સંબંધસેતુ..

તમે કરી છે સંબંધોમાં દરેક પળની માપ ગણતરી ,

મેં કયાં તોળ્યું, મેં કયાં નાણ્યું ? હું તો બસ ચૂપચાપ ઊભો છું.

અવંતીના લગ્ન અનુરાગ સાથે થયા હતા. અનુરાગ મોટી કંપનીમાં સારી નોકરી કરતો હતો. અનુરાગના પિતાની સ્થિતિ સામાન્ય હોવા છતાં પુત્રને સારી જગ્યાએ હોસ્ટેલમાં મૂકીને પણ ભણાવ્યો હતો. એ માટે પોતાની અનેક જરૂરિયાતોમાં કાપ મુકવો પડયો હતો. બે દીકરીઓ હતી… તેને પણ સારી રીતે ભણાવી હતી. એક દીકરીના લગ્ન થઈ ગયા હતા. અને બીજી દીકરી હજુ કૉલેજમાં ભણતી હતી. ભણીને અનુરાગને સારી નોકરી મળી જતાં માતાપિતા હવે ચિંતામુક્ત હતા. આમ પણ હવે તે રિટાયર્ડ થતા હતાં. તેમણે દીકરાને કહ્યું.

“બેટા અમારાથી થાય તે બધું કરી છૂટયા. હવે આ તારી એક બહેનના લગ્નની જવાબદારી તારી.”
“પપ્પા.. ખાલી બહેનના લગ્નની નહીં. હવેથી ઘરની બધી જવાબદારી મારી. તમે અમારા બધા ભાઈબહેન માટે ઘણું કર્યું છે. એ બધાથી હું અજાણ નથી જ.

“બેટા, એમાં અમે કશું નવું નથી કર્યું. એ તો અમારી ફરજ હતી.

“ને એ ફરજ તમે સારી રીતે પૂરી કરી. પપ્પા હવે મારો વારો. અનુરાગે પ્રેમથી કહ્યું.,
અને જીવન શાંતિથી સરસ રીતે વહી રહ્યું હતું.

અનુરાગના લગ્ન પણ કંઈક આવી રીતે અણધાર્યા નક્કી થયા હતા.
અનુરાગની મમ્મી શિલ્પાબહેનની સ્કૂલના સમયની એક બહેનપણી રીના તેને ઘેર મળવા આવી. તેની સાથે તેની યુવાન પુત્રી અવંતી પણ હતી. અવંતી અને અનુરાગનો પરિચય થયો. રીનાબહેને પોતાના મનની વાત કહી.

શિલ્પા, મને તારો દીકરો અનુરાગ પસંદ આવ્યો છે. જો તને મારી દીકરી અવંતી પસંદ હોય તો આપણી મિત્રતા સંબંધમાં પલટાઈ શકે.

લગ્ન જાણે સ્વર્ગમાં નક્કી થતાં હોય છે. એવી કોઈ માન્યતાને ટેકો આપતા હોય તેમ અનુરાગ અને અવંતીએ પણ એકમેકને પસંદ કર્યાં હતાં. વાતચીત થઈ. બે દિવસ બધા સાથે રહ્યા અને થોડા જ સમય બાદ અવંતી વહુ બનીને અનુરાગના ઘરમાં આવી. શિલ્પાબહેનને હાશકારો થયો. જાણીતા ઘરની છોકરી આવી છે. તેથી હવે વાંધો નહીં આવે. નહીંતર ઘરમાં કેવી છોકરી આવશે એ ચિંતાથી તે ડરતા હતાં. કોઈ સ્વાર્થી છોકરી ઘરમાં આવી જાય તો ઘરનું વાતાવરણ ડહોળાતા વાર ન લાગે. એવું તે જાણતા હતા. પણ પોતાની બહેનપણી રીનાને તે સારી રીતે ઓળખતા હતા. તેથી હવે તેને શાંતિ થઈ.

