ચપટી ઉજાસ..159

 

ચપટી ઉજાસ.. 160  

                                                                 પુસ્તકો બન્યા સાથીદાર     

દિવસો સુધી ઘરમાં સૂનકાર છવાયો હતો. ઘરમાં ફૈબાનું નામ લેવાની સૌને મનાઇ હતી. મને અડધું સમજાતું હતું અને અડધું નહોતું સમજાતું. કોઇને કશું પૂછાતું પણ નહોતું. એકાદ વાર મમ્મીને કશુંક પૂછવા ગઇ પણ મમ્મીએ મને ખીજાઇને ચૂપ કરી દીધી. ત્યાર  પછી કોઇને કશું  પૂછવાની હિમત મેં નહોતી કરી. મનમાં જ મૂંઝાતી હતી.. ઘરમાં કોઇ ખાસ કશું  બોલતું નહોતું. અમેરિકાથી કુંજકાકાના ફોન આવત હતા. પપ્પા તેની સાથે કોઇ ચર્ચા કરતા હતા.. પણ દાદીમા ખીજાતા હતા. દાદીમાને તો અત્યારે કોઇ બોલાવી પણ નહોતું શકતું. મન થાય તો થોડું જમી લેતા.. તો કયારેક જમવાની એવી રીતે ના પાડી દેતા કે કોઇ  એમને બીજી વાર બોલાવવાની હિમત નહોતું કરતું. ખબર નહીં કંઇક વિચિત્ર વાતાવરણ હતું ઘરમાં.. આટલું બધું શું બની ગયું છે એ મને કોઇ રીતે નહોતું સમજાતું. ફૈબાએ લગ્ન કર્યા હતા અને અસદ અંકલ સાથે  લગ્ન કર્યા હતા એ કોઇને નથી ગમ્યું..મને એટલી ખબર પડી હતી.. પણ એથી ફૈબાનું નામ પણ ઘરમાં ન લેવાનું ? તે દિવસે દસ વરસની ઉમરે  એ કોઇ રીતે સમજાયું નહોતું..પણ આજે સોળ વરસની ઉમરે  બધું  સમજાય છે ત્યારે …ત્યારે કોઇ ઉપાય નથી મારી પાસે..

ધર્મની વાડ ફૈબા તો ઠેકી ગયા પણ દાદીમા કે ઘરના કોઇ ઠેકી શકે એમ નહોતું. અને એમાં કદાચ એમનો વાંક પણ નહોતો. ફૈબાના ગયા પછી હું ઘણું  વાંચતી અને વિચારતી થઇ હતી.  

એ દિવસ પછી ફૈબાને કોઇએ કોઇ દિવસ જોયા નથી..એમના વિશે કોઇની પાસેથી કશું સાંભળ્યું નથી..ફૈબા ન જાણે કઇ દુનિયામાં અદ્રશ્ય થઇ ગયા છે . ગઇ કાલે જ  હું અસદ અંકલને ઘેર  છાનીમાની એકલી જઇ આવી હતી. પરંતુ ત્યાં  કોઇ રહેતું નથી..એવું મને પડોશીઓએ કહ્યું. એ તો પાંચ છ વરસથી અહીંથી કયાંક ચાલ્યા ગયા છે અને કયાં ગયા છે એ કોઇને ખબર નથી એવું સાંભળીને હું નિરાશ થઇ. અર્થાત લગ્ન પછી  તુરત ફૈબા અને અસદ અંકલ કયાંક  દૂર દૂર ચાલ્યા ગયા હતા.અને  કોઇ પાસે એનો અત્તો પત્તો નહોતો. હું નિરાશ થઇ હતી. મારે ફૈબા સાથે કેટકેટલી વાતો કરવી હતી.. ઘણું પૂછવું હતું..કહેવું હતું. મારી જિંદગીના  દસ વરસ સુધી ફૈબા એક જ સાથે હું પૂરી રીતે સંકળાયેલી હતી. કોઇ પણ વાત હું ફૈબા સાથે કરી શકતી. અને મને તેમની ઉપર  પૂરો વિશ્વાસ..શ્રધ્ધા હતા. ફૈબા કદી ખોટું કરે જ નહીં..એવી મારી માન્યતાન અમૂળ ખૂબ ઉંડા હતા.અને આજે મને સમજાતું નહોતું કે ફૈબાએ જે કર્યું હતું એ ખોટું કર્યું હતું કે સાચું ? ફૈબાને ખબર હતી જ કે મુસ્લીમ સાથેના લગ્ન ઘરમાંથી કોઇ સ્વીકારી શકવાના નહોતા જ.. તો પછી તેમણે શા માટે  આવું પગલું ભર્યું ? પ્રેમ  આંધળૉ હોય છે એવું મેં ઘણી જગ્યાએ વાંચ્યું હતું.. એ શું સાચું હોતું હશે ?

