ચપટી ઉજાસ..157

 

ચપટી ઉજાસ.. 157

                                                                                        સમયપંખીની ઉડાન  

સમય તો જાણે પંખી બનીને ઊડી ગયો. પૂરો એક દાયકો વચ્ચેથી ખરી ગયો. પીળા પર્ણો ખરતા રહ્યા અને લીલીછમ્મ કૂંપળૉ ફૂટતી રહી. સમય શાશ્વત છે..સનાતન છે.. કોઇ બિંદુ પર એ થોભતો નથી.. કોઇ એને સ્પર્શી શકતું નથી..પણ એ બધાને જ સ્પર્શી ને સરકી જાય છે. કદીક એનો સ્પર્શ મખમલ જેવો સુંવાળો..હૂંફાળો હોય છે. તો કયારેક ક્રૂર બનીને ત્રાટકે છે ત્યારે ભલભલાના છક્કા છૂટી જાય છે. ક્ષણમાત્રમાં દ્રશ્યો બદલી દેતો..જીવન પલટાવી નાખતો , રંગો છિનવી લેતો કે રંગો ભરી દેતો આ સમય બહું અજબ ચીજ છે. આવું કશુંક હું અનેકવાર ..અનેક જગ્યાએ જુદી જુદી રીતે ..જુદા જુદા સન્દર્ભમાં વાંચતી રહી છું. કદીક વિચારતી પણ રહી છું.

 હું..જૂઇ, આજે પંદર  વરસ પૂરા કરીને સોળમાં વરસમાં પ્રવેશી ચૂકી છું. સ્વીટ  સીક્ષટીન એવા શબ્દો બહેનપણીઓ કહે છે..પણ મને તો સ્વીટ લાગે એવું આજ સુધી કશું  અનુભવાયું  નથી  

કેટકેટલું બદલાઇ ચૂકયું છે આ દસ વરસમાં તો…અને છતાં જાણે કશું જ બદલાયું નથી. શૈશવ અને કિશોરાવસ્થા  વટાવી હું યૌવનમાં  પ્રવેશ કરી ચૂકી છું. મારા જીવનનું એક સૌથી મહત્વનું પાત્ર આજે મારાથી દૂર ચાલ્યું ગયું છે. જેના જેવા થવાના મારા ઓરતા હતા.. જેને હું જીવનનો આદર્શ માનતી હતી એ વ્યક્તિ..મારા ઉમંગી ફૈબા આજે ન જાણે  દુનિયાના કયા છેડામાં વસી ગયા છે. એની લાડલી જૂઇને પણ ભૂલી ગયા છે. બધાથી નાતો છૂટી ગયો છે. જેની કયારેય કલ્પના પણ નહોતી એવું કેટકેટલું બની ગયું છે. અને હવે હું કંઇ તમારી પાંચ વરસની નાનકડી..અણસમજુ જૂઇ નથી. હવે મને બધી સમજ પડે છે.. મારી ઉમર કરતા પણ કદાચ વધારે સમજ પડે છે. શૈશવમાં ન સમજાયેલા અનેક દ્રશ્યો..અનેક વાકયોનો અર્થ આજે સમજાય છે. ભીતરમાં પડઘાય છે.

ઘરમાં ઉમંગી ફૈબાનું નામ સુધ્ધાં લેવાની મનાઇ છે. જે ફૈબા આખા ઘરનો પ્રાણ હતા.. જેનાથી ઘર ઝળાહળા હતુ.. જે આખા  ઘરના લાડલા હતા, દાદીમાની વહાલી દીકરી હતા  અને મારા તો આદર્શ હતા એ ફૈબા આજે આ ઘર પૂરતા મરી પરવાર્યા છે. એ જીવે છે…બધાને ખબર છે  એ જીવે છે. એ કંઇ મરી નથી ગયા..પણ છતાં ધરાર એક અસ્તિત્વને ભૂંસી નાખવામાં આવયું છે. મારી જેમ કદાચ બધાના મનમાં હજુ એ નામ પડઘાતું હશે.. પણ હોઠ પર એ નામને આવવાની મનાઇ છે. દાદીમા અને પપ્પા ની સખત મનાઇ છે.

દાદીમા આ દસ વરસમાં વધારે વૃધ્ધ બન્યા છે. વહાલી  દીકરીના એક  આઘાતે એને સમૂળગા બદલી નાખ્યા છે. એ બધું બન્યું ત્યારે હું દસ વરસની હતી. નહોતી પૂરી સમજુ કે નહોતી સાવ અણસમજુ.. આજે તો ઘણું સમજી શકી છું ..અને છતાં જાણે કશું જ નથી સમજાતું.. મનમાં ઘણાં પ્રશ્નો છે જેનો જવાબ ફકત અને ફકત ઉમંગી                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        ફૈબા જ આપી શકે તેમ છે. પરંતુ તે તો ન જાણે કયા પાતાળમાં ..કયારે અદ્રશ્ય થઇ ગયા છે.. અને  ફૈબાના આ પગલાની  સીધી અસર પડી છે..મારી ઉપર..! કેવી રીતે ..શા માટે ? એ બધી વાત પછી…  

આજે ..આ ક્ષણે તો મન: ચક્ષુ સામે ઝિલાય છે  છ  વરસ પહેલાનો  એ દિવસ..એ દ્રશ્ય.. તે દિવસે ઘરમાં  જાણે ધરતીકંપ આવી ગયો હતો. તે દિવસે હું અને જય હજુ સ્કૂલેથી આવ્યા હતા. પપ્પા, દાદીમા, મમ્મી  બધા ઘરમાં હતા. ત્યાં ઉમંગી ફૈબા ઘરમાં આવ્યા. તેમણે સરસ મજાની સાડી અને ગળામાં ફૂલનો હાર પહેર્યો હતો. તેની સાથે  હતા  મારા પ્રિય અસદ અંકલ..  તેમના ગળામાં પણ એવો જ હાર હતો. હું તો તેમની સામે આશ્વર્યથી ..સાવ બાઘાની જેમ જોઇ રહી. મને કંઇ સમજાયું નહીં. જોકે હું કંઇ એવી સાવ નાની નહોતી.  પૂરા દસ વરસની થઇ ચૂકી હતી. છતાં બાઘાની જેમ તેમની સામે  જોઇ  રહી.  ન જાણે કેમ પણ હું  હમેશની જેમ  તેમની પાસે દોડી નહીં. થોડી અચકાઇ. શા માટે ? તે દિવસે તોએ  નહોતું સમજાયું..આજે  સમજાઇ રહ્યું છે. પણ..પણ મારા હાથ બંધાયેલા છે.. મનમાં તો થાય છે કે  ફૈબાને સાતમા પાતાળમાંથી પણ શોધી કાઢું.. કેટકેટલી વાતો કરવી છે ફૈબા સાથે..કેટલું યે પૂછવું છે..કેટલું યે કહેવું છે. પણ..  

તે દિવસે દાદીમા, પપ્પા  મમ્મી બધા મારી જેમ જ બાઘાની માફક ફૈબા સામે જોઇ રહ્યા હતા. ફૈબા પણ સ્થિર બનીને જરા વાર ઊભા રહ્યા. થોડીવાર એમ જ બધા મૌન .. બિલકુલ મૌન..

 

 

 

One thought on “ચપટી ઉજાસ..157

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s