અત્તરકયારી..2 ચાર ચિંતા

ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,
ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન

ચિંતા ન કરવી જોઇએ..એમ ડાહ્યા માણસો અવારનવાર પોતપોતાની રીતે કહેતા રહેતા હોય છે. પણ એમ કોઇના કહેવાથી કંઇ લોકોની ચિંતા થોડી છૂટી શકે ? દૂર રહીને તો બધા બોલી શકે.. એ તો જેને માથે વીતતી હોય એને જ ખબર પડે. બરાબરને દોસ્તો ? અતીતના ઓથાર કે ભાવિની ચિંતામાંથી છૂટવું કોઇ પણ માનવી માટે એટલુ આસાન નથી બનતું.
સમાજમાં ..આપણી આસપાસના રોજબરોજના જીવનમાં અનેક ચિંતાઓ દેખા દેતી હોય છે. આજે જોઇએ આવી થોડી અલગ અલગ પ્રકારની ચિંતાઓ..
ચિંતા નંબર 1
સૌથી મોટી ચિંતા શગુન અને આંચલ જેવી સ્ત્રીઓની.. કરોડપતિની..અર્થાત મોટા ઘરની વહુઓ કે દીકરીઓ..
કેટકેટલી ચિંતાઓ તેમને વળગેલી જ હોય.
હમેશા શોપીંગમાં, કીટી પાર્ટીઓમાં,બ્યુટી પાર્લરમાં, કલબોમાં નવી ફેશનમાં વ્યસ્ત રહેતી આવી સ્ત્રીઓના બાળકો શિક્ષકો અને ડ્રાઇવરની છત્રછાયામાં મોટા થતા હોય છે. બાળકો પાછળ બગાડવા માટે તેમની પાસે ફાલતુ સમય હોતો નથી. એટલે સદનસીબે બાળકોની ચિંતાથી તો તેઓ મુકત હોય છે.
પણ કઇ જગ્યાએ શું નવું આવ્યું છે..એ જાણવાની ચિંતા. અને એ પછી પોતાની પહેલા બીજુ કોઇ ત્યાં પહોંચી ન જાય એની ચિંતા ! પોતાનો ડ્રેસ ડિઝાઇનર કે જવેલરી ડિઝાઇનર બીજા કોઇ માટે ખાનગીમાં કામ નથી કરતો ને ? તેની પણ ચિંતા.

અરે, ખાવાની પણ મોટી ચિંતા.. ડાયેટ ફ્રી જ ખાવું પડે. કયાંક કેલેરી વધી જાય ને ફીગર બગડી જાય તો ? તેમની કેટલીયે પ્રિય વાનગીઓ તેમને લલચાવતી રહેતી પણ એ ખવાઇ ન જાય તેની ચિંતા,
પાર્ટીમાં કોઇએ પોતાનાથી વધારે સારા કપડાં કે વધારે સારી..નવી જવેલરી તો નથી પહેરીને ? એની ચિંતા તો હમેશની
ઉપરાંત હમેશાં પોતે જ ચર્ચામાં રહેવી જોઇએ અને બીજા પોતાનાથી કેમ નીચા દેખાય..અને તે માટે શું કરવું જોઇએ. એની યુક્તિઓ શોધવી, એ પ્રમાણે આયોજન કરવું. આ બધી જેવી તેવી ચિંતાઓ હતી ?

આ તો ફકત એક ઝાંખી છે. બાકી તેમની ચિંતાઓનો તો પાર નથી

હવે જોઇએ અમિતા અને નમિતા જેવી ઉચ્ચ મધ્યમવર્ગની ગૃહિણીઓની ચિંતાઓ.
પોતાના બાળકો હમેશાં આગળ, પ્રથમ નંબરે જ રહેવા જોઇએ. સતત જીતતા જ રહેવા જોઇએ..એને દરેક પ્રવૃતિ આવડવી જોઇએ. એમ માનતી આ સ્ત્રીઓને એક કલાસમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા…એમ સતત હાંફતા હાંફતા બાળકને લેવા..મૂકવાની ચિંતા ! ડાન્સીંગ, સીન્ગીંગ, ડ્રોઇંગ..કરાટે…અને વેકેશનમાં સમર કેમ્પ કે ટ્રેકીંગમાં મોકલવાની ચિંતા ! પોતાના બાળકને સારામાં સારી અર્થાત્ સૌથી મોંઘી સ્કૂલમાં એડમીશન લેવાની ચિંતા તો ઉભી જ હોય. પોતાના અધૂરા સપનાઓ, અધૂરી મહત્વાકાન્ક્ષાઓ સંતાનો વડે કેવી રીતે પૂરી કરવી, .સતત હરિફાઇમાં રહેવું ને બાળકોને પણ રાખવા એ સૌથી મોટી ચિંતા. સમાજમાં કયાંય ખરાબ ન દેખાવું જોઇએ કે પોતે કોઇથી ઉતરતા તો ન જ દેખાવુ જોઇએ ને ? વીક એન્ડમાં..રવિવારે કઇ હોટેલમાં જમવા જવું, કયા થિયેટરમાં પિકચર જોવા જવું, કયા મોલમાં શોપીંગ કરવા જવું એની ઝંઝટ..
તેમને હોંડા સીટી કે મારુતિ જેવી ગાડીઓથી ચલાવી લેવું પડતું હોય. મર્સીડીઝ જેવી મોટી ગાડી લેવાના સપના પૂરા કરવાની ચિંતા તો ઉભી જ હોય. મધ્યમ વર્ગને તે નીચા સમજતા હોય એટલે એટલે હાઇ સોસાયટીના કલ્ચરમાં સતત ટકી રહેવાની, સ્ટેટસ જાળવી રાખવાની ચિંતા… આ બધું કંઇ ઓછું કહેવાય ?

