દીકરો મારો લાડકવાયો..16

સીધા સાદા ડાકિયા..
સીધા સાદા ડાકિયા, જાદુ કરે મહાન,

એક હી થેલે મેં ભરે આંસુ ઔર મુસ્કાન.

નિદા ફાઝલીની આ પંક્તિ આજે એકાએક મનમાં ઉભરી આવી. કેમકે આજે એક સીધા સાદા ડાકિયાએ મારી ભીતરમાં પણ ખુશી છલકાવીને મનને પ્રસન્ન કરી દીધુંછે. અને આ પ્રસન્નતાનું કારણ છે સાવ અચાનક હાથમાં આવી ગયેલો એક અણમોલ ખજાનો..

આડી અવળી વાત સિવાય મૂળ વાત પર આવું તો…

હમણાં ઘરમાં દિવાળીની સફાઇ ચાલતી હતી. આજે એક કબાટ સાફ કરતા તેમાંથી એક મોટું સરસ મજાનું પેકેટ નીકળ્યું. અને હું એકદમ ચોંકી ગઇ. જે હું શોધતી હતી તે અચાનક મારા હાથમાં આવી ચડયું. મેં જ સાચવીને રાખેલું..પણ કયાં ? એ હમેશની જેમ ભૂલી ગઇ હતી. પપ્પાને રોજ કહેતી હતી કે મેં બહું સાચવીને રાખ્યું છે. પણ મળતું નથી.

પપ્પા હસતા હતા

‘ બહું સાચવીને રાખ્યું છે ને ? તો જલ્દી નહીં મળે..’ અને આજે અચાનક મારી સામે જાણે એણે હાઉકલી કર્યું.

શું હતું આ પેકેટમાં ખબર છે ? તમે ભાઇ બહેને અમને લખેલા કાર્ડનો અમૂલ્ય સંગ્રહ..

હું તો સફાઇનું કામ પડતું મૂકીને હાથમાં એ બધા કાર્ડ લઇને આરામથી બેસી ગઇ.એક પછી એક કાર્ડ ખોલતી ગઇ. અતીતની મીઠી સ્મૃતિઓ ભીતરમાં ઉજાગર થતી રહી. એ શબ્દોમાંથી નીતરી રહ્યા.. વહાલના અમી છાંટણા… અને હું એ ભીનાશથી ફરી એકવાર લથબથ.. મન ઝળાહળા..કેમકે એ લખાણ કોઇ રેડીમેડ નહોતું.એમાં કોઇ ઉછીના શબ્દોની ગંધ નહોતી. પણ એમાં હતી તારા સ્નેહની સુવાસ.. અંતરની મહેક.. જે આજે પણ મને ભીંજવીને મહેકાવી ગઇ.. અને મન ફરી એકવાર ખુશીથી તરબોળ..

પત્રોનું આ જ તો મહત્વ છે. એક વાર લખાયેલા શબ્દો તમને અનેકવાર ખુશી આપી શકે..તમે એમાં એકવાર નહીં અનેકવાર ભીંજાઇ શકો..

એમાંથી થોડા શબ્દો અહીં ટાંકવાની લાલચ જતી નથી.. ગમતાનો ગુલાલ… ખુશી વહેંચવાથી વધે છે.અને મારી ખુશીમાં તને સામેલ કરવો તો ગમે જ ને ? સમયનો મોર જે મારી ભીતરમાં આ ક્ષણે ટહુકી રહ્યો છે..એ ટહુકા તારા સુધી પહોંચાડવા ગમશે. તારા એ શબ્દો કોઇ જ ફેરફાર સિવાય અક્ષરશ : અહીં આ રહ્યા.
બની શકે તને શબ્દો કદાચ ભૂલાઇ ગયા હોય પરંતુ કાર્ડ તો યાદ હશે જ…

1 . “ you will be surprised to find that without postman’s help how this has made his way to my dearest darling , loving charming, beautiful, intelligent, mummy “

બાપ રે ! કેટલા બધા વિશેષણો વાપરી નાખ્યા છે એકી સાથે.. મને તો મજા આવી ગઇ.. હાશ ! કયારેક તો તું મને ઇંટેલીજન્ટ કહેતો હતો ! આજે તો એમ જ કહે છે..’મમ્મી, એમાં તમને ખબર ન પડે.. ‘ લાગે છે આજે આ પત્રયાત્રા..વહાલયાત્રા મને ભીંજાવીને જ રહેશે. એક પછી એક ખજાનો મારી સામે ખૂલતો જાય છે.

