ચપટી ઉજાસ…170

 

ચપટી ઉજાસ… 170

                                                                                પહેલો અનુભવ

અંતે આજે મારી પરીક્ષા પૂરી થઇ હતી. આજે મારે સાસરે જમવા જવાનું હતું. એક મહિના પછી મારા લગ્ન નક્કી થયા હતા. મારા સાસુનો સવારે જ ફોન  આવી ગયો હતો. મારા સાસુ, મારા સસરા..મારા નણંદ.. દિયર, જેઠ.. બધા શબ્દો કેવા અપરિચિત લાગે છે ? હું આ બધા શબ્દો બોલતી તો હતી.. પરંતુ હજુ એ બધા સંબંધોને પામવાના..બાકી હતા. હજુ હું એને અનુભવી નહોતી શકતી.

હકીકતે મને આજે જ ત્યાં જવાનું મન નહોતું. પરીક્ષા પછી એક દિવસ રીલેક્ષ થવાનું મન હતું. મેં મમ્મીને પૂછયું પણ ખરું ..મમ્મી, આજે ન  જઉં તો ન ચાલે ? આજે થાકી ગઇ છું. કાલે જાઉં તો ?

દાદીમા મારો પ્રશ્ન સાંભળી ગયા હતા. તેથી હજુ મમ્મી કોઇ જવાબ આપે એ પહેલા જ દાદીમા  બરાબરના બગડયા..

ના..ન ચાલે.. જરા યે ન ચાલે..મોટાનું માન રાખતા શીખવાનું છે. એમને એમ ન થવું જોઇએ કે ….

અને પછી તો દાદીમાનું  લેક્ચર એવું તો ચાલ્યું..એમને કેવું કેવું ન લાગવું જોઇએ ..અને એ માટે મારે શું શું કરવું  જોઇએ ? કેવી રીતે વર્તવું જોઇએ ? મારી ફરજોનું લાંબુ લિસ્ટ મને આપી દેવામાં આપ્યું..જેમાં મારે માટે કોઇ ઓપ્શન ને સ્થાન નહોતું. સ્ત્રીને ફકત  ફરજ જ હોય છે ? મારા….એક સ્ત્રીના  હક્કની વાત  તો મેં કદી સાંભળી જ નથી.ખેર!

સાંજે મારે સાડી નહોતી પહેરવી.. હજુ એવી પ્રેકટીસ નહોતી થઇ. પણ દાદીમાનો ઓર્ડર કેમ ટાળી શકાય ? મને લેવા અમારી ( ? ) કાર આવી ગઇ હતી. દાદીમા ને મમ્મી બંને હરખાણા હતા..

વાહ..અમારા જૂઇબેનના તો શું માનપાન ? હવે તો જૂઇબેન મોટરમાંથી નીચે પગ નહીં મૂકે.. મને તો એવું વિચિત્ર લાગતું હતું.. મનમાં  એક મૂંઝવણ થતી હતી. પણ ગયા વિના છૂટકો પણ નહોતો. અખિલને મળવાનું મન તો થતું હતું.. પણ આજે કંઇ અખિલને નહોતું મળવાનું.. આજે તો સાસુની કોર્ટમાં હાજર થવાનું હતું. દાદીમાએ સમજાવ્યું  હતું કે અહીં  તારા એક એક પગલાના લેખા જોખા લેવાશે..બધાની નજર તારી ઉપર હશે.. તું શું કરે છે ? કેમ કરે છે ? એ બધા ઉપરથી તારું માપ નીકળશે..માટે બેટા, ધ્યાન રાખજે..

હવે હું ગભરાઉં નહીં તો શું થાય ?

થોડીવારમાં હું મારે ઘેર પહોંચી. એક મહિના પછી આ હમેશ માટે  મારું ઘર થવાનું હતું. મારે મારી જિંદગીના  બાકીના વરસો આ જ ઘરમાં કાઢવાના હતા. મારું પિયર અને સાસરું બંને એક જ ગામમાં હતા..પણ હવે મારું સરનામું ..મારા  ઠામ ઠેકાણા બદલાવાના હતા.

