ચપટી ઉજાસ.. 127

ઉડી ઉડી રે પતંગ..

. આજે સવારથી ઘરમાં કંઇક ધમાલ ચાલે છે. ફૈબા, પપ્પા બધા બહું ખુશ છે. ફૈબા કહે,

‘ જૂઇ, ચાલ જલદી જલદી…આજે આપણે બધા પતંગ ચગાવીશું.’

મને કંઇ સમજાયું નહીં.. ફૈબા હસી પડયા.

તેમણે મને ઘણાં બધા રંગીન કાગળો બતાવ્યા.’

’ જો, જૂઇ, આને પતંગ કહેવાય. આજે ઉતરાણ છે. આ પતંગ આપણે આકાશમાં ઉડાવીશું. આજે આખો દિવસ અગાશી ઉપર જલસા…સમીરભાઇ, તમે કેટલા પતંગ લાવ્યા છો ? ‘

‘ તું ઉડાડતા થાકે એટલા..ડોંટ વરી.. આજે તારી કોણ કોણ બહેનપણીઓ આવવાની છે ?
‘ નિત્યા, સેજલ ને રૂપલ આવવાની છે.

‘ આ વખતે મારો ફ્રેંડ જિગર પણ આવવાનો છે. જોકે એ બપોર પછી જમીને એની વાઇફ સાથે આવવાનો છે. એની બેબી નાની છે તેથી થોડીવાર માટે જ આવશે.
‘ મારી ફ્રેંડ પણ બધી બપોરે જ આવવાની છે.

‘ ઓકે..તો અત્યારે આપણે બધા ઘરના જ..

‘ આજે ભાભી પણ અત્યારથી જ આપણી સાથે ઉપર આવશે.

‘ પછી રસોઇ કોણ કરશે ? રસોઇનું પતાવીને પછી ભલે નિશા નિરાંતે ઉપર આવે..એટલે ચિંતા નહીં..’ દાદીમાએ કહ્યું.

‘ મમ્મી, આજે હું ને ભાઇ બહારથી ઉન્ધિયું ને જલેબી લાવવાના છીએ..આજનો દિવસ રસોડાને રજા… સાંજે મારી ફ્રેંડ બધી પાઉભાજી લઇને આવવાની છે. અત્યારે મેં ને ભાભીએ મળીને પૂરી બનાવી લીધી છે. બાકી ચીકી ને બધું તો ગઇ કાલે બની જ ગયું છે ને ?

‘ ઠીક ભાઇ, તમે જે કરો તે સાચું. દાદીમાને બહું ગમ્યું હોય એવું મને ન લાગ્યું.’ પણ દાદીમા કશું બોલ્યા નહીં.

પછી તો હું ને જયભાઇ, મમ્મી, પપ્પા, ફૈબા બધા ઉપર અગાશીમાં ગયા.

ફૈબા અને પપ્પા પેલી પતંગમાં પીંક રંગનો દોર બાંધતા હતા. મને ને જયને પણ એક એક આપ્યો. ને ફૈબાએ પતંગ કેમ ઉડાડાય એ બતાવ્યું.

વાહ..મને ને જયને તો મજા આવી ગઇ. અમે બંને પતંગ હાથમાં રાખીને દોડવા લાગ્યા.. અને ઉપર આકાશમાં જોયું તો … ઓહો..આકાશમાં કેટલા બધા પતંગો ઉઅડતા હતા..ખૂબ ખૂબ ઉંચે. અમારો પતંગ તો હાથમાં જ હતો. ફૈબાએ કહ્યું, ’ જૂઇ, હમણાં આપણો પતંગ પણ જોજે કેવો ચગે છે.. આકાશમાં તો રેડ, યલો, ગ્રીન , પીંક, કેટલા બધા પતંગો હતા..

પપ્પા, મમ્મી અને ફૈબાના પતંગ પણ હવે આકાશમાં ઉડવા લાગયા..ઉંચે ઉંચે..ખૂબ ઉંચે.
કેટલા બધા પતંગ કપાઇને નીચે પડતા હતા.અમારી અગાશીમાં પણ કેટલા બધા પતંગ આવી ગયા. હું ને જય તો દોદાદોડી..કરવામાંથી જ નવરા નહોતા પડતા.. વાહ..આ ઉતરાણ તો સરસ..