2 “ it is hard to write out the language of heart with faltering inks and tumbling hands. it is hard to express an emotion so deep that it can not be fathomed. A thank you would be almost insult to all that love and affection you have given me over these years. all those full of love yesterday you gave me are worth more than all my tommorrows , it is under your supporting cares that i became whatever i am. its becoming more and more painful to write on further , especially with watrery eyes..
with loys of love
yrs babloo..

3..

its your love , dear mother ,that guided me thro all turbulencies in my life.

4..

dear mom

( i resist the temptation to write ‘mukembo ‘)
looking back to time , i find it hard to locate a moment without the shadow of your presence. i find it hard to see a joy without your sharing, i find it hard to an accomplishment without your signature on it. in fact i find hard to look at my life itself , without you in it.
at best, i might just say “ i shall never let you part, you shall forever ,stay cherished and treasured in my heart.
forever and always babloo..

5..

dear mum,

from my youngest years ,to this moment here ,its been your finger , that has guided all my steps, be it the very 1st unsteady wobble i put forward in this world, or my first independent decision ..its been your loving presence loving care that has tenderly always been there even in the lowest time of my life. Its your loving presence that has made all my sorrows lighter and all my joys meaningful and so all i can say is
in my joys, in my sorry, in my every promise of a better tomorrow
is hall never let you part, you are placed forever in my heart .
6..

dear mom,

the whole point is different ..whether i can say it all or not, whether i find the right kind of words or not, you shall always understand ..and its your this very understnding of my psyche that make my life for me so easy and again so difficult ..all at the same time .becoz..i never have to explain anything. one look and you read out my mind, difficult becoz.. when i do want to explain .. i know i cant fool you.anyways this birthday i want to thanks you for being you..perfect just the way you are for me.. where i do fall at a loss of words sometimes as i am now but never at a loss of feelings. i need not write more , i know you understand it all..
from cartoon net work

7.. i have spent all my moments , hours , days , years colored by your loving presence.

its been your hands that has hugged me with love, that have held me when i was afraid , that have wiped my tears and that have given me all i have … or for all your love and care , i could simply say you have alwasy been there..

અને હવે આ કાર્ડ પપ્પા માટેનું.. ખજાનાનો થોડો અંશ..

dear papa..

1 yes..i just might say it.. though naughtyness has always been the case atleast with me ..its love that has been the base..
and on that base of that love , here comes another story of happiness..

2 papa

i tried a lot to express my feelings but all i could manage was a single drop of tear. i might never be able to completely express my sentiments and attention for you , but than let me tell you that i love you and respect you immensely. the love with which you have brought me up,borne up with my frequent rude behaviour and grave mistake shall always remain as a cherished memory in my heart,as the best gift a fathere ever gave to his naughty , little son..

આ ક્ષણે મારી આંખે ઝળઝળિયા.. આંખ અને અંતર બંને ભીના ભીના..