અને હવે વાત સંગીતા અને કોમલા જેવી સામાન્ય મધ્યમ વર્ગની ગૃહિણીઓની.
તેમની સૌથી મોટી ચિંતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની સારી સ્કૂલમાં મૂકવાની. સસ્તી છતાં સારી સ્કૂલની તેમને સતત શોધ રહેતી. બાળકોને શકય તેટલું ઘેર ભણાવીને અને એકાદ બે ટયુશનની વ્યવસ્થા કરવાની ચિંતા, સાથે સાથે સાઇડમાં પોતે પણ કંઇક આર્થિક ઉપાર્જન કરીને બે છેડા સારી રીતે ભેગા થઇ શકે તેની સતત ચિંતા. નાની મોટી આવકનું સાધન સતત શોધતા રહેવા માટે તેમને દોડતું રહેવું પડતું ! સમાજમાં રહીને સગાવહાલાઓના વહેવાર સાચવવા..કયારેક સેલમાંથી સારી સાડી લેવી કે કદીક બાળકોને પ્રવાસ કે પિકનીકમાં જવા દેવાની સગવડ કરવી. આ બધી ચિંતામાં તેઓ સતત ગૂંચવાયેલી રહેતી. બીજી બહેનપણીઓ કે સગાઓ પાસે ફોર વ્હીલર હોય ત્યારે પોતાને હજુ ટુ વ્હીલરથી જ ચલાવવું પડે છે. એ કંઇ ઓછી ચિંતાની વાત કહેવાય ?

અને હવે વાત સવિતા અને મંજુલા જેવી સાવ નીચલા વર્ગની સ્ત્રીઓની.

સૌથી નસીબદાર આ વર્ગ.! તેમને કદી ખાસ કોઇ ચિંતા હોતી જ નથી. તેમને નથી હોતી ચિંતા તેમના બાળકોને કઇ સ્કૂલમાં ભણવા મૂકવા તેની, નથી ચિંતા પાર્ટીઓમાં જવાની કે કોઇ ફેશનની ચિંતા. કયાં કયું સેલ ચાલે છે તેવી તેને કોઇ ચિંતા કયાં હતી ? નહોતી કંઇ વસાવવાની કે સજાવવાની ચિંતા.
પણ ના, ના, ભગવાન કોઇને યે સાવ ચિંતામુકત થોડો રાખે છે ?

જોકે આ સવિતા અને મંજુલાની ચિંતા તો ઠીક જાણે સમજયા…! તેમની ચિંતાઓ હોય સાવ નાની નાની. જેમકે..આજે સાંજે પેટ ભરીને જમવા મળશે કે નહીં ? આજે કોઇ કામ મળશે કે નહીં ? ચૂલો સળગાવવા લાકડા લેવા કઇ જગ્યાએ જઇએ તો વધુ લાકડા મળે કે પછી શિયાળામાં ઠંડીથી ધ્રૂજતા નાના બાળકોને કેમ બચાવવા? એવી નાની નાની ચિંતાઓ જ હતી. બાળકો બીમાર પડયા હોય તો દવાના પૈસા કયાંથા કાઢવા ? એવી નાની નાની ક્ષુલ્લક ચિંતાઓ. ખાસ કોઇ મોટી ચિંતા તેમને કદી નહોતી સતાવતી.

હવે આવી સાવ નાની નાની ક્ષુલ્લક ચિંતાઓની વળી આપણે શું વાત કરવાની ? એવી નાનકડી વાતોની ચિંતા આપણે કોઇ થોડા જ કરીએ ? હજુ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગ્યો નથી ત્યાં સુધી આપણૉ અંતરાગ્નિ કયાં જાગવાનો ? આપણા આંખ અને અંતર બંને બંધ.

પછી આગળ જતા પડશે એવા દેવાશે..આપ શું કહો છો દોસ્તો ?

