અત્તરગલી


તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત-હૂંફનાં અવસરો,

યસ…માનવીએ જીવનમાં હેત, હૂંફના અવસરો શોધતા અને માણતા શીખવું જોઇએ. એવા અવસરો જીવનને વિવિધતા બક્ષે છે, ઉત્સાહ જાળવી રાખે છે અને જીવનને લીલુંછમ બનાવી રહે છે. જીવનમાં રોજ રોજ કોઇ મોટી વાત નથી બનતી હોતી. પરંતુ નાની નાની વાતમાંથી પણ ખુશી અવશ્ય મેળવી શકાય. છોડ ઉપર ખીલતા સુંદર ફૂલો, બગીચામાં રમતા નાના ભૂલકાઓ, સવારે ચાલવા જતી વખતે પંખીઓના ટહુકાઓ, કોઇ નાનકડું સુંદર મજાનું ચિત્ર….નભને ઝરૂખે રોજ સવાર સાંજ પ્રગટતી વિવિધ રંગલીલા કે અંધારી રાત્રિએ ટમટમતા તારલિયા…. ખુશ થવાના આવા તો અનેક કારણો આપણી આસપાસ પથરાયેલા હોય જ છે. જરૂર હોય છે એને જોતા શીખવાની… એને માણતા શીખવાની. વૃક્ષ પર ફૂટતી એક નાનકડી કૂંપળ પણ મનને રાજી કરી શકે.

માણસ એક કે બીજા કારણસર ભૌતિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો રહે છે. પરંતુ એ જ્યા જાય ત્યાં એના સંસ્કારો, એની આદતો, એના રીતિરિવાજો… બધું સાથે લઇ જાય છે. એ ઉપરથી બદલાય છે. પણ એનો માંહ્યલો… એનું ભીતર નથી બદલાતું.
રોજ સૂરજ તો એક જ ઉગે છે પણ છતાં દરેક સવાર અલગ હોય છે. અંધકારને હડસેલો મારી ને હળુ હળુ પગલે ક્ષિતિજે અજવાસના ટશિયા ફૂટે છે. એ અજવાસને રોજ નવા સ્મિત સાથે આવકારી આજે મળેલા એક વધુ દિવસને ઇશ્વરની સોગાદ માનીને શક્ય તેટલી સરસ રીતે પસાર કરવાનો સંકલ્પ કરી ભીતરને પણ એ અજવાસથી ભરી શકીએ તો ? રાત્રે સૂતા પછી આજે સવારે તમે જાગ્યા છો એ જ સૌથી મોટો ચમત્કાર નથી ? માણસ રાત્રે સૂએ છે ત્યારે સવારે ઉઠી જ શકશે… ફરીથી આ સુંદર દુનિયા જોઇ શકશે એવી કોઇ ખાત્રી હોઇ શકે ખરી ? અસંખ્ય લોકો રાત્રે સૂતા પછી સવારે હમેશ માટે જાગી શકતા નથી. જીવનમાં એવું બનતું રહે છે. એ આપણે સૌ જાણીએ છીએ. એટલે સૌ પ્રથમ તો આજે સવારે આપણે જાગી શકયા છીએ…. એક વધારે દિવસ આપણને મળ્યો છે. ઇશ્વરની એ કૃપાની પ્રસન્ન હૃદયે સ્વીકાર કરવો જોઇ એવું નથી લાગતું ? અને એકવાર દિલથી એનો સ્વીકાર થયા બાદ એ સવારને આપણે વેડફી શકીએ ખરા ? એ સવાર આપણા માટે નવી જ બનવી જ જોઇએ ને ?

આજે દુનિયા નાનકડી બની ગઇ છે. ગ્લોબલ બની ચૂકી છે. ત્યારે એક સંસ્કૃતિની અસર… બીજી સંસ્કૃતિ પર પડયા સિવાય કેમ રહી શકે? માણસ એક કે બીજા કારણસર ભૌતિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો રહે છે. પરંતુ એ જ્યા જાય ત્યાં એના સંસ્કારો, એની આદતો, એના રીતિરિવાજો… બધું સાથે લઇ જાય છે. એ ઉપરથી બદલાય છે. પણ એનો માંહ્યલો… એનું ભીતર નથી બદલાતું. હા.. બાહ્યાચાર જરૂર બદલાય છે. આજે આવા જ બે અલગ અલગ સાચુકલા કિસ્સા જોઇએ.

