો બુરખો પહેરી લેતી. અને હસતી

કેમ મમ્મી, આવું પૂછો છો ?

ના.ના કંઇ નહીં..એમ જ.. તું મારી દીકરી જ છો..તને કંઇ તકલીફ તો નથી ને ? એ પૂછવાની મારી ફરજ ખરી કે નહીં ?

સાસુમા ખોટું ..સાવ ખોટું હસતા અને હું એમાં સાદ પૂરાવતી..    

5 thoughts on “chapti ujas..174

 1. આધુનિક સમયમાં પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરેલ સ્ત્રીઓને સહન કરવા પડતા અન્યાયોને વાચા આપતી સુંદર વાર્તા .

  Like

 2. સુંદર વળાંક આપતી વાર્તામાં આગળ શું થશેનો રસ જળવાઈ ર્શે છે. જૂઈ આ અન્યાયનો સામનો કઈ રીતે કરે છે તેમાં તેનું ખમીર ઝળકશે અને ફૈબાના રોપેલા વિચારોના બીજ પાંગરશે એમ લાગે છે.

  Like

 3. આભાર આપ સૌનો સુંદર પ્રતિભાવ બદલ..અને રસપૂર્વક વાંચવા બદલ..
  ખોવાઇ ગયેલા ફૈબા પાછા ન આવે એવું તો બની જ કેમ શકે ? જે પાત્રને આટલું તેજસ્વી બનાવ્યુ એને એકવાર તો દેખા દેવી જ પડે ને ? કયારે ? કેવી રીતે ? એ માટે તો ધીરજ રાખવી જ રહી ને ? કલ્પના કરવાની છૂટ છે. મને ગમશે. કુલ 200 હપ્તા છે. જે બધા જનસત્તામાં હમણાં જ પૂરા થયા છે.
  અને હા, જૂઇ આ બધુ શા માતે સહન કરે છે ? એનો જવાબ આગળ મળશે જ.
  અંત માટે કોઇ કલ્પના કરી શકશો તો આનંદ થશે.આનો અંત શો હોઇ શકે ?કેવ અંત આપને ગમે ? મે તો જોકે આપી જ દીધો છે અને છપાઇ પણ ગયો છે.અને હા, એમેઝોન પર પૂરી વાર્તાનુમ પુસ્તક પણ મૂકાઇ ગયું છે. જેમને એકી સાથે વાંચવામાં રસ હોય તે ત્યાંથી પુસ્તક મગાવી શકે છે.
  ફરી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર.વાંચતા રહેશો અને પ્રતિભાવ પાઠવશોને ? મારે માટે અમૂલ્ય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s