ચપટી ઉજાસ..108

મોટાઓ કરે એમ ન કરાય ?

હમણાં એવું બહું થાય છે કે હું ઘરમાં જે સાંભળું ..એ બધું બોલવું મને ગમે છે.

મમ્મી, દાદીમા કે જે કોઇ આવે તે બધા મને પોપટ કહે છે. પણ હું કંઇ પેરેટ નથી. પોપટ નહીં પેરેટ બોલવાનું..એમ અમને સ્કૂલમાં કહ્યું છે. પણ અમારા ફળિયામં એક મોટું બધું ઝાડ છે. એની ઉપર ઘણીવાર પેરેટ આવે છે. ગ્રીન ગ્રીન કલરનો..અને દાદીમા રોજ મને ને જયને બતાવતા અને કહેતા કે જો.. કેવો મજાનો પોપટ આવ્યો.. સીતારામ બોલો..

હવે હું કંઇ પોપટ કે પેરેટ કંઇ નથી.. હું તો જૂઇ છું.. પણ આ મોટા લોકો મને જે મન પડે તે કહેતા રહે છે. આજે દાદીમાએ મને દ્રાક્ષ આપી ને કહ્યું કે જા..પહેલા જયને આપી આવ. પછી તને પણ આપું. મને દ્રાક્ષ બહું ભાવે..એટલે હું પહેલા એમાંથી ખાવા માંડી. દાદીમા કહે..

’ જો લુચ્ચી, ભાઇના ભાગમાંથી ખાઇ જાય છે. ‘

મારે પહેલા જયને આપવાનું ને પછી મારે ખાવાનું ? દાદીમા રોજ આવું જ કહે છે કે કરે છે.. હવે તો હું કેવડી મૉટી થઇ ગઇ છું..છ મહિના પછી મને ચાર વરસ થશે એમ ફૈબા કહેતા હોય છે. પણ હું તો નાની હતી ત્યારે યે દાદીમા એવું જ કહેતા અને કરતા..એની મને બરાબર ખબર છે. એનું શું કારણ હશે ?

આજે સાંજે દાદીમા દ્રાક્ષ ખાતા હતા.. ને ત્યાં મમ્મી આવી એટલે એમાંથી પછી મમ્મીને આપી. મેં તે જોયું..મને સવારે દાદીમાએ કહેલા શબ્દો યાદ આવી ગયા..એટલે મેં તુરત દાદીમાને કહ્યું..

‘ જો લુચ્ચી.. મમ્મીના ભાગમાંથી ખાઇ જાય છે. ‘

અને હું તો મોટેથી હસવા લાગી અને તાળી પાડવા લાગી.ને લુચ્ચી લુચ્ચી બોલતી રહી.

પણ ત્યાં તો..દાદીમાનો મિજાજ છટકયો. અને જોશથી ફરી એકવાર થપ્પડ લગાવી. એક નહીં બે ચાર ઠોકી દીધી. ને દ્રાક્ષના વાટકાનો ઘા કરી દીધો. ને કેટલું બધું બોલવા લાગ્યા..મોટે મોટેથી..

મમ્મીને પણ ખીજાવા લાગ્યા.. ‘

’ હું લુચ્ચી છું એમ ? તારા ભાગનું ખાઇ જાઉં છું એમ ? છોકરીને આવું તેં જ શીખડાવ્યું હશે.. એ સિવાય આવડી છોકરી આવું બોલે જ કેવી રીતે ? તેં જ કંઇક કહ્યું હશે..

હું તો એક ખૂણામાં જઇને મોટેથી રડતી હતી. દાદીમાએ મને આજે પણ કેમ મારી ? અને એ ઓછું હોય તેમ મમ્મીએ પણ આજે તો મને એક લગાવી દીધી.

હા..અમને તો જેને મન થાય એ મારી જ શકે ને ? મોટા લોકોએ બધાને મરાય..નાના હોય એણે ડાહ્યા થવાનું..તોફાન નહીં કરવાના..કોઇને મારવાનું નહીં .. ડાહ્યા ખાલી નાનાએ જ થવાનું ? મારો શું વાંક હતો એની જ મને તો સમજ ન પડી. મેં તો આજે કંઇ તોફાન પણ નહોતા કર્યા. ખાલી દાદીમાને લુચ્ચી એમ કહ્યું હતું. એ તો દાદીમાએ જ સવારે મને કહ્યું હતું. હું કંઇ ગુસ્સે થઇ હતી ? લુચ્ચી ખાલી નાનાને જ કહેવાતું હશે ? લુચ્ચી એટલે શું થતું હશે ? બેડ વર્ડ હશે ? પણ બેડ વર્ડ હોય તો દાદીમા મને થોડું કહે ? મેં તો દાદીમા જે બોલ્યા હતા એ જ કહ્યું હતું. એમાં મમ્મી અને દાદીમા બંને એ મને કેમ મારી ?

આજે તો ઘરમાં ફૈબા પણ નહોતા કે મને બચાવે..કે મને મનાવે.

હું એક ખૂણામાં બેસીને રડતી રહી. ત્યાં પપ્પા આવ્યા. મને રડતી જોઇને તેમણે દાદીમાને પૂછયું કે,

‘ જૂઇને શું થયું ? કેમ આમ બેઠી બેઠી રડે છે. ? ‘

’ મને શું ખબર ? પૂછ તારી બૈરીને.. છોકરીને કેવી બગાડે છે..! આજે મને લુચ્ચી કહી..કાલે બીજાને કહેશે.. આવા સંસ્કાર હોય આવડી છોકરીના ? ‘

દાદીમા તો રડતા ગયા અને ઘણું બધું બોલતા ગયા. હું રડતી હતી એટલે મને બધું સંભળાયું નહીં. જોકે સંભળાયું હોત તો પણ સમજાવાનું કયાં હતું ? પપ્પાએ મમ્મી સામે ગુસ્સાથી જોયું.પણ કંઇ બોલ્યા નહીં. સીધા મારી પાસે આવ્યા. મારો હાથ પકડી મને ઉભી કરી ને દાદીમા પાસે લઇ ગયા.

‘ જૂઇ, દાદીમાને સોરી કહો..ને પગે લાગો.. દાદીમાને લુચ્ચી કહેવાય ? એવું બોલીશ કદી ? ‘

મેં પપ્પા સામે જોયું. પપાએ ફરીથી હવે તો મોટા અવાજે કહ્યું,

’ જૂઇ, સંભળાતું નથી ? રડવાનું બંધ અને ચાલ, દાદીમાને જે જે કરો અને સોરી કહો.

મેં રડતા રડતા મમ્મી સામે જોયું.પણ મમ્મી તો નીચું માથું કરીને બેસી રહી હતી.
મેં નીચા નમીને દાદીમાને જે જે કર્યા.અને રડતા રડતા સોરી બોલીને ત્યાંથી ભાગી ગઇ.

મેં સોરી તો કહી દીધું.પણ મારો વાંક શું હતો એની તો મને ખબર જ ન પડી. ભવિશ્યમાં પણ મારે આમ રડતા રડતા સોરી જ કહેવાનું આવશે કે શું ?

( જનસત્તા..લોકસત્તામાં પ્રકાશિત થતી શ્રેણી )

2 thoughts on “ચપટી ઉજાસ..108

  • no vineshbhai.. still such type of dadima still eક્ષ્ists in villagaes and small towns.. not in big city or society to which we belong…but we should not forget indians villages too.. a major part of our country..
   here in orissa i used to eક્ષ્perinece this so many times in so many families..

   thanks a lot..for reading and responding too.. it means a lot to me..

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s