થોડો સમય તો બધું બરાબર ચાલ્યું. અવંતી સ્માર્ટ હતી. આવતાંની સાથે જ તેણે જોઈ લીધું કે ઘર અનુરાગની કમાઈ પર જ ચાલે છે. સસરા તો રિટાયર્ડ થઈ ગયા છે અને ઘરમાં હજુ એક કુંવારી નણંદ હતી. જેના લગ્નની બધી જવાબદારી પણ પતિ પર જ હતી. તેને થયું આમ તો પોતે કદી જવાબદારીઓમાંથી ઊંચી જ નહીં આવે અને પોતે કદી પૈસા બચાવી નહીં શકે.
ધીમે ધીમે તેણે સત્તાના સૂત્રો પોતાના હાથમાં લઈ લીધા. મીઠું બોલીને તેણે અનુરાગનો વિશ્વાસ જીતી લીધો હતો અને પૈસાનો બધો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. હવે શિલ્પાબહેનના હાથમાં પૈસા આવતાં બંધ થયા. અવંતીને કદીક કશું લેવાનું કહે તો પણ અવંતી બચતના નામે, ભવિષ્યના નામે પૈસા આપવાનું ટાળી દે અને સ્વમાની શિલ્પાબહેનને વારંવાર કહેવાનું,માગવાનુ ન ગમે એ સ્વાભાવિક છે. અવંતીની ઇચ્છા તે ન સમજી શકે એવા મૂરખ નહોતા. પુત્રને કહે તો પરિણામ સારું ન જ આવે. પુત્રની લાગણી પર તેમને વિશ્વાસ હતો. પરંતુ દીકરા વહુ વચ્ચે ઝઘડા થાય તેવું તે નહોતાં ઇચ્છતાં. પરંતુ દીકરીના લગ્ન આવતાં હોવાથી પૈસાની જરૂર તો પડવાની જ. અંતે તેણે પોતાની બહેનપણી… અવંતીની મમ્મી રીનાને વાત કરી. પૂરી નિખાલસતાથી બધી વાત કહીને તેણે કહ્યું.

રીના… મારી જગ્યાએ તું હોય તો તું શું કરે ? હું અનુરાગને કહું એનાં કરતાં મને થયું કે પહેલાં તને વાત કરું. જે દીકરાને કમાવા લાયક બનાવ્યો એના પૈસા પર અમારો કોઈ હક્ક કહેવાય કે નહીં ? અનુરાગને હું ઓળખું છું. હું જો આવી કોઈ વાત એને કરીશ તો અવંતી એની નજરમાંથી ઊતરી જશે. અને હું એવું નથી ઇચ્છતી અને હું અવંતીને કહીશ તો એને ન ગમે. પણ તારી તો દીકરી છે. અને દીકરીને મા ઉપર વિશ્વાસ હોય જ. તો મને આશા છે કે તું તારી દીકરીને સમજાવીશ.

રીનાબહેન સમજુ હતાં. તેમને દીકરીની આવી સ્વાર્થી વર્તણૂક સાંભળીને દુઃખ થયું. તેણે બહેનપણીને સોરી કહીને તેને આશ્વાસન આપ્યું. અને પોતે શક્ય તે બધું કરી છૂટશે… માટે ચિંતા ન કરવા સમજાવ્યું.

રીનાબહેને બે દિવસ પછી અવંતીને થોડાં દિવસ માટે પિયર બોલાવી. માનો ફોન આવતાં જ અવંતી પિયર પહોંચી ગઈ.

એક દિવસ મા દીકરી નિરાંતે બેઠાં હતા ત્યારે રીનાબહેને સ્વાભાવિક વાત કરતાં હોય તેમ કહ્યું.
“અવંતી, આપણા કલામાસીની વહુ તો કેવી નીકળી ખબર છે ? પૂરી સ્વાર્થી… લગ્ન થયા એટલે જાણે પતિ સાથે જ સંબંધ. પતિના પૈસા પર જાણે એનો એકલીનો જ હક. કલામાસીને પૈસા માટે વહુ પાસે હાથ લાંબો કરવો પડે અને એ પણ વહુનું મન હોય તો આપે… નહીંતર.
મને તો માસીની બિચારાની એવી દયા આવે છે. હું તો એવી છોકરીને કદી માફ જ ન કરું. તને તો ખબર છે માસી કેટલા સ્વમાની છે.

