ચપટી ઉજાસ..113

આભને આંબીશ ને ?

આજે તો ઘરમાં પપ્પા પણ હતા. આજે મને ને જયને સ્કૂલે મૂકવા પપ્પા આવ્યા હતા. મને બહું ગમ્યું. આજે મેં આખે રસ્તે પપ્પા સાથે વાતો કર્યા કરી.

પપ્પા, હવે તમે બહાર નહીં જતા હોં. પપ્પા, તમે અમને રોજ મૂકવા આવશો ? બધાના પપ્પા આવે છે. પપ્પા, મને કાલે માલામાસીએ ચોકલેટ આપી હતી. તમારે ખાવી છ એ? કહેતા મેં ખીસ્સામાંથી ચોકલેટ કાઢીને પપ્પાના હાથમાં મૂકી, પપ્પા હસી પડયા. મને બહું ગમ્યું. કોઇ હસે એ મને બહું ગમે છે. આ તો મારા પપ્પા હતા.

આજે તો પપ્પા મને સ્કૂલની ઘણીવાત પૂછતા રહ્યા.જૂઇ, તને સ્કૂલમાં ગમે છે ? તારા ટીચર કોણ છે ? કેવા છે ? તને કેટલું આવડયું ? તારા ફ્રેંડ કોણ છે ? ‘

પપ્પા પૂછતા રહ્યા અને હું જવાબ આપતી રહી. મને મજા આવી.

સ્કૂલ આવી ગઇ. મેં પપ્પાને કહ્યું, પપા, તમે જ લેવા આવશો ને ? ‘

પપ્પાએ હસીને હા પાડી. ઓકે..બેટા..આજે તો હું જ આવીશ. ખુશ ? મેં હસીને હા પાડી. અને પપ્પાને બાય કર્યું. આજે પપ્પા મને બહું વહાલા લાગ્યા.

સ્કૂલમાં પણ આજે મને ભણવાની બહું મજા ન આવી. આજે મારે જલદી ઘેર જવું હતું. હું જલદી છૂટવાની જ રાહ જોતી હતી. મારા પપ્પા મને તેડવા આવશે ને ?

અને સાચ્ચે જ આજે પપ્પા જ તેડવા આવ્યા. હું તો રાજી રાજી થઇ ગઇ. હું ને જય બંને પપ્પાને જોઇને દોડયા. પપ્પાએ હસીને અમારા બંનેની આંગળી પકડી લીધી.
અમે આખે રસ્તે પપ્પા સાથે વાત કરતા રહ્યા. આજે તો પપ્પા પણ અમારી સાથે કેટલી બધી વાતો કરતા હતા.

અમે ઘેર પહોંચ્યા. મમ્મીએ અમને જમવા બેસવાનું કહ્યું. પણ મારે તો આજે પપ્પા સાથે જ જમવું હતું. મેં પપ્પાનો હાથ પકડી લીધો.લીધો અને તેમને ખેંચીને ટેબલ પાસે લઇ ગઇ.

‘પપ્પા..તમારી પાસે..

મમ્મી કહે,

‘જૂઇ, પપ્પાને હેરાન ન કર.

ના..ના..જૂઇ મને હેરાન થોડી કરે છે ? આજે તો મારે જૂઇ સાથે જમવું છે. હેં ને જૂઇ ? ‘ મમ્મી તો આશ્ર્વર્યથી પપ્પા સામે જોઇ જ રહી.

પપ્પાએ કહ્યું,

નિશા, એક કામ કર. આજે આપણે બધા સાથે જમીશું.

પણ તમારી રોટલી ઠંડી …. ચાલશે.. તું રોટલી પૂરી કરી લે પછી આપણે સૌ સાથે જમીશું.

મમ્મીના ચહેરા પર ન જાણે કયા..કેવા ભાવ હતા..એ મને સમજાયા નહીં.

થોડીવારમાં અમે બધા સાથે જમવા બેઠા. મેં મારા હાથાથે પપપના મોઢામાં રોટલી મૂકી. પપાએ હસીને ખાધી. હું ને જય તાળીઓ પાડવા લાગ્યા. હવે પપાએ પણ મારા ને જયના મોઢામાં રોટલી ને શાક મૂકયા. મેં મમ્મીને પણ ખવડાવ્યું. આજે જમવાની બહું મજા આવી. મમ્મી જમીને ઉભી થવા ગઇ તો પપા કહે,

નિશા, કેમ આટલું જલદી..તેં તો કશું ખાધું જ નહીં. કહીને પપ્પાએ મમ્મીની થાળીમાં એક રોટલી મૂકી દીધી. ને મમ્મીને ફરીથી બેસાડી દીધી.

મમ્મી તો પપ્પાની સામે જોઇ રહી.

નિશા, આજે દાળ બહું સરસ બની છે. ને શાક મારી પસંદનું છે વાહ..જમવાની મજા આવી ગઇ. ‘પછી તો પપ્પા કેટલું બધું બોલતા રહ્યા. ને હસતા રહ્યા. મમ્મી પણ હસી પડી. હું ને જય એ હાસ્યમાં જોડાયા સિવાય કેમ રહી શકીએ ?

સાંજે પપ્પા કહે ચાલો, બધા તૈયાર થઇ જાવ. આજે આપણે ફરવા જશું. અને નિશા, આજે સાંજે રસોઇ નહીં બનાવતી. આજે આપણે બધા બહાર હોટેલમાં જમીશું. અને હા, નિશા, આઆજે તું સાડીને બદલે પંજાબી ડ્રેસ પહેરજે. તારી પાસે ન હોય તો ઉમંગીનો હશે જ. એ પહેરી લેજે.

અને સાચ્ચે જ મમ્મીએ ડ્રેસ પહેર્યો. અને સરસ તૈયાર થઇ. વાહ..આજે મારી મમ્મી કેવી સરસ લાગતી હતી. પપ્પાએ પણ કહ્યું, ’ વાહ..નિશા, આજે તું સરસ લાગે છે. હવે રોજ આવા જ કપડાં પહેરજે.

‘ પણ…’

મમ્મી કશુંક બોલવા જતી હતી ત્યાં પપ્પાએ કહ્યું

‘ મમ્મીને હું કહી દઇશ..ચિંતા ન કર. એ બધું હું સંભાળી લઇશ. ઓકે ? ‘
આજે પપ્પા રોજ કરતા જુદા લાગતા હતા. એની તો મને અબૂધને પણ ખબર પડી ગઇ. પણ કેવી રીતે ? શા માટે ? જોકે મારે એની સાથે કોઇ નિસ્બત કયાં હતી ? મારે તો મારા પપ્પા હસતા હતા એટલું જ પૂરતું હતુ.

આજે તો હું મમ્મી, પપ્પા અને ભાઇ સાથે ચગડોળમાં બેઠી. ખૂબ ઉંચે ..ઉંચે ચડતી રહી. હસતી રહી. જય સાથે તાળીઓ પાડતી રહી. મમ્મી પણ બાપ રે..આજે તો કેવી હસતી હતી. આવા હસતા પપ્પાને મેં પહેલીવાર જોયા હતા.

અમારું ચગડોળ આભને આંબવા લાગ્યું.

કદીક આમ જ હું પણ આભને આંબી શકીશ ને ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ..113

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s