ચપટી ઉજાસ..૧૬૪

 ચપટી ઉજાસ.. 164

                                                                                    જવાબ કયાં ?

ફરી એકવાર ખાસ કોઇ મહત્વના ફેરફાર સિવાય સમય વહેતો રહ્યો. હા, નાની મોટી વાત તો ઘરમાં રોજ બનતી રહે છે.  દાદીમા  વધારે નબળા થઇ ગયા છે. મમ્મી વધારે મૌન..પપ્પા વધારે આકરા અને જય વધારે રખડું બની ગયો છે. અને હું ? હું મારા ભણવામાં ..મારા પુસ્તકોની દુનિયામાં..

હવે હું  કોલેજના છેલ્લા વરસમાં આવી છું. આ વરસ પૂરું થતા જ મારે પરણી જવાનું છે.  એ નક્કી છે.  મારા માટે છોકરા શોધાવાના ચાલુ થઇ ગયા હતા. મને પૂછયા સિવાય જ.. મેં મૌન રહીને  બધું  સ્વીકારવાનું નક્કી કર્યું હતું. કદાચ મારા લગ્નથી ઘરમાં ખોવાઇ ગયેલી ખુશી પાછી આવે. પણ મને એક જ વિચાર સતાવતો હતો..મારા જીવનના સૌથી મોટા..સૌથી મહત્વના આ તબક્કે મારા વહાલા ઉમંગી ફૈબા મારી સાથે નહીં હોય ? એ કલ્પના મને બહું આકરી લાગતી હતી. મનમાં જ હું પ્રાર્થના કરતી હતી.. ફૈબા, તમે જયાં હો ત્યાંથી આ દિવસે આવી જજો.. તમારી જૂઇને તમારે દુલ્હનના રૂપમાં નથી  જોવી ? તમારી જૂઇનો સાદ તમને નથી સંભળાતો ?

દાદીમા રોજ કોઇ ને કોઇને કહેતા રહે છે..

‘ અમારી જૂઇનું હવે  શોધીએ જ છીએ..કોઇ  સારું ઠકાણું હોય તો કહેજો.. હું કંઇ આડું અવળું કરી બેશુ એ પહેલા મારા હાથ પીળા કરી દેવા જોઇએ.. દાદીમાના એ મત સામે કોઇને બોલવાનું નહોતું. કેમકે નજર સામે દાખલો મોજુદ હતો. જેના ઉપર સૌથી વધારે વિશ્વાસ મૂકયો હતો..એ છોકરીએ બધાને અંધારામાં રાખ્યા..છેતર્યા.. એ ડંખ ઘરમાંથી કોઇ ભૂલી શકે તેમ નહોતું. અને એની સીધી અસર મારી પર પડી હતી.

હાથ પીળા કરવા..નાનપણમાં આ શબ્દ  મને કેવો નવો.. લાગતો હતો. એનો અર્થ સમજાયો નહોતો. શૈશવમાં  જે વાતને..જે વસ્તુઓને કેવા યે વિસ્મયથી..મુગ્ધતાથી જોઇ હોય એ જ વસ્તુઓ આજે કેવી ક્ષુલ્લક લાગે છે. વસ્તુ તો આજે યે એ જ છે..પણ એનું વિસ્મય, અચરજ… રોમંચ ખોવાઇ ગયા છે. આંખો બંધ કરીને.. એકલી બેઠી બેઠી હું ઘણીવાર શૈશવની એ ગલીઓમાં હું ઘણીવાર ઉમંગી ફૈબાની સાથે લટાર મારતી હોઉં છું. અતીતની સ્મૃતિઓ મનમાં ફરી વળે છે. મારા શૈશવમાં એક  પણ  સ્મ્રતિ ફૈબા સિવાયની નથી.

કાલે એક છોકરો મને જોવા આવ્યો હતો. મને આ રીત કે આ શબ્દ જરાયે ગમતો નથી.હું કંઇ જોવાની ચીજ છું ?  જોવાને બદલે મળવા આવ્યો હતો એવો કોઇ શબ્દ ન વાપરી શકાય ? અને જોવા છોકરો જ આવી શકે ?  ખેર..! મને જાણ છે જ કે મારું કંઇ ચાલવાનું નથી.

દાદીમા સવારથી મને જાતજાની સૂચનાઓ આપતા હતા..મારે કેવી રીતે બેસવું.. કેવી રીતે જવાબ આપવા ? શું જવાબ આપવા ? વગેર વગેરે..મને મનમાં જ હસવું આવતું હતું..પણ દાદીમાની વાત હું પૂરા ધ્યાનથી સાંભળતી હતી. મમ્મ્મી બિચારી એ બધા માટે નાસ્તો બનાવવામાં અને ઘરની સાફ સફાઇમાં લાગી ગઇ હતી. મને મમ્મી કહ્યુ6 હતું..