બસ..આનાથી વધારે એક માને શું જોઇએ ? પોતાના સંતાનના આવા મીઠા કોઇ શબ્દો કોઇ પણ માબાપને જીવવાનું પ્રેરકબળ બની રહે છે. જીવનને સભરતા અર્પે છે. એમાં યે સંતાન દૂર હોય ત્યારે તો બાળકોના બે મીઠા વેણ માટે દરેક માબાપ ઝંખતા હોય છે. લાગણી હોવી એટલું જ દરેક વખતે પૂરતું નથી થતું. કદીક એ વાણીમાં..વર્તનમાં વ્યક્ત થાય એ પણ એટલું જ જરૂરી. જોને..આજે વરસો બાદ પણ તારા વહાલનો એ ઘૂઘવાટ મનને ફરી એકવાર લીલુછમ્મ બનાવી ગયો.
આજે ફરી એકવાર એ દિવસોમાં જીવવાની મજા પડી ગઇ. જે ખુશી ગમે તેટલા પૈસા ખરચવા છતાં ન મળી શકત એ આજે તારા શબ્દો આપી ગયા.અને આ કંઇ બહું વરસો પહેલાની વાત નથી જ.. તને પણ આ બધું યાદ હશે જ.. તારી ભીતરમાં પણ એ બધું સચવાયેલું હશે જ.. એની મને પૂરી ખાત્રી છે. બેટા, આજે પણ તારો સ્નેહ એવો જ રહ્યો છે એનું ગૌરવ અમારી આંખોમાં સૂરજ થઇને ચમકે છે. અને અમારા જીવનને દૂરથી પણ ઉજાળે છે.

આ વખતે ફરી એકવાર એથી જ મેં તને કહ્યું છે.

‘ બેટા, આ વખતે મને મારા બર્થ ડે ઉપર બીજી કોઇ ગીફટ નહીં.. તારો સરસ મજાનો.. પત્ર જોઇએ..તારા હાથે લખાયેલો. અને એથી હવે હું આ વખતે આતુરતાથી મારા બર્થ ડેની રાહ જોઉં છું.મારી ગીફટની.. મોટે ભાગે દર બર્થ ડે ઉપર તું કંઇક ગીફ્ટ અચૂક મોકલે છે. અને એમાં પણ તારી લાગણી જ અનુભવાય છે. પણ આ વખતની ગીફટ મારે માટે સૌથી વધારે અણમોલ બની રહેશે. અલબત્ત પત્ર સરસ મજાનો જ લખવો એવું જરૂરી નથી. તને જે ગમે એ લખી શકે છે. ખીજાવાની પણ છૂટ છે.. જોકે એવી પરમીશનની જરૂર જ કયાં છે ? કોણે માગી છે એવી પરમીશન. એ તો તારો જન્મસિધ્ધ હક્ક.. બરાબર ને ? લખતા લખતા પણ હું હસી પડું છું.

તું નાનો હોઇશ ત્યારે અમે ઘણીવાર તને ખીજાયા હોઇશું.. ગુસ્સો કર્યો હશે.. સલાહો આપી હશે..દરેક બાળકને માતા પિતા કદીક તો વઢતા જ હોય છે. ગુસ્સો કરતા જ હોય છે. પણ એ દરેકની પાછળ હોય પોતાના સંતાન માટેની ચિંતા.. એ ગુસ્સાની પાછળ નીતરતું હોય છે નર્યું વહાલ..એ વહાલ,એ ચિંતા એ સમયે તમને ન સમજાયા હોય એવું બની શકે.. અને માબાપ ખરાબ લાગ્યા હોય..આકરા લાગ્યા હોય ..એવું બનવું પણ સહજ છે. ( એવી જ કોઇ ક્ષણે તેં મારું નામ “ મુગેમ્બો” પાડી દીધું હશે.. !! )