( ગુજરાત ગાર્ડીયન દૈનિકમાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ અત્તરકયારી )

http://gujaratguardian.in/29.07.12/magazine/index.html

6 thoughts on “અત્તરકયારી..2 ચાર ચિંતા

 1. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ
  જિનકો કછુ ચાહ નહીં વો શાહનકે શાહ

  અલબત્ત જન્મ થયો છે તે જ સુચવે છે કે કશીક ઈચ્છા છે. સમજદારનો પુરુષાર્થ ચિંતામુક્ત નહીં પણ ઈચ્છામુક્ત થવાનો હોય છે.

  સતત દબાવી દે તેવા પ્રતિકુળ સંજોગો વચ્ચે વ્યક્તિત્વનો થતો વિકાસ અને પ્રગતિ તેનું નામ જીવન – સ્વામી વિવેકાનંદ.

  ગૃહિણીની ચિંતાઓ જાણી હવે ક્યારેક ગૃહસ્થોની ચિંતાનુ યે વર્ણન કરજો.

  Like

  • thanks atulbhai.. yes..i may write abt man’s worry too..in future..
   like to read nice response..
   and yes..pragnaben..apa ki divanagi sar ankho par..

   aavi divanagina to ame chahak chie..

   thanks to all..for reading and responding too.. it means a lot to me..

   Like

 2. કોઈ લેખ વાંચશે કે નહીં – લેખકની ચિંતા
  કોઈ પ્રતિભાવ આપશે કે નહીં / કોઈ Like પર ક્લિક કરશે કે નહીં – બ્લોગરની ચિંતા
  ચિંતા વિશેનું ચિંતન બરાબર હશે કે નહીં – ચિંતકની ચિંતા
  જોક સાંભળીને કોઈ હસશે કે નહીં – જોકરની ચિંતા
  પ્રયોગ પાછળ બગાડેલ સમય લેખે લાગશે કે નહીં – વૈજ્ઞાનિકની ચિંતા
  હવે વધુ ચિંતા કરવી કે નહીં – મારી ચિંતા 🙂

  Like

 3. ભાઇ અતુલે ગંમ્મતમા જાણે મારી જ વાત કરી !
  જો કોઈ ચિંતવે નામ બીન, સોહિ કાલકી પાસ.
  કબીર! મેં ક્યા ચિંતવું, હમ ચિંતવે ક્યા હોય?
  .. આવો જાપ પણ સાંભળ્યા કરીએ
  માનસિક અશાંતિ – તાણ, ભાગ-દોડ વગેરે આજે શહેરી સ્પર્ધાત્મક સમાજમાં વધતા જાય છે, જેને પરિણામે દર વર્ષે, વિશ્વના દર પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માનસિક તકલીફોમાં સપડાય છે. ”વિશ્વમાં રોગોનું ભારણ નામના વિશ્વ આરોગ્ય સંસ્થાના દસ્તાવેજ મુજબ, જે રોગોને કારણે માણસની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા ઘટી જઇને અનેક માનવ કલાક વેડફાય છે એવા રોગોની યાદીમાં માનસિક રોગો અને વ્યસનોનું નામ પ્રથમ પાંચ રોગ પૈકી જ હોય છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં સમાજ પર ભારે મોટા ભારણરૂપ રોગોની યાદીમાં માનસિક રોગોનું સ્થાન હ્રદયરોગ પછી બીજું જ આવે છે!
  આજકાલ, ચિંતા અને હતાશા આ બે માનસિક બીમારી સૌથી વધુુ વ્યાપક છે. એ પછી બાઇપોલર ડિસોર્ડર, સીઝોફ્રેનીયા વગેરે તકલીફો આવે છે. માનસિક બીમારીને કારણે માત્ર માણસની કાર્યક્ષમતા જ નહી, પરંતુ આવરદા પણ ઘટે છે.. માનસિક બીમારી થાય એ પહેલાં અને કદી માનસિક બીમારી થવાની શકયતા ન હોય એવા ઘણા લોકોને પણ માનસિક અશાંતિનો અનુભવ વારંવાર થયા કરે છે. માનસિક અશાંતિનું કારણ ભાગ-દોડ, તાણ, ગુસ્સો, એકલતા, ઇર્ષ્યા વગેરે હોઇ શકે છે. માનસિક બીમારી કરતાં અનેક ગણાં વધુ લોેકોને સતાવતી આવી મનની આ અશાંતિને પણ ઊંડાણપૂર્વક સમજવાની અને એમાંથી બહાર આવવાની જરૂરિયાત છે.
  ૧૯૯૬મા કેનેડામા અમારા હેલ્થ ચેકમા કહ્યું બધું બરોબર છે અને સીરેઝોનનું પ્રીસ્ક્રીપશન આપ્યું.કેમીસ્ટને કહ્યું આ દવા જોઈતી નથી મને તેનું સાહિત્ય આપો.તેમા જોયું તો બાઇપોલર ડિસોર્ડર, સીઝોફ્રેનીયા વગેરે માટે વપરાતી દવા.પ્છી તો ગયા લાયબ્રેરીમા અને બધા માનસિક રોગના પુસ્તકો લીધા.ખૂબ રમુજ આવી.ઘણા સરળ ઉપાયો બતાવેલા અને છેલ્લે આવે કે નિષ્ણાતને બતાવી આ દવા લેવી.અને આપણે તો જે મનમા આવે તે લખવું અને બને તો વંચાવી ચર્ચા કરવી.બધા કામમા વ્યસ્ત ત્યારે અમારા સ્વ કાકાશ્રી એ સૂચવ્યું કે ઇ મેઇલ કરો! ત્યારે આ બધું મોઘું તેથી પૅડ પર ટાઈપ કરી તૈયાર રાખીએ અને જમાઇ મોકલી આપે.ઘણાને ગમ્યું-પછી તો ગુજરાતીમા લખવાનું આવ્યું અને ગમે ત્યાં લેપટોપ લઇ જ્યાં સુધી લખવું વાંચવું શક્ય બન્યું.
  કુટુંબીજનો/સ્નેહીઓ ને આ દિવાનગી લાગી પણ અમને તો આ પાગલપણું રાસ આવી ગયું અને હજુ સુધી ઊંઘની કે ગાંડપણની દવા લેવી નથી પડી.લખતા વાંચતા થાકો તો ક્લીક કરો,આંખ બંધ કરો અને માણો
  હરિ આપહી ચિંતા કરે, જો મોહે ચિંતા ન હોય.
  મેરો ચેત્યો હર ના કરે, ક્યા કરૂં મેં ચિત્ત,
  હર કો ચિત્યો હર કરે, તા પર રહું નચિંત.
  ચિંતો તો હરિ નામકી, ઓર ન ચિંતવે દાસ,
  રામ હિ કિયા સો હુવા, રામ કરે સો હોય,
  રામ કરે સો હોયેગા, કાહે કલ્પો કોય.

