જિયા… તુમ જિયો હજારોં સાલ..

તુમ જિયો હજારો સાલ ....

વરસોથી સાંભળતી આવી હતી..લખતી આવી હતી..કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગતું હોય છે.
પણ એ વાકય લખવા ખાતર જ કદાચ લખાતું હતું.. એને કદી પામી નહોતું શકાયું..
પણ..હવે આ વાકય પૂરા અહેસાસ સાથે લખી રહી છું.. ગયા વરસે..આજ દિવસે નાનકડી જિયાના આગમને આ વાકયની યથાર્થતાની મીઠી અનુભૂતિ કરાવી… ઊર્મિતંત્રમાં એક મન્જુલ રણકાર..
આજે એ નાનકડી પરી એક વરસની થઇ ચૂકી છે. એના પહેલા જન્મદિવસની વધાઇ આપવા માટે મારી પાસે કોઇ શબ્દો નથી.. કોઇ પણ શબ્દ અધૂરો લાગે છે.ભીતરની સંવેદનાને વ્યક્ત કરવા આજે શબ્દોનો પનો જાણે ટૂંકો પડી ગયો છે.
કાલ સુધી દીકરીને જન્મદિનની શુભેચ્છા પાઠવતી હતી..આજે જાણે દીકરી પાછળ રહી ગઇ છે..અને એની નાનકડી ઢીંગલીએ એનું સ્થાન લઇ લીધું છે. આ એક વરસમાં . દીકરીએ ઘણીવાર મીઠી ફરિયાદ કરી છે. મમ્મી, તું હવે મારું તો કંઇ પૂછતી જ નથી. ખાલી જિયા અને જિયાની વાત જ કરે છે..અને પૂછે છે ! બેટા, તારી આ ફરિયાદમાં પૂરું તથ્ય છે. હવે આપણી વાતોનું કેન્દ્ર જિયા અને માત્ર જિયા બની ચૂકી છે.

આજે તેના જન્મદિને ખૂબ ખૂબ વધાઇ.અંતરના આશીર્વાદ… અઢળક અઢળક .મબલખ ..મબલખ શુભેચ્છાઓ.. બસ….આજે આટલું જ..
.

8 thoughts on “જિયા… તુમ જિયો હજારોં સાલ..

 1. naanaa baalaknaa jivan maate 01 varsh bahu j mahatvanu hoy chhe. aavu ek varsha…ek sharad…ek jnaalo..ek chomaasu JIYAA e sukhethee pasaar karyu e maate tene abhinandan
  tenaa mummy papa ne tathaa tenaa DAADAA DAADEE NE..NAANAA NAANEE NE PAN VADHAAI wish u all the best hor her bright future BAKULESH

  Liked by 1 person

  • thanks a lot sneha… wishing you and yr family a very happy new year.. u write more and more and comeout with flying colors..and u can do..am sure..no doubt abt it. all the best.. like yr column in fulchab too.. enjoy it..congrats have a great day nilam 

   Like

 2. નિલમબેન,હું પણ ખાસ્સી મોડી પડી.શું કરું ? તમારી જેમ જ મારી “જીયા”માં અટવાયેલી…ના..વીંટળાયેલી હતી ! લાગણીઓ પરાકાષ્ટાએ પહોંચે ત્યારે જાણે આભ પણ ઓછું પડે.
  જીયાને ખુબ ખુબ અભિનંદન અને તમને દીકરા-દીકરી વિષયક સર્જનોની જેમ જ હવે “પૌત્રી મારી પરમેશ્વર” ( ! ) જેવું કૈંક પીરસતા રહો તેવી શુભેચ્છા.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s