ચપટી ઉજાસ..160

 

ચપતી ઉજાસ. 160

                                                                                   વણલૂછયા આંસુ

ધીમે ધીમે હું એકદમ અંતર્મુખી બનતી ગઇ. મારા પુસ્તકો મારા મિત્રો બની રહ્યા. શૈશવમાં ફૈબાએ પુસ્તકોનો પરિચય કરાવેલો અને ત્યારે તે ઘણીવાર કહેતા..સ્કૂલની લાઇબ્રેરી મારે માટે જાણે એક મંદિર જેવી બની ગઇ છે. 

જૂઇ, પુસ્તકોની મૈત્રી કદી નકામી નથી હોતી. તે આપણા સાચા મિત્ર બની રહે છે.. અને તેમની આ વાતનો અનુભવ હું હવે કરતી થઇ છું.   

મેં બારમા ધોરણની પરીક્ષા આવી હતી અને હવે રીઝલ્ટની રાહ જોવાની હતી. જય દસમા ધોરણમાં બે વાર નાપાસ થયો હતો.અને એની બધી જવાબદારી…દોષનો ટોપલો  મમ્મી ઉપર ઢોળાયો હતો. આપણા સમાજની કદાચ એ ખાસિયત રહી છે..ઘરમાં કંઇ પણ ખરાબ થાય એનો અપજશનો  ભાર સ્ત્રીએ  જ વેંઢારવાનો..હું નાનપણથી એ જોતી આવી હતી. ઘરની બધી જવાબદારી હમેશા મમ્મીની રહી હતી..અને ઘરમાં સૌથી ઓછા હક્ક મમ્મીને જ મળ્યા હતા. મમ્મીને પોતાઓ કોઇ અલગ મત, કોઇ અલગ માન્યતા હોય એવું કદી કોઇએ સ્વીકાર્યું નહોતું. અને ઉમંગી ફૈબા ગયા પછી તો ઘરમાં મમ્મીનો પક્ષ લેનાર કોઇ નહોતું. પપ્પાએ મોટે ભાગે કદી મમ્મીને સાથ નહોતો આપ્યો. એ હું જોતી આવી હતી. કદાચ બંને વચ્ચે કશુંક તો એવું હતું જેની મને જાણ નહોતી. મમ્મી હમેશા ચૂપ રહેનાર સ્ત્રી હતી.અન્યાય પણ મૌન રહીને  સહન કરી લેતી. એથી ઘરમાં ઝગડા ન થતા. અને ઉપરથી તો શાંતિ લાગતી..કે શાંતિનો ભાસ થતો. 

  ઉમંગી ફૈબા અમારા  ઘરની રોનક હતા. અને એ જતા ઘર જાણે વેરવિખેર બની રહયું હતું. આમ બહારથી તો બધું સામાન્ય લાગતું હતું. હજુ દાદીમા એવી જ રીતે મને ખીજાતા હતા.. અને હું કે  મમ્મી બંને એવી જ રીતે ચૂપચાપ સાંભળતા રહેતા. સામે બોલવાનો કોઇ અર્થ જ નહોતો. પહેલા તો દાદીમા ભલે ખીજાતા પણ છતાં  હસતા અને અમને લાડ પણ કરતા.. પણ  ફૈબાના ગયા પછી દાદીમા ફકત અને ફકત ખીજાવાનું..ગુસ્સે થવાનું કામ જ કરતા. એમાં યે જરાક વહેલી મોડી થાઉં તો મારું ને સાથે મમ્મીનું પણ આવી બન્યું જ સમજો. જૂઇને કંટ્રોલમાં નહીં રાખો તો  પસ્તાશો.. એમ બબડતા રહેતા. હું તો પહેલેથી કહેતી આવી છું કે છોકરીઓને વધારે છૂટ અપાય જ નહીં ..પણ મારું તો કોણે કદી સાંભળ્યું છે ?

દાદીમાના  વધારે પડતા લાડને લીધે જય બગડયો હતો. તેને બધું તેનું ધારેલું જ  થવું જોઇએ એવી  આદત પડી હતી. પણ જયનો વાંક કોઇને જલદી દેખાતો નહોતો. આપણા . પપ્પા મમ્મી ઉપર આખો  વખત ખીજાતા રહેતા. હવે તો મમ્મીનો પક્ષ લેવા માટે ફૈબા પણ નહોતા. વચ્ચે કુંજ કાકા બે વાર આવી ગયા હતા. અને બધાને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી..પણ કંઇ  વળ્યું નહોતું. કાકા વધારે સમય રોકાઇ શકે એમ નહોતા.

મારી સાથે પણ કાકાએ ઘણી વાત કરી હતી. મને બહું સારું લાગ્યું. કેમકે એમણે મને નાની ગણીને હસી કાઢવાને બદલે મને મોટી ગણીને મહત્વ આપ્યું હતું. મને થોડો સંતોષ થયો હતો કે કોઇએ તો મારા અસ્તિત્વનો સ્વીકાર કર્યો. અહીં ઘરમાં તો …

જૂઇને શું ભાન પડે ? એવું જ બધા માને છે અને કહે છે..

અને એમાં યે ફૈબાના ગયા પછી તો હું સાવ અણગમતી કે વધારાની વ્યક્તિ બની ગઇ હોઉં એવું દરેક પળે મને લાગ્યું છે. મારી ઉપર કેટલાયે બંધન આવી ગયા છે.

નિશા, આ છોડીને અત્યારથી કાબૂમાં રાખજે નહીંતર મારી જેમ નાહી નાખવાના દિવસો આવશે.. બારમું ભણી લે પછી કોલેજમાં મોકલવાની કોઇ જરૂર નથી. સારું ઠેકાણું જોઇને હાથ પીળા કરી નાખો એટલે બોજો ઉતરે.. આમ પણ એ તો પહેલેથી ઓલીની ચમ્ચી હતી..આ પણ  એની જેમ કુટુંબનું નામ બોળશે..આવું તો અનેકવાર બોલાતું રહેતું.   દાદીમા કયારેય ફૈબાનું નામ ન બોલતા પણ હવે હું કયાં નાની છું ? હવે મને ન બોલાતા શબ્દો પણ સમજાય છે. “ ઓલી”  એટલે ઉમંગી ફૈબા .. 

મને ઘણીવાર રડવું આવી જતું.. જો સામે કોઇ જવાબ આપું તો તો આવી જ બને.. એટલે ચૂપચાપ સાંભળી રહેતી. કયારેક માલામાસી પાસે જઇને ઉભરો ઠાલવી આવતી. રડીને હળવી થતી. માલા માસી બધું સમજતા અને મને સાંત્વન આપતા. એમની હૂંફ મને બહું  સારી લાગતી. માણસ માત્રને ઠલવાવા નું કોઇ ઠેકાણું તો જોઇએને ? રડવા માટે કોઇનો ખોળૉ કે ખભ્ભો તો જોઇએને ? મારો ખોળૉ કે ખભ્ભો તો ફૈબા હતા પણ હવે યે નહોતા રહ્યા. કયારેક મારું મન પોકારી ઉઠતું.. ફૈબા , કયાં છો તમે ? કયાં છો ? તમારી વહાલી જૂઇનો સાદ પણ તમને નથી સંભળાતો ? અને હું રડી ઉઠતી. પણ  મારા આંસુ વણલૂછયા જ રહેતા

 

6 thoughts on “ચપટી ઉજાસ..160

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s