કયું કારણ હશે આ લગ્ન માટેનું ? ફૈબાને આ પાંચ વરસમાં ઘર કે દાદીમા કોઇ યાદ નહીં આવ્યા હોય ? મને પણ ફૈબા ભૂલી ગયા હશે ?  મારું મન કોઇ રીતે એ સ્વીકારવા તૈયાર નહોતું. હું તેમને એક પળ  માટે  પણ નથી ભૂલી..તો એ મને કેમ ભૂલી શકે ? મારા મનમાં તો દિવસે દિવસે એમની છબી વધારે દ્રઢ રીતે અંકાતી જતી હતી.  કંઇક તો એવું કારણ હશે જ તો ફૈબા  આવું  પગલું ભરે ? પણ એવું કયું કારણ હોઇ શકે ? કોણ કહે મને ? જે કહી શકે એમ હતા તે તો ન જાણે કયાંયે..કઇ દુનિયામાં જઇને વસી ગયા હતા અને તેમની લાડલી જૂઇને પણ ભૂલી ગયા હતા..

જય સાથે પણ બહું વાત નહોતી થતી. જયને દોસ્તારોનો પાર નહોતો. સ્કૂલેથી આવીને હોમવર્ક કરી તે તેના ફ્રેંડ સાથે બહાર નીકળી જતો.

પણ  મારે માટે  ફૈબાને ભૂલવા શકય નહોતા. અને  હું  તેમને ભૂલવા માગતી પણ નહોતી. હું કદીક હું એકલી એકલી તેમની સાથે વાતો કરતી..તેમને ખીજાતી.તેમનાથી રિસાતી ..પણ  હવે હું ગમે તેટલું રિસાઉં  તો પણ મને  મનાવવાવાળું કોઇ કયાં રહ્યું છે ? મનમાં કેટલાયે પ્રશ્નો જાગે છે..જેના કોઇ જવાબ મારી પાસે નથી. કોઇ સાથે શેર કરી શકું  એવી કોઇ બહેનપણીઓ પણ  નથી. કેમકે જયારથી ફૈબા ગયા ત્યારથી એક તો આમ પણ હું મૂંગી…ઓછાબોલી  થઇ ગઇ હતી..અને હવેથી  દાદીમા મારી સાથે હતા તેનાથી પણ વધારે સખત  બન્યા હતા. મારી એકલતા સમજી શકવાવાળું કોઇ નહોતું.

 સતત બકબક કરનારી ..બોલકી ગણાતી જૂઇ હવે સાવ મૌન બની ચૂકી હતી. મમ્મી કદીક ખીજાતી .. આમ મોઢામાં મગ  ભરીને આખો દિવસ  શું   બેસી રહે છે ? પણ મારા શબ્દો ફૈબાના જવા  સાથે ખોવાઇ ગયા હતા અને પુસ્તકો મારા સાથીદાર બન્યા હતા. 

( જનસતા..લોકસત્તામાં પ્રકાશિત થતી કોલમ )   

2 thoughts on “ચપટી ઉજાસ..159

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s