જૂઇ, જો તને સો ટકા ગમે તો જ હા પાડજે..દાદીમાના કે કોઇના કહેવાથી..કોઇના દબાણમાં આવીને હા ન પાડી દેતી. જિંદગી તારે જીવવાની છે .. માટે એ હક્ક તારો જ છે. અને ભલે તને  છોકરા બતાવીએ.. પણ  હું ઇચ્છું છું કે આખરી નિર્ણય તારો જ હોય ..

મમ્મી ભાવાવેશમાં  આવીને બોલતી હતી.મને લાગ્યું કે મમ્મી શું પોતાની કોઇ વાત… ?

જે હોય તે..પણ મમ્મીને મરી ચિંતા થતી  હતી એ હું જોઇ શકી હતી. મેં તેને આશ્વાસન આપ્યું,

મમ્મી, તું ચિંતા ન કર. મને ગમશે તો હ જું હા પાડીશ.. મમ્મી, સાચું કહું તો મને આજે ઉમંગી ફૈબા બહું યાદ આવે છે. કહેતા મારા અવાજમાં આપોઆપ ભીનાશ પ્રગટી હતી. આજે એ હોત તો હું… ‘

હું  આગળ ન બોલી શકી.

હા બેટા, મને ખબર છે. તું નાનપણથી ફૈબા સાથે કેવી રીતે રહી છો..પણ શું થાય ? તારા ફૈબા મને યે એવા જ યાદ આવે છે.એમણે હમેશા  મારો પક્ષ લીધો હતો. એ કોઇનું ખોટું સહન કરે એવા હતા જ નહીં.

અચાનક મેં પૂછયું,

મમ્મી, તને શું લાગે છે ? ફૈબા એ આ રીતે લગ્ન કરીને ભૂલ કરી છે ? ખોટું કર્યું છે ?

બેટા, ખોટું તો કહેવાય જ ને ? એની ઉપર બધાને ને કેટલો વિશ્વાસ હતો ?

પણ મમ્મી, એમને ખબર હતી કે આ  ઘરમાંથી કોઇ તેને આ લગ્ન માટે મંજૂરી આપે એમ નથી જ.. તો તેમને પોતાની જિંદગી જીવવાનો હક્ક નહીં ? એમની પાસે કોઇ બીજો ઉપાય હોત તો તેમણે આ પગલું ન જ ભર્યું હોત.. આપણને દુખ થયું છે એ વાત સાચી..પણ એમને પોતાને આ રીતે લગ્ન કરવા પડયા એનું કેટલું મોટું દુખ હશે ? એમની જિંદગીના આ મહત્વના  પ્રસંગે એમની કોઇ વ્યક્તિઓ હાજર ન હોય એ કંઇ ઓછી પીડાની વાત તો તેમને માટે નહીં જ હોય ને ? તેમને પણ કેટલા અરમાન હશે જ ને કે ધામધૂમથી લગ્ન થાય..રડીને ..બધાને ભેટીને ભાવથી વિદાય લે..પણ ..એમને એવા કોઇ લાડ ન મળી શકયાને ? મમ્મી, તને શું  લાગે છે ?

મમ્મી કંઇ જવાબ ન આપી શકી. પ્રશ્નો તો અનેક છે..પણ જવાબ કયાં ? મારી પાસે પણ નથી. અને જે વ્યક્તિ જવાબ આપી શકે તેમ છે એ તો દુનિયાના કયા ખૂણે સંતાઇને બેસી ગયા છે ? .    

 

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે નિયમિત પ્રકાશિત થતી શ્રેણી )  

2 thoughts on “ચપટી ઉજાસ..૧૬૪

 1. JSK.tamaro aajno din khushnuma ho.hash!shabd-dehe tamaraa daeshan
  thayaa…kyaa chho hamnaa?koi j khabar -antar nathi!!tabiyat to sari j
  hashe.ne?ne..har hanmesh swaasth rahe ae j prarthna.mari tabiyat thodi
  nadurst chale chhe hal aetle hanmanaa….masik rutustrav bhanykar pida
  aape chhe…kher!sharir chhe…chalyaa kare!!shu navinataa chhe?
  janavsho.aavjo.ghanaa….divaso pachhi “PARAM UJASH’ jivanmaa prakash thai
  ugyo!! dhanywaad.

  Like

 2. આ એક અંગત,કૌટુંબિક અને સામાજિક મજબૂરી એવં લાચારી છે…પરંપરાગત માન્યતાઓથી અળગા રહીને વિચારવું એક જુદી વાત અને કરવું એક જુદી વાત છે…કોઈકનો વૈચારિક નૈતિક સાથ માણસને એક પ્રકારની શાતા આપતો હોય છે…એક માનસિક સમાધાન રહેતું હોય છે..[જેવો ઉમંગી-ફૈબાનો લખનારને છે…]

  રોચક ઢંગથી રજૂઆત ગમી…કોઈ પોતાનું પોતાના ગણી સ્વજન તરીકે વાત કરતું હોય એવું લાગ્યા કરે…
  -આભાર-ળા’કાન્ત / ૨૪-૬-૧૩

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s