ચપટી ઉજાસ..૧૬૫

 

 

ચપટી ઉજાસ.. 165

                                                                                      પહેલો અનુભવ 

છેલ્લા ચોવીસ કલાકથી જેને માટે અનેક સલાહ સૂચનાઓ મળતી રહી  હતી..એ  ઘડી અંતે આવી પહોંચી. મારે સાડી નહોતી પહેરવી..પણ દાદીમાના  હુકમને ટાળવો કેવી રીતે ?  જીવનમાં  પહેલી વાર આ રીતે સાડી પહેરી હતી.મમ્મીએ પહેરાવી દીધી હતી.. દાદીમાએ કહ્યું,

  હવેથી  શીખી જજે..’

મને બહું ઓડ લાગતું હતું. આ રીતે બની ઠનીને કોઇ સામે પ્રદર્શનના પૂતળાની જેમ જવાનું..હું મારી  સ્વાભાવિકતા ગુમાવી બેઠી હતી. મને તૈયાર થયેલી જોઇને મમ્મી બોલી,

વાહ..મારી દીકરી કેવી સરસ લાગે છે. કયાંક મારી નજર ન લાગી જાય !  હું મમ્મી સામે જોઇ રહી. એક મા પહેલીવાર દીકરીને આ રીતે જોતી હોય ત્યારે તેના મનમાં પણ દીકરી આવડી મોટી થઇ ગઇ.. એવો વિચાર..એવી કોઇ સંવેદના  ઉભરતી હશે ને ? મમ્મી મારી સામે એકીટશે જોઇ રહી હતી..એની નજર આજે જાણે બદલાઇ હતી. એવું મને લાગતું હતું. હું પણ એક બદલાવ મહેસૂસ કરી રહી.બેટા, ગભરાતી નહીં. કોઇ તને ખાઇ જવાનું નથી. મમ્મીએ મારી સ્થિતી જોઇને હળવેથી કહ્યું. મેં  હકારમાં માથું હલાવ્યું. અને દાદીમાની બૂમ આવતા મમ્મી એ તરફ ભાગી. જતા જતા મમ્મી કહેતી ગઇ. ‘ તું અહીં જ બેસજે.. બોલાવું ત્યારે આવજે..’

હું અંદર પ્રતીક્ષા કરતી બેસી રહી. જાણે નાટકમાં પોતાના વારાની પ્રતીક્ષા કરતું કોઇ પાત્ર ન બેઠું હોય.! .કયારે વારો આવે ને સ્ટેજ પર જઇને પોતાનો રોલ  ભજવીને  ગોખેલા સંવાદો  બોલી આવું..એક બેચેની.. થોડી ગભરામણ.. મૂંઝવણ.. ન જાણે કેવા કેવા ભાવો ભીતરમાં ઉઠી રહ્યા હતા. પપ્પા સામે સાડી પહેરીને જતા જ મને તો શરમ લાગતી હતી. પણ મારે ભાગે આવેલો રોલ મારે ભજવવો જ રહ્યો.

આ ક્ષણે ઉમંગી ફૈબા ઘરમાં હોત તો મને આ રીતે તૈયાર થયેલી જોઇને શું કહેત ? મારા મનમાં વિચાર આવી જ ગયો.  ફૈબા તો ખડખડાટ હસીને ન જાણે શું યે બોલ્યા હોત..

હું વિચારોમાં ખોવાઇ હતી..બહાર વાતચીતનો અવાજ સંભળાતો હતો. એ લોકો આવી ગયા હતા. છોકરો અને તેના મમ્મી, પપ્પા અને તેની બહેન  એમ ચાર  જણાં આવવાના હતા. એટલી મને ખબર હતી. છોકરાનું નામ વિવેક હતું. દાદીમા કહેતા હતા કે સાંભળ્યું છે કે છોકરામાં  નામ એવા જ ગુણ છે..

ત્યાં મમ્મી મને બોલાવવા  આવી. અને શણગારેલી ઢીંગલીને કોઇએ ચાવી  દીધી હોય અને એ ચાલતી થાય એમ હું હાથમાં નાસ્તાની ડીશ લ ઇને  ચાલી..

બધાને નાસ્તો આપી હું ત્યાં એક ખુરશી પર બેસી.

બેટા, તારું નામ ?