હું ધીમે પગલે અંદર પહોંચી. મારા સાસુ ત્યાં જ ઉભા હતા. હું તેમને પગે લાગી. તેમણે આશીર્વાદ આપ્યા. આવ બેટા, કહી આવકાર આપ્યો. થોડું સારું લાગ્યું. મને ભગવાન પાસે લઇ ગયા. મેં ભાવપૂર્વક ભગવાનને વંદન કર્યા.

ઘરમાં બીજા પણ ઘણાં લોકો હતા. મારા સાસુએ બધાની સાથે મારી ઓળખાણ કરાવી. મારી નજર અખિલને શોધતી હતી. પણ તેમની વાતો પરથી મને જાણવા મળ્યું કે અખિલ તો દુકાને હતો. અમારો કપડાનો મોટો સ્ટોર હતા..એક નહીં પૂરા ચાર સ્ટોર હતા એની મને જાણ હતી. બધા ભાઇઓ ધંધામાં ભેગા હતા પણ રહેતા હતા જુદા જુદા…મારી નણંદનું નામ  આર્યા હતું. અને તે  કોલેજમાં ભણતી હતી.મારી ઉમરની જ હતી. તે મારી સામે જોતી રહી..પગથી માથા સુધી મારું નિરીક્ષણ કરતી રહી. પછી કહ્યું,

‘ ભાભી, તમારી પસંદગી થોડી  જૂનવાણી છે. મમ્મી, આપણે ભાભીને ઘણું શીખવવું પડશે.. જોકે એમાં એમનો વાંક નથી.એ સામાન્ય ઘરમાંથી આવે છે એટલે મોટા ઘરની પસંદગી, રિતરિવાજ બધું ન જાણતા  હોય.

હા..એ તો અહીં આવશે એટલે બધું શીખી જશે.

અર્પિતાભાભી, તમે બી.એસ.સી. કર્યું છે ને ?

અર્પિતાભાભી ? મને નવાઇ લાગી. મેં તેમની સામે જોયું.

અરે, બેટા, તને કહેતા તો હું ભૂલી જ ગઇ  અમે તારું નામ જૂઇ ને બદલે અર્પિતા રાખ્યું છે. અખિલ સાથે જૂઇ નામ ભળતું  નહોતું.

મારા સાસુ બોલ્યા.

આમ પણ મને તો જૂઇ નામ જ વિચિત્ર લાગતું હતું. જૂઇ તો ફૂલનું નામ છે. અખિલભાઇ અને  અર્પિતાભાભી કેવું સરસ લાગે છે .

હું સ્તબ્ધ બની રહી. આવતાની સાથે જ મારું નામ..જે નામ સાથે હું વરસોથી જોડાયેલી હતી એ નામ..મારી એ પહેચાન છિનવાઇ ગઇ હતી કે શું ? મને પૂછયા સિવાય મારું અસ્તિત્વ ભૂંસી નખાયું  હતું. આજે નામ ભૂંસાયું..કાલે બીજું શું શું ભૂંશાસે ? મને રડવું આવતું હતું..પણ રડવાનો અધિકાર નહોતો. તમાચો મારીને ગાલ લાલ રાખવ અ એટલે શું ? એ મને આજે… આ ક્ષણે  બરાબર સમજાતું હતું.. ના પાડવાનો હક્ક પણ મને નહોતો. હું કહી ન શકી કે મને તો મારું જૂઇ નામ જ ગમે છે.  અર્પિતા નહીં.

અર્પિતા..મને જરા યે ન ગમ્યું.  એ મને પારકું લાગતું હતું. મારું નામ જૂઇ હતું.. અને મારે જૂઇ જ રહેવું હતું. પણ…  

( જનસત્તા..લોકસત્તામાં પ્રકાશિત શ્રેણી )  

 

 

3 thoughts on “ચપટી ઉજાસ…170

    • hi Gira, today only came to ahmedabada.. suddenly i have to come to anand..( from usa ) due to circumtances, i am here for 5 days.then go to paradeep. my no is  94277 97524 not connected with anyone  since long writing in hurry nilam

      ________________________________

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s