1 thoughts on “આજની ખાટી મીઠી..

  1. યાદ મારું માનીતું ગીત
    સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !

    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
    વાગે રે અણદીઠા એના હાથની
    અવળી સવળી થપાટ…
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
    કર્મે લખીયા કાં કેર ?
    નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
    જાંળુ સળગે ચોમેર..
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    વેળા એવી વીતી રે વેદનતણી
    ઉકલ્યા અગનના અસનાન
    મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
    પાકા પંડ રે પરમાણ
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    હરિએ હળવેથી લીધા અમને હાથમાં
    રીઝ્યા નીરખીને ઘાટ
    જીવને ટાઢક વળી તળિયા લગી
    કીધા તે અમથા ઉચાટ
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    અને
    ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
    નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
    મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

    સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
    પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
    મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

    કો’કે મૂકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
    કો’ક રુપાળા હાથે મુજને, ઊંચે ગોખ ચઢાવ્યો રે
    મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

    સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
    દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
    મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

    તેલ ખૂટ્યું ને વાટ ખૂટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
    લાખ દીવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
    મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
    – દિનેશ શાહ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.