મેં ધીમેથી જવાબ આપ્યો.. જૂઇ..

જાણે કેમ એ લોકોને મારા નામની ખબર ન હોય ? મારા નામનો  આખો ચિઠ્ઠો …પૂરો બાયોડેટા  પહેલેથી જ ત્યાં પહોંચી ગયો હતો. પણ કદાચ વાતની શરૂઆત તો કોઇ રીતે કરવી રહી ને ?

થોડી આડી અવળી વાત થઇ. એ લોકોએ કહ્યું..વિવેક, જા, તારે અંદર જઇને કંઇ પૂછવું હોય તો. ત્યાં અમે વડીલો  વહેવારની વાતો કરી લઇએ..

દાદીમાને બહું ગમ્યું તો નહીં ..પણ કશું બોલ્યા નહીં. વિવેક ઊભો થયો. પપ્પાએ મને પણ જવાનું કહ્યું.

જૂઇ, વિવેકને તારો રૂમ તો બતાવ..

મારા રૂમમાં બેસવાનું એ સૂચન હતું.

હું આગળ થઇ. વિવેક મારી પાછળ પાછળ..

અમે સામ સામે  ખુરશી પર બેઠા. હું મૌન.. પ્રશ્નની રાહ જોતી..મારે જવાબ આપવાના હતા ને ?

મને હતું હમણાં તમને શેનો શોખ ? શું ગમે ? એવા કોઇ પ્રશ્નો આવશે.. પણ એને બદલે સાવ જુદો જ પ્રશ્ન આવ્યો.

અમે સાંભળ્યું છે કે તમારા ફૈબાએ ઘરમાંથી ભાગી જઇને લગ્ન કર્યા છે નહીં ? સાચી વાત ને ?

હું સ્તબ્ધ … પહેલો જ પ્રશ્ન આવો આવશે એની કલ્પના નહોતી. મેં કોઇ જવાબ ન આપ્યો.. જવાબ આપવાનું મન જ ન થયું.

તમારું મૌન જ કહે છે કે એ વાત સાચી છે. એની  વે..આમ તો મારે એની સાથે કોઇ લેવાદેવા નથી.છતાં..  

તો પછી  આવો  પ્રશ્ન  પૂછવાની જરૂર શી પડી ? એવું પૂછવાનું મન  થઇ આવ્યું. પણ હું ચૂપ રહી. મારે બને તેટલું ઓછું બોલવાનું હતું.. એ સૂચના મને યાદ હતી.

પછી સામાન્ય પ્રશ્નોનો વારો આવ્યો. મેં સૂઝયા તેવા જવાબ દીધા. મારે કંઇ પૂછવાનું છે કે નહીં એવું જાણવાની તેને કોઇ જરૂર ન લાગી. તેના અવાજમાં એક રુક્ષતા…અધિકારની ભાવના અને પુરૂષ સહજ ઇગો અત્યારે પણ દેખાઇ આવતો હતો.

થોડી પૂછપરછ પછી અંતે એ ઉભો થયો. ઓકે..હું વિચારીને જવાબ આપીશ. કહેતો એ રૂમની બહાર નીકળી ગયો. હું ત્યાં જ બેસી રહી. જવાબ જાણે એને એકલાને જ આપવાનો હતો.  

દાદીમા શો ફેંસલો આપશે ? મને વિવેક નહોતો ગમ્યો..પણ દાદીમા ફોર્સ કરશે તો ? મારે શું કરવું ? શુ કરવું જોઇએ ? દીકરી ને ગાય આ જમાનામાં પણ દોરે ત્યાં જાય એવું ?

મારું નસીબ..મારું ભાવિ કોના હાથમાં ? વિધાતાએ છઠ્ઠીને દિવસે  મારા કેવા લેખ લખ્યા હશે  ?

 

( published in jansatta )   

 

     

2 thoughts on “ચપટી ઉજાસ..૧૬૫

 1. અનુભવ ન થયો હોય, પણ લેખિકાતો એવું કલ્પીને લખી શકે જરુર.
  લેખ ગમ્યો.
  મને હતું કે સગામાં માંદગીને કારણે તમારો લેખ થોડા સમય માટે વાંચવા નહિ મળે!

  કુશળતા ઇચ્છતો,

  ચીમન પટેલ ‘ચમન’

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s