ચપટી ઉજાસ.. 140

હેપી બર્થ ડે

આજે મારો હેપી બર્થ ડે હતો. આજે હું ફાઇવ યર્સની થઇ ગઇ. બર્થ ડેમાં કેક કપાય અને નવું ફ્રોક પહેરાય ..બધાને બોલાવાય.. આઇસ્ક્રીમ ખવાય , ફુગ્ગા ફોડાય અને બધા આપણને ગીફટ આપે… એ બધી મને ખબર છે.હું મારી ઘણી બહેનપણીઓની પાર્ટીઓમાં ગઇ છું. મને બહું મજા આવે છે. આજે સવારે હું ઉઠી ત્યાં જ ફૈબા આવ્યા,

‘ જૂઇ, હેપી બર્થ ડે..મારી નાનકડી ઢીંગલી આજે પૂરા પાંચ વરસની થઇ ગઇ. વાહ..

જૂઇબેન તો હવે મોટા મોટા થઇ ગયા. હું કૂદકો મારીને ઉભી થઇ અને બે પગ ઉપર ઉંચી થઇને હાથ ઉંચા કર્યા ..કેટલી મોટી થઇ ગઇ છું એ બતાવવા માટે.
‘ બાપ રે..જૂઇ બેન તો સાચ્ચે જ મોટા થઇ ગયા. આજે તો જૂઇબેનનો બર્થ ડે ઉજવીશું ને ?
ત્યાં આભાદીદી આવ્યા.

‘માસી, આજે તો તમારી ચાગલી જૂઇનો બર્થ ડે છે.. એટલે સાંજે અમને બધાને કેક ખાવા મળશે ને ? ‘ ફૈબા કહે,
‘ આભા, ચાગલી નહીં..વહાલી જૂઇ.. અને પહેલા જૂઇને વીશ તો કર.પછી કેકની વાત.

‘ અભાદીદીએ મને હેપી બર્થ ડે કહ્યું.

‘ જો, જૂઇ હવે તું મોટી થઇ ગઇ ..હવે તોફાન નહીં કરવાના. ‘
‘ જૂઇ, તોફાન કરતી જ નથી. તોફાની તો આ મારો જય છે. હેં ને જય ? ફૈબાએ હસતા હસતા કહ્યું.
‘ કોણ મારા જયને તોફાની કહે છે ? કહેતા દાદીમા આવ્યા.
નાનીમા, ઉમંગી માસી જૂઇને તો તોફાની ન જ કહે ને ?

‘ હા.. જૂઇ તો ઉમંગીનો જીવ પ્રાણ છે. જૂઇ, જલદી જલદી નાહીને ભગવાનને જેજે કરીને સ્કૂલે જજે હોં.’ મેં હસીને હા પાડી. ત્યાં મમ્મી આવી,

જૂઇ, પહેલા દાદીમાને, ફૈબાને બધાને જેજે કરો. મોટા ફૈબા પણ હવે આવી ગયા.
હું બધાને પગે લાગી. ઉમંગી ફૈબા કહે,

‘ જૂઇ, પપ્પા તો બહારગામ ગયા છે. પણ મમ્મી છે. અને સૌથી પહેલા મમ્મીને જ પગે લગાય. ’ હું મમ્મીને પગે લાગવા ગઇ..ત્યાં તો મમ્મીએ મને વહાલથી ઉંચકી લીધી.
આમ ઘરના બધા ભેગા થાય એ મને બહું જ ગમે. કેવું મજાનું લાગે.

આભાદીદી કહે, ‘એ ય જૂઇ, હું યે તારાથી મોટી છું..આજે તો તારે મને પણ પગે લાગવું પડે.
‘ અને આભા, તો આજે તારે પણ જૂઇને કશું આપવું પડે એ ભૂલી ન જતી.

મોટા ફૈબા બોલ્યા, ‘અમારા તો આશીર્વાદ ..મોટાઓ બીજું શું આપે ? ‘ તમારા ને બાના આશીર્વાદ ચાલશે. બાકી બધાએ જૂઇને કંઇક આપવું પડશે હોં..