નીરવભાઇનો પુત્ર અમેરિકાથી સાત વરસે આવ્યો હતો. દીકરો ઘણાં સમય બાદ આવવાનો હતો તેથી નીરવભાઇએ દીકરા માટે કેક, બિસ્કીટ, મેગી, પીઝા, નુડલ્સ, કોલ્ડ્રીંક્સની બોટલો વિગેરે ખૂબ મગાવી રાખેલું કે હવે તો દીકરાને આવું બધું ખાવાની આદત હશે…અમારું દેશી ખાવાનું હવે તેને થોડું ભાવવાનું છે? એમ વિચારી તેમણે બધી તૈયારી હોંશથી કરી રાખી હતી.

“મમ્મી, આ શું? અમારે ત્યાં તો આવું ખાવું જ પડતું હોય છે, અહીં પણ આવું જ ખાવાનું? પુત્રની ફરિયાદ સાંભળીને નીરવભાઇ અને તેમના પત્ની તો ડઘાઇ જ ગયાં, ”મમ્મી, તારા હાથની સરસ મજાની ગોળપાપડી અને ચેવડો, સક્કરપારા અને ચકરી…હોં…..રોજ એક એક વસ્તુ ખવડાવીશને?
દીકરાએ તો આવીને કેક જોઇ અને કહ્યું, “મમ્મી, આ શું? અમારે ત્યાં તો આવું ખાવું જ પડતું હોય છે, અહીં પણ આવું જ ખાવાનું? પુત્રની ફરિયાદ સાંભળીને નીરવભાઇ અને તેમના પત્ની તો ડઘાઇ જ ગયાં, ”મમ્મી, તારા હાથની સરસ મજાની ગોળપાપડી અને ચેવડો, સક્કરપારા અને ચકરી…હોં…..રોજ એક એક વસ્તુ ખવડાવીશને?

નીરવભાઇ તો ખુશ થઇ ગયા, દીકરો હજુ જરા યે બદલાયો નથી. દીકરાએ તો નીચે બેસી બધા સાથે ગપાટા મારતા મારતા દાળભાતનાં સબડકા નિરાંતે બોલાવ્યા. એ પણ ચમચી એક બાજુ મૂકીને હાથેથી….

હાશ….! આજે સાચું જમ્યા એવું લાગ્યું.

આનાથી ઉલટા ઉદાહરણો પણ સમાજમાં જોવા મળતા જ રહે છે. બલ્કે આવા ઉદાહરણો કદાચ વધારે જોવા મળતા હશે.

“ઓહ…મમ્મા, કેવી ગરમી છે? સો હોટ…આમાં કઇ રીતે રહેવાય? અને ગંદકી તો જો…જ્યાં જોઇએ ત્યાં ધૂળ…નો મેનર્સ…ડર્ટી…સ્પુન વિના કેવી રીતે જમાય?“… અને એવું તો કેટલુંયે બબડતો રહ્યો. ફરિયાદ કરતો રહ્યો.
પરાગભાઇનો દીકરો બે વરસ અમેરિકા રહીને આવ્યો હતો….

“ઓહ…મમ્મા, કેવી ગરમી છે? સો હોટ…આમાં કઇ રીતે રહેવાય? અને ગંદકી તો જો…જ્યાં જોઇએ ત્યાં ધૂળ…નો મેનર્સ…ડર્ટી…સ્પુન વિના કેવી રીતે જમાય?“… અને એવું તો કેટલુંયે બબડતો રહ્યો. ફરિયાદ કરતો રહ્યો.

એની મમ્માને કહેવાનું મન તો જરૂરી થયું હશે કે બેટા, આ ધૂળમાં રમીને જ તું મોટો થયો છે. જીવનના ત્રીસ વરસ તે અહીં આ ગરમીમાં જ કાઢયા છે. પણ મા બોલતી નથી. દીકરો થોડા સમય માટે આવ્યો છે. શા માટે બોલવું?