પણ મમ્મી, એ છોકરીને પોતાના ભવિષ્યની ચિંતા પણ હોય ને ? કાલે સવારે એમને છોકરા થાય ત્યારે પૈસાની જરૂર ન પડે? એ પોતાનો વિચાર ન કરે ? એમાં સ્વાર્થ ક્યાં આવ્યો ? અવંતી બેટા… બધી છોકરીઓ લગ્ન થાય એટલે જો આવું જ વિચારવાની હોય તો મને લાગે છે કે માતાપિતાએ પણ દીકરાને ભણાવતા પહેલાં કે એની પાછળ પૈસા ખર્ચતા પહેલાં કે એનાં લગ્ન કરતાં પહેલાં પોતાના ભવિષ્યનો જ વિચાર કરવો જોઈએ. દીકરાનું જે થાય તે મા-બાપ મૂરખની જેમ લોનો લઈને કે ઉછીના પાછીના કરીને પણ દીકરાઓને ભણાવે… અને દીકરો કમાતો થાય એટલે એનો કોઈ હક નહીં ? આ સ્વાર્થ ન કહેવાય ? કાલે કલામાસીની વહુને ત્યાં પણ છોકરાં નહીં થાય? એ એવું કરશે ત્યારે એને દુઃખ નહીં થાય ? આ તો સ્વાર્થની પરંપરા જ ચાલવાની કે બીજું કંઈ? આમાં કુટુંબ ભાવનાનું કોઈ મૂલ્ય નહીં ? દીકરાના પૈસા પર કલામાસીનો કોઈ હક જ નહીં ? બધો હક ફક્ત કાલે સવારે આવેલી પત્નીનો જ ? જે માએ પોતાના જીવનના બે દાયકાથી યે વધારે સમય પુત્ર પાછળ ગાળ્યો છે એનું શું ?
મા દીકરી વચ્ચે થોડીવાર ચર્ચા ચાલી. અંતે રીનાબહેન કહે.

“ખેર બેટા… જવા દે… ભગવાન કલાબહેનની વહુને સદ્બુદ્ધિ આપે. આપણે તો બીજું શું કરી શકીએ ? મને તો ખાતરી છે કે મારી દીકરી ક્યારેય એવી સ્વાર્થી ન જ બની શકે. મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી જ આપ્યા. મને મારી દીકરીનું ગૌરવ છે. સારું છે મારે તો દીકરો જ નથી. બાકી મારી વહુ આવીને આવું કરે તો મારાથી તો સહન જ ન થાય.

ક્યાંય સુધી મા- દીકરી વચ્ચે ચર્ચા ચાલતી રહી. દીકરીને સીધી રીતે કશું કહ્યા સિવાય રીનાબહેને ઘણું બધું સમજાવી દીધું. અન તેજીને ટકોર જ હોય એ ન્યાયે અવંતી થોડામાં ઘણું સમજી ગઈ. શાંતિથી વિચારતા તેને મમ્મીની વાત સાચી લાગી અને પોતાની ભૂલ દીવા જેવી દેખાણી. સમજણનો દીપ મનમાં પ્રગટી ઊઠયો અને દીપ પ્રગટે પછી તો એના અજવાશને કોણ રોકી શકે? દીકરીને માની વાત પર શ્રદ્ધા હોય.. સાસુ પર હજુ એ એટલી જલદી વિશ્વાસ ન કરી શકે એ બની શકે. પણ આ ખોટું ન જ કહે. એવું અચૂક સ્વીકારી શકે.

દરેક દીકરીની મા પોતાની દીકરીને આવું કશુંક પોતાની રીતે સમજાવે… સાચી વાત કહે, સારા સંસ્કાર આપે તો સંબંધમાં પરિવર્તન… સુખદ પરિવર્તન ચોક્કસ આવી શકે અને સમાજની સૂરત બદલાઈ શકે… કુટુંબ ભાવના મહોરી ઊઠે. અને સંબંધોનો સેતુ કદી નબળો ન પડે… કરીશું આપણે એ દિશામાં પહેલ ? સમજણના આ સેતુ પર એક પગલું ભરીશું ને ?