બપોરે અમે બધા અગાશી ઉપર જ જમ્યા. મને તો બહું મજા આવી ગઇ. અને સાંજે તો ફૈબાની બધી ફ્રેંડસ અને પપ્પાના ફ્રેંડ જિગર અંકલ અને આંટી પણ આવ્યા. પછી તો બસ..મજા જ મજા.. કેવી ધમાલ, મસ્તી ..અને વાહ..સાંજે તો દાદીમા પણ અગાશી ઉપર આવ્યા. બધા માટે ચીકી, બોર, જામફળ કેટલી બધી વસ્તુઓ લઇને દાદીમા ઉપર આવ્યા. ને બધાને આપતા ગયા. ફૈબાએ મારા હાથમાં પતંગનો દોર આપ્યો. પકડવા માટે..બાપ રે..! એ દોર પણ મને કેવો વજનવાળો લાગતો હતો.

હું ને જય ઘડીકમાં દોર પકડતા હતા..ઘડીકમાં અગાશીમાં દોડતા હતા. ને ખાતા જતા હતા. જિગર અંકલના આંટી પાસે એક સાવ નાનકી બેબી હતી. મને બહું ગમી ગઇ, હું ને જય થોડી થોડી વારે એની પાસે પહોંચી જતા હતા. એના સાવ ટચુકડા હાથ.. ને પગ… કેવા સરસ હતા. કેવી સરસ હસતી હતી. હું ને જય એની આંગળી પકડીને જોતા હતા. મારે એને તેડવી હતી. પણ આંટી કહે,

‘ જૂઇ, તારાથી એને ઉંચકાશે નહીં. કયાંક તને ને એને બંનેને લાગી જશે. એક કામ કર, તું અહીં મારી પાસે બેસ..તો તારા ખોળામાં આપું.

‘ વાહ.. મને મજા આવી ગઇ. હું નીચે તેમની બાજુમાં પલાઠી મારીને બેસી ગઇ. આંટીએ મારા ખોળામાં ધીમેથી તેમની નાનકડી બેબી મૂકી. હું તો રાજી રાજી.. હું તેને વાલુ વાલુ કરતી રહી. તેને રમાડવાનું મને બહું ગમ્યું. ત્યાં તેણે મારા ખોળામાં સૂ..સૂ કર્યું. આંટી , મેં મોટેથી ચીસ પાડી.
‘ શું થયું બેટા ?

‘ આંટી..સૂ..સૂ..

મારું આખું ફ્રોક ભીનું થઇ ગયું હતું. આંટીએ કહ્યું

‘ સોરી, જૂઇ, આંટીએ મારા ખોળામાંથી બેબીને લઇ લીધી.

ત્યાં મમ્મી આવી. મેં તેને મારું ફ્રોક બતાવ્યું. આંટીએ કહ્યું

‘ સોરી, નિશા આણે જૂઇને … વચ્ચે જ મમ્મીએ કહ્યું, કોઇ વાંધો નહીં..જૂઇ, તો પવિત્ર બની ગઇ. જૂઇએ પણ નાની હતી ત્યારે ઘણાંને પવિત્ર કર્યા જ છે. કોઇ છોકરા એમ ને એમ થોડા જ મોટા થયા હોય છે. ? જૂઇ, ચાલ, તને ફ્રોક બદલાવી આપું.

મમ્મી પણ ખરી છે. મેં કયારે કોને ભીના કર્યા ? હું કંઇ આમ કોઇના ખોળામાં થોડી સૂ સૂ કરું છું. અને આ પવિત્ર એ વળી શું ?

જે હોય તે..આજે તો મારું ધ્યાન પેલી ઉંચે ઉંચે આકાશમાં ઉડતી પતંગો પર હતું. મારાથી પણ આમ આકાશમાં ઉડાતું હોત તો..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s