5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. જ્યારે કોઈ મોટો આઘાત આવે ત્યારે ખ્યાલ આવે છે કે કોઈ એવી શક્તિ છે જેની આપણને જરૂર છે .મનુષ્યની તૃપિ્તનો ઘડો ખાલી ને ખાલી જ રહે છે, પણ પરમાત્માની અનુભૂતિનું એક ટીપું પણ આ ઘડાને છલકાવી દે છે. સંસારની આશા અને આશ્વાસનના અંતિમ પગથિયાંથી જ પરમાત્મા સુધી જવાની પગદંડી શરૂ થાય છે.

    Like

  2. આદરણીય પ્રિય દીદી,જય શ્રી કૃષ્ણ।આપનો આજનો ઉદિત થતો દિવસ મધુર યાદોથી ઝગમગે ને મન દિવેટથી પ્રગટી મ્હેંકે પ્રિયજનોનાં ઉર મહિ !!!હા,સત્ય કહ્યું જયારે આપણે આઘાતની પરીસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે જ સમજાય કે સાગર કેટલો ઉંડો છે!!! હસ્તની મર્યાદા સમજજો ને સાચવજો।આવજો,

    Like

  3. આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામા હોય છે.

    ન્યુટને શોધેલો આ નિયમ પ્રકૃતિમાં સર્વત્ર પ્રવર્તે છે.

    જ્યારે જ્યારે પ્રત્યાઘાત લાગે ત્યારે સમજવું કે ક્યાંક આપણાં દ્વારા આઘાત કરવામાં આવ્યો હશે.

    જ્યારે જ્યારે આઘાત કરીએ ત્યારે સમજવું કે તેનો પ્રત્યાઘાત વહેલો કે મોડો આવશે.

    તેવી જ રીતે પ્રેમ,લાગણી,સહાનુભુતી,માયાળુતા અને અન્ય ભલી બાબતોનો ય તેવો જ પ્રતિભાવ આવે, આવે અને આવે.

    આ જગતમાં આપણે માત્ર આપણું પાત્ર ભજવવા આવ્યાં છીએ. કોઈનોય ન્યાય તોળવાનો આપણને કોઈએ અધિકાર નથી આપ્યો.

    શુભ દીપાવલી અને નુત્તન વર્ષાભિનંદન…..

    Like

Leave a reply to પરાર્થે સમર્પણ જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.