ચપટી ઉજાસ..144

ચોરી એટલે ?

આજે આભાદીદી અને મોટા ફૈબા તેમને ઘેર ગયા. આમ પણ હમણાંથી આભાદીદી કોઇ સાથે બહું બોલતા નહોતા. મોઢું ફૂલાવીને બેસી રહેતા હતા. તે દિવસે પપ્પા તેમને બહું ખીજાયા હતા. તેમણે ઘરમાંથી કંઇક ચોરી કરી હતી..એવું બીજે દિવસે મેં સાંભળ્યું હતું. આ ચોરી એટલે શું ? એ મને ન સમજાયું. પણ મારી પાસે તો મારા બધા પ્રશ્નોના જવાબ માટે ફૈબા હાજર હોય જ..મેં ફૈબાને પૂછયું,

ફૈબા કહે, ‘કોઇની વસ્તુ આપણે પૂછયા સિવાય લઇ લઇએ તો એ ચોરી કરી કહેવાય..અને જે ચોરી કરે તેને ચોર કહેવાય. ચોરી કરવી બહું ખરાબ વાત છે. એવું કશું સમજાવ્યું.
મારો ભાઇલો ને હું એકબીજાને પૂછયા સિવાય એકબીજાની ઘણી વસ્તુઓ લઇએ છીએ..પેન્સિલ. કલર, રમકડાં વગેરે.. તો અમે ચોર કહેવાઇએ ? પપ્પા અમને પણ ખીજાશે ? મને ડર લાગ્યો.. મને થયું હવે હું જયની કોઇ વસ્તુ તેને પૂછયા સિવાય નહીં લઉં..તો તો હું ચોર નહીં બનું ને ?

પણ પાછી તકલીફ એ છે કે પૂછવા જાઉં તો કંઇ જય આપે તેવો નથી. ફૈબાને પૂછવું પડશે. ને જયને પણ આ વાત કહેવી પડશે.. એવું મને લાગે છે. મને કોઇ વાત ખબર પડે એટલે હું તુરત જયને કહું જ..અને સ્કૂલમાં મારી બહેનપણીને પણ કહું.

આભાદીદી ગયા એ ખબર નહીં કેમ પણ મને બહું ગમ્યું. આમ તો કોઇ અમારે ઘેર આવે એ મને બહું ગમે છે. પણ આભાદીદી સાથે મને મજા નથી આવતી. એ હમેશા મને ખીજાયા કરે છે. જોકે ઘરમાં બધા તેને ખીજાતા હોય છે.
આજે પણ એવું જ થયું. મોટા ફૈબાનો કંઇક ફોન આવ્યો હતો. સાંભળીને દાદીમા પહેલા ખીજાયા અને પછી કહે..

’ મોટી, હવે રડવાથી શું વળે ? એને સમજાવ કે બીજી વાર વધારે મહેનત કરે.. બીજું શું થાય ? એ છોકરી તને હેરાન જ કરે છે..કોઇનું સાંભળે તેમ જ નથી.’

પછી મને ખબર પડી કે આભા દીદી બારમા ધોરણમાં નાપાસ થયા છે. બારમું ધોરણ ..અને નાપાસ..? શું હશે આ ? કંઇક સારું તો નથી જ થયું એવું મને લાગ્યું. ઉમંગી ફૈબાએ પણ મોટા ફૈબા સાથે ફોનમાં ઘણી વાતો કરી..જેમાનું કંઇ મારે પલ્લે પડે તેમ નહોતું. આભાદીદી સાથે ઉમંગી ફૈબાને વાત કરવી હતી..પણ આભાદીદીએ વાત ન કરી એવું લાગ્યું.

દાદીમા એકલા એકલા કંઇક બોલતા હતા. ખીજાતા હતા..કોને અને શા માટે ? એ કેમ ખબર પડે ? ઘરમાં આવું કંઇક ન ગમે એવું થાય તે દિવસે મને મજા નથી આવતી. કેમકે તે દિવસે હું કંઇ પૂછું તો પણ કોઇ સરખો જવાબ ન આપે..કોઇ અમારી વાત પૂરી સાંભળે પણ નહીં..અને વધારે પૂછીએ તો અમને પણ ખીજાય.. મને તો બધા હસતા હોય.. એવું જ ગમે.પણ મને ગમે એવું જ બધું થોડું થાય છે ? મોટા થયા પછી મને ગમે એવું થઇ સકશે ખરું ? આ મોટાઓને પોતાને મન થાય એવું કરવાની મજા પડતી હશે ને ? એ લોકો પોતાને મન પડે એમ બધું કરી શકતા હશે ને ? ખબર નહીં..પણ મને મોટા થવાનું મન થાય ત્યારે ઉમંગી ફૈબા તો હમેશા કહેતા રહે છે.. ’ જૂઇ, મોટા થવામાં કંઇ માલ નથી.. નાની છો ત્યાં સુધી જલસા કરી લો..જીવન માણી લો.. પછી તો આવશે જવાબદારીઓના ઢગલા..અને ઠલવાશે બધાની અપેક્ષાઓના પોટલા..

બાપ રે.. આ બધાનો શો અર્થ થતો હશે ? મને એ બધું કયારે સમજાશે ?

હમણાં સ્કૂલમાં મને બહું મજા નથી આવતી. કેમકે મારી બહેનપણી માનસી બીમાર છે..એને તાવ આવ્યો છે એમ ટીચરે કહ્યું છે. એટલે એ સ્કૂલે નથી આવતી. એના વિના મને વાતો કરવાની મજા નથી આવતી. એ જલદી આવી જાય તો સારું. ટીચર કહે છે. તમારે બધાએ રોજ રાત્રે માનસી સાજી થઇ જાય એવી પ્રેયર ભગવાનને કરવાની. ભગવાન નાના બાળકોની પ્રેયર જલદી સાંભળે છે. કરશોને બધા રોજ રાત્રે સૂતા પહેલાં..

મેં જલદી હા પાડી. અને પૂછયું, ટીચર, આપણે સ્કૂલમાં કરીએ છીએ એ જ પ્રેયર કરવાનીને ?
ટીચર કહે, ‘ હા, ગમે તે પ્રેયર કરી શકાય અને પછી ભગવાનને કહેવાનું કે માનસીને જલદી સાજી કરી દે..’

મને શાંતિ થઇ. હવે રોજ રાત્રે હું પ્રેયર કરીશ. અને ભગવાનજીને કહીશ કે માનસીને જલદી સાજી કરી દો.. એના વિના મને સ્કૂલમાં મજા નથી આવતી. બસ ભગવાનજી એને સાજી કરી દેશે ને પછી માનસી સ્કૂલે આવશે એટલે મને ફરીથી મજા પડશે..

One thought on “ચપટી ઉજાસ..144

 1. ચોરી ?
  યાદ
  મથુરામાં ખેલ ખેલી આવ્યાહો કાન ક્યાં રમી આવ્યા ?
  માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યાસાડી તે કોની ચોરી લાવ્યા ?
  હો કાન વળી
  માખણ ચોરી લીલા.
  કૃષ્ણ એ ઘણી બધી અદભૂત લીલા ઓ કરી છે તેમાં એક વિખ્યાત માખણચોરી ની લીલા પણ છે. વળી એમ પણ વિચાર થતો હશે કે ભગવાન ને ચોરી કરવાની જરૂર કેમ પડી? આ લીલા નું વિસ્તારપૂર્વક વર્ણન શ્રીમદ્ ભાગવત નાં દશમ સ્કંધ માં

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s