  ગાડી આડે પાટે જાય તેવું લાગે છે?
  અમારી દિવાનગી છે….
  સહન કરશો

  Like

 4. ક્ષુલ્લક ચિંતાઓની વળી આપણે શું વાત કરવાની ? એવી નાનકડી વાતોની ચિંતા આપણે કોઇ થોડા જ કરીએ ? હજુ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગ્યો નથી ત્યાં સુધી આપણૉ અંતરાગ્નિ કયાં જાગવાનો ? આપણા આંખ અને અંતર બંને બંધ.

  પછી આગળ જતા પડશે એવા દેવાશે..આપ શું કહો છો દોસ્તો ?
  Nilamben,
  By this Post, you have given the picture of the Mankind on this Earth.
  Each & every Human Being is born with the inherited “worldly desires” or Maya.
  This Nature of the Mankind is the ROOT CAUSE of our STRESSES or WORRIES ( Or CHINTAO).
  The SECRET of becoming WORRY-FREE is the PATH towards GOD or the DIVINE.
  Firstly…you accept that YOU are here on this Earth because of the Almighty.
  Then…as you do that, the Worldly Desires are seen with a different prospective, and this my be the first step towards the DIVINE and away from MAYA.
  The LIFE is filled with the JOY ( when our desires are fulfilled) & SORROW ( when our desires are not fulfilled)…..but if one has accepted the DIVINE, then he/she will remain WORRY-FREE on the foundation of the FAITH in the DIVINE….Here, the person sees the FUTURE to be GOOD & avoid being trapped in the CYCLE of WORRIES. He/she will march FORWARD.
  As one takes this FIRST STEP of the ACCEPTACE of the DIVINE, he/she will see the DIVINE in OTHERS too….and this leads to the PATH of SEVA .
  By these 2 steps….one is keeping the EQUILIBRIUM in the MIND ( Samtolan Bhav), which PREVENTS the WORRIES to enter the MIND.
  Pragnajuben’s COMMENT is very nice…it talks of the ADVERSE Effects of STRESSES (CHINTAO)on HEALTH…..It warns of the PILLS as the CURE to the “POSSIBLE MENTAL DEPRESSION. Often the ROOT CAUSE of this Mental Depression is NOT sought in the busy life && the PILL ! Yes, such pill may have a place in SOME cases where the basic fails.
  Meditation..Yog…Bhakti Etc elevate the HUMANS to the HIGHER LEVEL & away from the CHINTAO…..the ULTIMATE BENEFIT is one is towards the GOD REALIZATION !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Nilamben, Inviting YOU & your READERS to my Blog Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s