One thought on “આજની ખાટી મીઠી..

  1. પૃથ્વી પણ છે એક ભમરડો ,અગણિતોનો સાથી .
    કોના હાથે છુટ્યો ,છોડવે કો આ ચક્કરમાંથી ?
    કોણે પૂર્યા પ્રાણ ,કદી શું ગતિ મંદ થવાની ?
    કે પુન :જન્મ પામીને પછી ઘરેડમાં ઘૂમવાની ? ભમરડો જોઉં છું ને મને ભીખુ યાદ આવે છે. ભીખુ અને ભમરડો મારે મન એક થઈ ગયાં છે.
    ભીખુ પહેલા ધોરણથી મારી સાથે. ભણવામાં નબળો. પણ જબરો નેકી. એની પ્રમાણિકતાનો હું પ્રથમથી સાક્ષી. ‘લેસન ન લાવ્યો હોય એ ઊભો થાય.’ સાહેબની સૂચના પૂરી થાય એ પહેલાં એ ઊભો થઈ જ ગયો હોય ! એવો નેકી.
    ‘કેમ નથી લાવ્યો લેસન ?’ સાહેબ પૂછે.
    ‘સાયેબ, ભમરડા રમતો’તો, ભૂલી ગયો !’ સ્પષ્ટ ઉત્તર. બધા હસી પડે. મને એક પ્રસંગ યાદ છે, સાહેબ ત્યારે ગણિતની નોટ તપાસતા હતા. હું રડતો હતો. મારી નોટ ખોવાઈ ગયેલી, ત્યારે ભીખુએ મને કહેલું – ‘લે આ તારી નોટ, મને જડી છે.’
    પણ એ એની નોટ ભૂલી ગયેલો. પછી તો એ વર્ષે, એ નાપાસ થયેલો.
    ભમરડા તો એના ! ભમરડાને દોરી ઉપર ઊંઘાડે. જમણા હાથે દોરી વીંટી ભમરડો ફેંકે ને ડાબી હથેળીમાં ઝીલી લે – ડાબે હાથ દોરી વીંટે ને જમણી હથેળીમાં ઝીલી લે. બંને હથેળીઓમાં ભમરડા ઊંઘે. ભીખુ ની જેમ મને ભમરડો ફેરવતાં ન આવડ્યું તે ના આવડ્યું.
    પછી ભીખુ ન ભણી શક્યો. મજૂરીએ વળ્યો. પરણ્યો. પસ્તાયો. ગાંડી પત્ની – બાળકો. એ જ જાણે દયાપાત્ર !! આમ દોડે તેમ દોડે… આમ કરે ને તેમ કરે !! અહીં ફરે ને ત્યાં ફરે. એની આ વર્તમાન અવસ્થા જોઈને મને ફરી ભમરડો યાદ આવે છે, ને મને થઈ આવે છે – ‘ભમરડાની આર પ્રમાણિકતાનાં પડખાં આમ શા માટે ભેદતી હશે ?

    કુંડાળામાં ફરવા લાગી, હું ય ભમરડા જેવી નીકળી……………

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s