3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. સ રસ
    જે માણસ બધું જાણતો હોય….યાદ આવે ઓશો તેમના સ્ફોટક નિવેદન કરે છે કે “શૈક્ષણિક ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ જોવા મળે છે – ભાગ્યે જ! હું શિક્ષણ ક્ષેત્રમાં હતો અને હું મારા અનુભવના આધારે બોલું છું . મેં બુદ્ધિશાળી ખેડૂતો જોયા છે, પરંતુ મેં બુદ્ધિશાળી પ્રોફેસરો – પ્રાધ્યાપકો જોયા નથી. મેં બુદ્ધિશાળી કઠિયારા જોયા છે પણ બુદ્ધિશાળી પ્રાધ્યાપકો જોયા નથી. શા માટે? આ લોકોમાં શી ખામી છે? એક ચીજની ખામી છેઃ તેઓ કેવળ જ્ઞાન ઉપર આધાર રાખી શકે છે. તેમણે અપ્રત્યક્ષ માર્ગ શોધી કાઢયો છે. પ્રથમ દરજજામાં હિંમતની જરૂર પડે છે, પ્રથમ પ્રત્યક્ષ જાણવું તે કેવળ બહુ થોડા લોકોને – સાહસિકોને જ પાલવી શકે છે. તમે માહિતીનો મોટો ઢગલો કરી તેના પર બેસી શકો છો. જ્ઞાન દ્વારા તમારી સ્મૃતિ વિશાળ અને વિશાળ બને છે, પરંતુ તમારી બુદ્ધિ વિશાળ બનતી નથી.”
    અહીં ઓશો એક સચોટ દૃષ્ટાંત ટાંકે છે.
    “એક સ્ત્રી એક ખાદ્યપદાર્થનો ડબ્બો લાવી, પરંતુ મથામણ કરવા છતાં તેનાથી આ ડબ્બો ન ખૂલ્યો. ડબ્બો કેવી રીતે ખોલવો તે આ સ્ત્રી જાણતી નહોતી. એટલે તે પોતાના સ્ટડીરૂમમાં ગઈ અને પાકશાસ્ત્રના પુસ્તકમાં ખાદ્યપદાર્થનો ડબ્બો ખોલવાની કોઈ રીત આપી હોય તો તે શોધવા માંડી. જ્યારે તે પુસ્તકમાં જોઈને પાના નંબર અને સંદર્ભો વગેરે તપાસીને પાછી આવીને જોયું તો તેના નોકરે ડબ્બો ખોલી નાંખ્યો હતો.
    તેણે પૂછયું, “આ ડબ્બો તેં કઇ રીતે ખોલી નાખ્યો?” નોકરે ઠાવકાઈથી કહ્યું, “મેડમ, જ્યારે તમે વાંચી ના શકતા હો ત્યારે તમારે અક્કલ દોડાવવી પડે.”
    હા, તે આ રીતે સંભવે છે. એટલે ખેડૂતો, માળીઓ, કઠિયારાઓ વધુ બુદ્ધિશાળી હોય છે. તેમની આસપાસ એક પ્રકારની તાજગી- ફ્રેશનેસ હોય છે. તેઓ વાંચી શકતા નથી એટલે તેમણે તેમના મગજનો ઉપયોગ કરવો પડે છે. વ્યક્તિએ જીવવું જોઈએ અને વ્યક્તિએ પોતાના મગજનો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. એટલે બુધનો ત્રીજો અર્થ સમજદારીના અર્થમાં જાણવું એવો થાય છે.” “ચોથો અર્થ છે પ્રબુદ્ધ બનવું અને પ્રબુદ્ધ કરવું. બુદ્ધ એ પ્રકાશ છે તેઓ પ્રકાશ બની ચૂક્યા છે. આથી તેઓ સહજ રીતે બીજાને પણ પ્રકાશ બતાવે છે. તેમનો અંધકાર અદૃશ્ય થઈ ગયો છે. તેમની આંતરજ્યોતિ ઉજ્જવળ રીતે પ્રકાશી રહી છે. સામાન્ય રીતે તમે અંધકાર છો. અંધકારવાળો ખંડ, અંધારિયો ખંડ. માણસ થોડો વિચિત્ર છે, તે સતત હિમાલય ખૂંદ્યા કરે છે. તે પેસિફિક મહાસાગર ખૂંદી વળે છે, તે સતત ચંદ્ર અને મંગળની શોધખોળ કર્યા કરે છે, પરંતુ એક ચીજનો તે ક્યારેય પ્રયત્ન કરતો નથી – તે છે તેના પોતાના આંતરિક અસ્તિત્વની શોધ. માણસે ચંદ્ર પર ઉતરાણ કર્યું છે, પણ માણસે હજી તેના પોતાના અસ્તિત્વમાં ઉતરાણ કર્યું નથી.”
    ……………………………………………….તેણે ઘણું શીખવાનું બાકી રહે છે’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s