ચપટી ઉજાસ.. 106

મારું પહેલું પિક્ચર

કાલે અમે બધા પિકચર જોવા ગયા હતા. મેં જોયેલું પહેલું પિકચર.. દાદીમાને પણ ફૈબા એ જિદ કરીને સાથે લીધા હતા. કે બહું સરસ પિક્ચર છે એમ કરીને મનાવ્યા હતા.
એ પિક્ચરનું નામ “ તારે જમીન પર “ એવું હતું. ફૈબાએ સમજાવ્યું હતું એ મને બરાબર યાદ રહી ગયું હતું.

ઘેર આવીને દાદીમા કહેતા હતા કે

ઉમંગી, બહું મજા આવી. સરસ પિકચર હતું. આવા પિક્ચર હોય તો મને યે જોવા ગમે. બાકી તમારા પેલા ઢંગ ધડા વિનાના ને ઢીસૂમ ઢીસૂમ વાળા પિકચર મને ન ગમે.

’ મમ્મી, હું કંઇ ગાંડી છું કે એવા પિક્ચર જોવા તને લઇ જાઉં ? મમ્મી, આ જૂઇ ને જય આપણા ઘરના તારા… ‘

મને પણ પિક્ચર જોવાની બહું મજા આવી. જોકે બહું સમજાયું નહીં. પણ ફૈબાએ થોડું સમજાવ્યું. એમાં પણ એક સ્કૂલ હતી..કેટલા બધા છોકરાઓ ભણતા હતા.. અમારા જેવડા છોકરાઓને જોવાની મને મજા આવી. વચ્ચે થોડીવાર પિક્ચરમાં રિસેસ પડી ત્યારે ફૈબા મારા અને જય માટે પોપકોર્ન લાવ્યા. એમાં વધારે મજા આવી.

આજે કુંજકાકાએ કંઇ કાગળિયા મોકલ્યા છે. ફૈબા હમણાં એની કશીક ધમાલમાં છે. આખો વખત ફોન કરતા હોય છે કે કયાંક બહાર જતા હોય છે.

હવે સ્કૂલમાં મારે ઘણું બધું ભણવાનું હોય છે. રોજ એ.બી.સી.ડી. લખવાની હોય છે. ઘેર આવીને પણ હોમવર્ક કરવાનું હોય છે. નહીં તર સ્કૂલમાં અમને ખીજાય છે. હવે મને 50 સુધી લખતા આવડી ગયું છે. એના સ્પેલીંગ પણ પાકા કરવાના હોય છે. હું આખો દિવસ બોલતી રહું છું. જય પણ મારું જોઇને કયારેક બોલે છે. પણ એને કંઇ બહું મજા નથી આવતી. જોકે મને પણ મજા તો નથી જ આવતી. પણ મને જલદી આવડી જાય છે ને જલદી યાદ રહી જાય છે એમ બધા કહે છે.ટીચર કહે છે કે જૂઇ બહું હોંશિયાર છે.

હમણાં તો ટીચરે મને મોનીટર બનાવી છે. મોનીટર એટલે કલાસમાં બધાનું ધ્યાન રાખવાનું. જે વાતો કરે કે તોફાન કરે કે જગ્યાએથી ઉઠે એને ખીજાવાનું. બે દિવસ મને મજા આવી. નવું નવું લાગ્યું. બધા ઉપર રોફ જમાવવાનો..ન માને તો ટીચરને કહી દેવાનું. બધા મને જૂઇ..જૂઇ કર્યા કરે છે.

’ જૂઇ, જો આ માનસી તોફાન કરે છે. જો આ કુશ વાતો કરે છે. હું બધાને ખીજાતી રહું. આ બધા મને થકાવી નાખે છે. એના કરતા મને તો મારી બુક લઇને મારી જગ્યાએ બેસી રહેવું વધારે ગમે. પણ ટીચરે મને અને પાર્થને મોનીટર બનાવ્યા છે એટલે એનું કહ્યું તો માનવું પડે ને ?

રિસેસમાં હું ને જય સાથે નાસ્તો કરીએ છીએ.. જય મારી પાસે દોડતો આવી જાય છે. જોકે એને નાસ્તો કરવા કરતા બધા સાથે રમવામાં ને મસ્તી કરવામાં વધારે મજા આવે છે. એ તો અડધો નાસ્તો ઢોળતો હોય છે. ને નાસ્તાબોક્ષ એમ જ ખુલ્લો મૂકીને ભાગી જાય છે. પછી હું એનો બોક્ષ બંધ કરું છું. આમ જયનું કામ રોજ મારે કરવાનું હોય છે.
ઘેર દાદીમાને વાત કરું તો દાદીમા તુરત કહેશે,
ભાઇનો ડબ્બો બંધ કરવામાં કંઇ તું દૂબળી નથી પડી જવાની. ભાઇનું એટલું કામ પણ ન થાય ? ‘ આજે સાંજે ઘેર કોઇ બહેન આવ્યા હતા. હું તેમને ઓળખતી નહોતી. મમ્મી બહાર કશુક લેવા ગઇ હતી. ફૈબા કે કોઇ નહોતું. હું મારું હોમવર્ક કરતી હતી. જય રમતો હતો.
દાદીમા કહે,

‘ જૂઇ, એક પાણીનો ગ્લાસ આપ ને માસીને ..

મને ઉભા થવું જરાયે ન ગમ્યું. મેં જયને કહ્યું, જય તું પાણી આપ ને.. હવે તો જય પણ મોટો થઇ ગયો છે. પાણી આપતા તો એને પણ આવડે છે. પણ મારું સાંભળે કોણ ? ત્યાં દાદીમા બોલ્યા,

‘ જૂઇ, મેં તને કહ્યું છે.સાંભળતી નથી ? ‘ મને સંભળાયું તો હતું. પણ હું મારું હોમવર્ક કરતી હતી.

મેં દાદીમા સામે જોયું. અને પછી ઉભી થઇ.ને પાણી આપ્યું. પણ મને ગુસ્સો આવ્યો હતો.

દાદીમા કહે,

જુઓ છો ને બહેન ? આ આવડા છોકરા હજુ ઉગીને ઉભા થાય છે..પણ આજકાલના છોકરાઓનો મિજાજ તો જુઓ… કંઇ કહેવાય જ નહીં. અમે એમના જેવડા હતા ત્યારે કેટલા કામ કરતા.. પણ આ બધા તો..તોબા પોકારાવી દે આપણને..

દાદીમા આવું કશુંક ઘણું બોલતા હતા..મને અર્થ પૂરો નહોતો સમજાયો..પણ જે બોલ્યા તે ગમ્યું તો નહીં જ.. જયને નિરાંત છે..એને કોઇ ઉભા નથી કરતું..કે ઉભો હોય તો પણ કામ કરવાનું એને કહેતા નથી. દાદીમા તો નથી જ કહેતા.

એવું કેમ ? કંઇ કામ હોય ત્યારે દાદીમાને જૂઇ જ યાદ આવે. ને કશું આપવું હોય ત્યારે જય.. ! એ મને કેમ ગમે ?

( જનસતા..લોકસત્તામં નિયમિત પ્રકાશિત થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ.. 106

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s