ઉમંગી ફૈબા હોય એટલે મને ગમે એ બધું થવાનું જ. એની મને ખબર છે.
‘ માસી, સાંજે પાર્ટી ને ?
‘ નો.. પાર્ટી નહીં..આજે જૂઇનો બર્થ ડે ઉજવાશે.પણ મારી રીતે..જુદી રીતે..

‘ જુદી રીત વળી કઇ ? બર્થ ડે ઉજવવાની તે કંઇ રીતો હોતી હશે ? માસી, તમે યે ખરા છો..
એ બધી જાણ સાંજે કરાશે.અત્યારે જૂઇને સ્કૂલે જવાનું મોડું થાય છે. જુઓ, ભાભીએ જયને તો તૈયાર કરી પણ દીધો.
મેં જોયું..ઓહ , મમ્મી તો જયને તૈયાર કરવા ગઇ હતી.

‘ ભાભી, તમે બંનેનું દૂધ તૈયાર કરો.ત્યાં હું જૂઇને નવડાવીને વાળ ઓળી આપું છું.

મોટા ફૈબા કહે, ઉમંગી, તારે બીજું કંઇ કામ હોય તો કર..જૂઇને તો હું યે નવડાવી
દઇશ. ‘ ’ તમે મમ્મી સાથે સેવા પૂજા કરો.. હું હમણાં આવું છું. ‘ ફૈબા બોલ્યા,
‘ મોટી, તું રહેવા દે..જૂઇનું કામ ઉમંગી જલદી કોઇને આપે એવી નથી.
હું ફૈબાની આંગળી પકડી બાથરૂમમા દોડી. ફૈબા નવડાવે એ તો મને બહું ગમે. કેમકે મમ્મી તો જલદી જલદી નવડાવી દે. ફૈબા તો નવડાવતા નવડાવતા કેટલાયે ગીત ગાતા જાય કે મારી સાથે વાતો કરતા જાય..મારે મોટા થઇને આ ફૈબા જેવું જ થવું છે. પણ ફૈબાને એવું કહું તો ફૈબા હમેશા એમ જ કહેતા હોય છે
‘ ના..જૂઇ, આપણે કોઇ જેવા નથી થવું. તું જૂઇ છે ને તારે જૂઇ જેવા જ થવાનું છે. તને જે ગમે એ જ તારે કરવાનું છે. ગાડરિયા પ્રવાહમાં નથી તણાવાનું. સમજી ?

કશું સમજયા વિના જ મેં હસીને માથું ધૂણાવી દીધું. ફૈબાની વાત મને સમજાય કે ન સમજાય પણ એ સારી અને સાચી જ વાત હોય..એની મને પૂરી ખાત્રી છે.

ફૈબાએ મને નવડાવતા નવડાવતા અને તૈયાર કરતા આજે કંઇક જુદી જ વાત મને કરી. એ વાત જોકે મને પૂરી સમજાઇ નહીં.

પણ અત્યારે તો હવે સ્કૂલનું મોડું થતું હતું એટલે મારે જલદી ભાગવું પડયું. આજે જલદી જઇને જલદી આવવું હતું. સાંજે ફૈબાની સાથે જવાનું હતું ને ? કયાં ? અરે, અત્યારે કેવી રીતે કહું ? મારે સ્કૂલનું મોડું ન થાય ? પછી ટીચર તમારી જૂઇને ખીજાય એ તમને કોઇને ગમે ?

One thought on “ચપટી ઉજાસ.. 140

 1. મારો હેપી બર્થ ડે હતો. આજે હું ફાઇવ યર્સની થઇ ગઇ….

  Happy Birthday 5th Hatsune Miku [Happy Birthday Love … – YouTube
  ► 3:01► 3:01

  http://www.youtube.com/watch?v=u-sGXRzEFPEAug 30, 2012 – 3 min – Uploaded by Scherpheid
  Sign in with your YouTube Account (YouTube, Google+, Gmail, Orkut, Picasa, or Chrome) to add Scherpheid .હેપી બર્થ ડે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s