(શીર્ષક પંક્તિ… અનિલ ચાવડા )

6 thoughts on “સંબંધસેતુ..

 1. તમારી દરેક વાર્તાની સુંદરતા એ હોય છે કે એમાંથી એક મોટો સંદેશ નીકળતો હોય છે અને આજના જગતમાં જો ખરેખર એવું થાય તો તો એક સપનાનુ સરસ વિશ્વ રચાઇ જાય.

  Like

 2. nilamben, kharekhar khub sachi vaat che, darek vahu bhale 100% swarthi naa hoy, to pan 20% to tenama rehvana j. ane aaje aa bhav prasang sambhadi ne te pan nahi rahe, tamaro khub khub aabhar.. aa lekh vahu mate temaj sasu mate pan khub j sundar bodhpath aape che.. thank you very much.

  Like

 3. નિલમ બહેન “થોડામાં ઘણું બધું’ કહ્યું.તેજી ને ટકોરો. જો આજકાલની મમ્મીઓ આવા પાઠ દીકરીઓને ભણાવે

  તો સહુને ત્યાં સુખ અને સમૃદ્ધિ વ્યાપે.

  મહેરબાની કરી જરૂર પધારો

  http://www.pravinash.wordpress.com

  Like

 4. nilambahen, tamaro lekh vachyo samaj ma haju dharmik andhshradhha bharpur chhe tya swarth ane avisvas rahevana.sasu ane vahu vacche nu antar vadhvana ghana karano hoi shake jema tamara lekh ma fakt vahu no vank dekhayo chhe ane sasu sasra ne bichara avstha ma muki didha chhe.
  aaj na maa baap dikara ne janm aape chhe fakt etla mate ke moto thai bhani ne paisa kamave ane seva kare .shu aa pan svarth nathi?
  dikara pase apexa rakhi rakhi ne dukhi thanara ma bapo ochha nathi.
  samjan thi thay tema j sanp hoy pan ji dikro seva na kare ke apexa puri na etle vahu no vank aave? dikro janm baad azad pankhi chhe. ane mata pita jo apexa nahi rakhe to jivan sunder bani shake jyare te seva karshe

  Like

 5. Aadarniya nilamdidi,JayShreeKrishna.”Sambandh-Seatu” tunki vaartaa ghni j gami.tamari sarv vartaa maa samaj ne udeshine koi soneri sandesho hoy che! sachchej tamaraa jevu ghanaa badhaa lakhataa thay ne loko vaachtaa thai to sumangal gher ni aneri surshti rachaay jaay ne
  darek dikri matr “dikri” j bani rahe.aapno din khushrang ho.

  Like

 6. નિલમ/ નીલમ બેન
  Jay Ho
  ઘર ઘર ની કહાની! નવી વહુ…સાસુ… દીકરાની ત્રિપુટીવચ્ચે ” સંબંધ=સેતુ ! “કોમ્પ્લેક્ષ્ ઇસ્યુ…..’
  ‘સમજદારી કોઈનામાં રોપી શકાય ખરી?’ પ્રશ્ન સહજ થયો. એ તો ઇન્હરન્રટ/સંસ્કાર-મૂળ માં જ હોયને?
  આદર્શ ” આમ થવું/હોવું જોઈએ” ની વાત જુદી.ઈચ્છનીય ખરુ! પણ , મૂળ હકીકત કે ” નવી વ્યક્તિ
  ” વહુ” હમેશાં બહારની /થર્ડ પાર્ટી” જ ગણાય છે! એને વાસ્તવિક રીતે એવીજ ટ્રીટમેન્ટ મળે છે!
  મૂળ તો સંબંધો ” લેણાદેણી / ઋણાનુબંધ,જે કર્માનુસાર પોતે/સ્વયં મળતા .હોતા હોય છે કે નહિ?-લાં’કાન્ત
  ૧૬-૩-૧૨

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s