ચપટી ઉજાસ..123..

રંગો પૂરાશેને ?

આજે દાદીમા કાકા સાથે ફોનમાં વાતો કરતા હતા. મેં વચ્ચે બે ત્રણવાર હાથ લાંબો કર્યો..ફોન લેવા માટે.. પણ દાદીમા ફોન આપવાને બદલે ફોન હાથ માં લઇને બીજા રૂમમાં ચાલ્યા ગયા. મને નહોતો આપવો એટલે.. મને એ સમજાઇ ગયું. મને મજા ન આવી. મારા કાકા સાથે મારે વાત ન કરવી હોય ?

પછી હું રસોડામાં ગઇ. મમ્મી રોટલી બનાવતી હતી. ગોળ ગોળ કેવી સરસ થતી હતી. મને પણ એવું કરવાનું મન થયું. મેં પણ મમ્મીની મોટી થાળીમાંથી લોટ લીધો. પણ મારી પાસે મમ્મી જેવા પાટલો કે વેલણ કયાં હતા ? હું શેની ઉપર કરું ? મમ્મી પાસે માગ્યા તો મમ્મી કહે, જૂઇ, અત્યારે અહીં વચ્ચે ન આવ. એક તો આજે આમ પણ મોડું થઇ ગયું છે.
મેં કહ્યું, મારે યે તારા જેવું કરવું છે..ગોળ ગોળ રોટલી કરવી છે.

મમ્મી કહે, જૂઇ, તને ન આવડે..તું હજુ નાની છો..મોટી થાય પછી કરજે.

‘ભાભી, મોટા થયા પછી કોઇ હાથ પણ નથી અડાડવાનું..તમારી રોટલીને… એ તો નાના હોય ત્યારે જ આવા બધા શોખ હોય. પછી તો રસોડામાં ઘૂસવાનું કહેશો તો યે ભાગશે.. મારી જેમ.. કહેતા ફૈબા હસી પડયા.
જૂઇ, આજે નહીં..હું તને કાલે નાનકડા પાટલી વેલણ લાવી આપીશ.. કાલે કરજે હોં.. મમ્મીને મદદ કરાવીશ ને ? મેં હા પાડી.. ફૈબા કહે જો, જૂઇ, આજે હું તારા માટે નવા કલર લાવી છું. ને નવી બુક પણ લાવી છું. ચાલ, આપણે સરસ ચિત્ર દોરીએ..

હું ખુશ થઇને ફૈબા સાથે ગઇ. ફૈબાએ મને ને જયને બંનેને નવા કલર ને બુક આપી. એ કંઇ મારી પાસે હતા એવા ક્રેયોન નહોતા. એમાં પાણી નાખીને રંગ બનાવવાના હતા. ફૈબાએ મને બતાવ્યું. અને પેંસીલ નહીં પણ બ્રશ આપ્યું. જયને પણ મારી સાથે જ બધું આપતા ગયા અને શીખડાવતા ગયા.

બુકમાં સરસ ચિત્રો હતા. એમાં રંગ પૂરતા ફૈબાએ મને શીખડાવ્યું. જૂઇ, આને વોતર કલર કહેવાય..ઓકે ? જો..આમ ..હું કરું છું એ બરાબર જોઇ લે..
મને બહું ગમ્યું. હું કયાંય સુધી ફૈબાએ શીખડાવ્યા મુજબ રંગ પૂરતી રહી. આજે કંઇક નવું શીખવા મળ્યું એટલે મને બહું મજા આવે. મને રોજ રોજ કંઇક નવું કરવું બહું ગમે છે. પણ શું કરવું તે સમજાતું નથી..અને જે કંઇ કરવા જાઉં એને દાદીમા તોફાન કહે છે. હું રંગ પૂરતી હતી એ જોઇને મમ્મી બહું ખુશ થઇ. વાહ.. અને જય, જો આમ ઢોળવાનું નહીં..જૂઇ કરે છે તેમ કરવાનું..

પણ જયને વધારે વાર એક જગ્યાએ બેસી રહેવું ગમતું જ નથી. એ તો બધું પડતું મૂકીને ભાગી ગયો.
ત્યાં દાદીમા આવ્યા ને ફૈબાને કહ્યું,

લે ઉમંગી, તું અહીં બેસી ગઇ છો ? હું તો કયારની તારી રાહ જોઇને બેઠી છું. અહીં શું માથાફોડ કરે છે ?
‘ મમ્મી, હમણાં જ આવી. આ જૂઇને કલર આપીને તારી પાસે જ આવતી હતી.
અરે, વળી આને આ નવું તૂત શેનું વળગાડયું ? આખું ઘર ચીતરી મારશે.

કંઇ નહીં થાય મમ્મી, એ મારી જવાબદારી. અરે હા..કુંજભાઇ સાથે વાત થઇ ?

હા.. એ કહે છે અહીં એને બેબી શાવર કહેવાય. આપણી જેમ ખોળો ભરવાનૌં ને એવું બધું ન હોય..મેં કહ્યું, પણ આપણે માતાજી તેડવાન અહોય. તો એ કહે, એ બધું તમારે જે કરવું હોય તે કરી લેજો..બીજું શું થાય ? તમને વીઝા મળ્યા હોત તો અહીં પણ એ બધું કરત. પણ હવે એ શકય નથી. છતાં તું કહીશ એ શકય હશે એમ કરીશું.

બરાબર છે..મમ્મી, જેવો દેશ તેવો વેશ..બીજું શું ? અને આપણે માતાજી અહીં તેડી લેશું..બસ..ખુશ ? કયારે કરવાનું છે બધું ?

બસ..સાતમો મહિનો પૂરો થાય એ પહેલાં ગમે ત્યારે સારો દિવસ જોઇને કરી લેશું.
ઠીક છે..એટલે કે આ મહિનામાં ગમે ત્યારે કરી શકાય બરાબર ને ?

હા.. હું દિવસ જોવડાવી લઇશ. સારું.બાકી જો બધા દિવસ ભગવાને જ બનાવ્યા હોય તો બધા દિવસ સારા જ કહેવાય ને ? એણે અમુક દિવસ સારા ને અમુક દિવસ ખરાબ એવા કેમ બનાવ્યા હશે ?
બસ..હવે એ બધી તારી સુધારાવાદી વાતો આમાં ન ચાલે શું સમજી ?

ઓકે..ઓકે.. તું જોવડાવીને કહેજે… તારા મનમાં કોઇ વહેમ ન રહેવો જોઇએ.

મને સમજાય કે મજા પડે એવી કોઇ વાત આમાં નહોતી જ..

( જનસત્તા..લોકસત્તામં પ્રકાશિત થતી શ્રેણી )
હું તો કાગળમાં રંગો પૂરવામાં મશગૂલ.. મારા જીવનમાં યે આવા કોઇ રંગો પૂરાશે ને ?

One thought on “ચપટી ઉજાસ..123..

  1. ‘ભાભી, મોટા થયા પછી કોઇ હાથ પણ નથી અડાડવાનું..તમારી રોટલીને… એ તો નાના હોય ત્યારે જ આવા બધા શોખ હોય. પછી તો રસોડામાં ઘૂસવાનું કહેશો તો યે ભાગશે.. સાવ સાચી વાત !! આવું જ હોય છે !!! 🙂 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s