પરંતુ દીકરાની છીછરી મનોવૃત્તિ દેખાઇ આવે છે. હા, હવે ગરમીની આદત ન રહી હોય કે ચોખ્ખાઇની આદત પડી ગઇ હોય તેથી કદાચ ગંદકી ખૂંચે એ સાચી વાત પણ તેથી જાણે આ બધું ક્યારેય જોયું જ ન હોય તેમ બધી વાતમાં ઉતારી જ પાડવાની મનોવૃત્તિને હું તો છીછરી જ ગણું. જે ધરતીમાં શ્વાસ લીધો છે, જન્મ્યા છીએ તેનો આદર ન કરી શકો તો અનાદર કરવાનો કોઇ હક્ક નથી બનતો.

દોસ્તો, આપણે ગમે ત્યાં રહીએ…હેત…હૂંફના અવસરો શોધતા ને માણતા આવડે તો જીવન સભર અને સાર્થક ચોક્કસ બની રહે.

 

4 thoughts on “અત્તરગલી

 1. વ્યક્તિગત અનુભવોને આધારે…ક્યારેક…ક્વચિત અન્તર-વ્યથા…બળાપો…કે ફરિયાદના સૂર… આલાપ…સહજ…સ્વાભાવિક
  આપણે વાતો હજાર કરીએ …પોતાના મતિ-બુદ્ધિ અનુસાર ,પણ…અંતત:, “આપણું”શું” અને”કેટલું” ચાલે છે?”…કર્માધીન ઋણાનુંબંધની પરિપાટી અનુસાર …જે બને છે તે સ્વીકરવા સિવાય છૂટકો છે ખરો ?
  ખાટલે મોટી ખોડ તો ત્યાં-પરદેશ જવાના અને લાલચ-લાહ્યમાં આંધળી દો ટ મુકનાર વગર વિચાર્યે ગમે તે ,ગમે તેવું બંધ-છોડ કરી,અપનાવી લેનાર આપણે ” વડીલો=માબાપો જ વધુ જવાબદાર નહીં? સ્વાગત પ્રશ્નો પૂછી લેવા જરૂરી નથી લાગતા ?

  સ્વગત,……….કાન્તભાઈ !

  ઈર્ષ્યાથી કદી ના બળવું હો, કાન્તભાઈ!
  અહંથી સાવ અળગા રે’વું હો, કાન્તભાઈ!
  તારું-મારુની મમત છોડો હો, કાન્તભાઈ!
  બધું અહીં એમજ મેલી જાવું હો, કાન્તભાઈ!
  મફતનું કોઈનું કંઈ ન લેવું હો, કાન્તભાઈ!
  ‘કાળું ઈ કાળું’ સહી સમજવું હો, કાન્તભાઈ!
  ‘જાવા દ્યોને ભાઈ’-ઈ કેળવવું હો,કાન્તભાઈ!
  ‘કરશે ઈ ભોગવશે’-એ જાણવું હો,કાન્તભાઈ!
  ‘હું કહું એ સાચું’ સાવ ભ્રમ છે હો, કાન્તભાઈ!
  ‘હરિ કરે ઈ હાચું’-એજ જાણવું હો,કાન્તભાઈ!
  આખરી મંઝિલ ઓળખવી હો,કાન્તભાઈ!!
  પંડયમાં પૂરું એમ પીગળવું હો,કાન્તભાઈ !
  ને,અંતરમાં શોધ આદરવી હો,કાન્તભાઈ !
  ઈશ્વરની ખોજ ખરી જાણવી હો,કાન્તભાઈ !
  સત્સંગના સરવરમાંજ તરવું હો,કાન્તભાઈ!
  પ્રભુભક્તિનારસમાં બૌ ડૂબવું હો,કાન્તભાઈ!
  મુક્તિની મોજ ખરી માણવી હો, કાન્તભાઈ !
  થાય એ,એમજ જોયા કરવું હો, કાન્તભાઈ!

  -લા’કાન્ત / ૨૦-૫-૧૩

  Like

 2. અગાઉની કોમેન્ટમાં અમુક પંક્તિઓ જ સુસંગત છે…પણ રસ-ક્ષતિ ના થાય એટલે આખી કૃતિ મુકાઈ છે !-લા’કાન્ત / ૨૦-૫-૧૩

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s