માતા પિતા અને સંતાનો વચ્ચે એક પૂરી પેઢીનો સમયગાળો દીવાલ બનીને ઉભો રહી જતો હોય છે. માતા પિતાની વાત સંતાનોને સાચી નથી લાગતી અને સંતાનોની વાત માતા પિતાને ગળે નથી ઉતરી શકતી.વત્તે ઓછે અંશે બધાની સાથે આવું કશુંક બનતું જ રહેતું હોય છે. પરંતુ એથી કોઇ નેગેટીવ તત્વ..કોઇ નેગેટીવ ફીલીંગ્સ.. નકારાત્મક ભાવના બાળકના મનમાં જનમવી ન જોઇએ..કેમકે માતા પિતા ગુસ્સે થયા હોય તો એ કોઇ નકારાત્મક ભાવનાથી નહીં..પરંતુ સંતાનની પ્રગતિ માટે, એની સફળતા માટેની ઝંખના માટે જ એ બધું અનાયાસે થતું હોય છે. કોઇ જ માતા પિતા જીવનમાં પોતે જે ભૂલ કરી હોય તે ભૂલ એનું સંતાન કરે એ કદી ન ઇચ્છે. અને એથી જ એને રોકવાના પ્રયત્ન એ પોતાની રીતે કરતા રહે છે. અલબત દરેક વખતે એ રીત સાચી જ હોય એ જરૂરી નથી. પરંતુ એ સમયે એ સંજોગોમાં જેને જે સૂઝે તે પોતાની રીતે બધા કરતા હોય છે. કયારેક સંતાનોનો આક્રોશ સાચો પણ હોય છે. માબાપ દરેક વખતે સાચા જ હોય એવું જરૂરી નથી હોતું. પણ કદાચ એ સમયે એ એમની સમજણની ભૂલ હોઇ શકે..એના વહાલની ભૂલ નહીં જ..એને વહાલની ઉણપ તરીકે ન જોઇ શકાય. ન જ જોવાવી જોઇએ.
હમણાં અહીં દસમા ધોરણમાં ભણતા સોહમ સાથે વાત થઇ.

સોહમને તેના માતા પિતા સામે ઘણી ફરિયાદો હતી. તેને પોતાના માબાપ કંજૂસ લાગતા હતા. પોતાને જે જોઇએ તે કદી લાવી નથી આપતા. પોતાના મિત્રો પાસે કેટલી બધી મોંઘી મોંઘી સારી વસ્તુઓ હોય છે. અને પોતાની પાસે કશું નથી.એવું તેને લાગતું હતું.

મિત્ર પાસે જે હોય તે લેવાનું મન દરેક બાળકને થાય એ સહજ છે. પરંતુ દરેક વખતે એ શકય નથી બનતું. કેમકે દરેકના સંજોગો..આર્થિક, માનસિક, સામાજિક પરિસ્થિતિ બધું જ અલગ હોવાનું. જોકે અહીં સોહમના માતા પિતા આર્થિક રીતે સધ્ધર હતા. તેઓ ધારે તો પુત્રને એ બધી વસ્તુઓ જરૂર અપાવી શકે તેમ હતા. પરંતુ તેઓ માનતા હતા કે અત્યારે એ બધી વસ્તુઓની કોઇ જરૂર નથી. અત્યારે મોંઘી વીડિયો ગેઇમ, મોંઘી ઘડિયાળો કે મોબાઇલ ફોનની કોઇ જરૂર નથી. અત્યારે ભણવાનું સૌથી વધારે જરૂરી છે..માટે એમાં જ ધ્યાન રાખવું જોઇએ.. એમ માનીને પુત્રને એવી બધી વસ્તુઓ અપાવતા નહોતા.

પુત્રને સ્કૂલમાં તેના મિત્રો ચીડવતા હતા કે તારા પપ્પા પાસે પૈસા છે તો પણ તને કયાં કશું લઇ આપે છે ? પરિણામે સોહમના મનમાં એક આક્રોશ જનમતો રહ્યો. સંઘરાતો રહ્યો. નકારાત્મક ભાવનાને જનમતા અને વધતા વાર નથી લાગતી. સારા છોડને વધતા વાર લાગે.પણ નકામું ઘાસ કે નીંદામણ તો તુરત ઉગી નીકળવાનું.. ને વધતું રહેવાનું.

સોહમનો આક્રોશ અલગ અલગ રીતે ઘરમાં ઠલવાવા લાગ્યો. તેનું વર્તન બદલાવા લાગ્યું. ખોટા તોફાન, જિદ, લેશન ન કરવું..મમ્મી, પપ્પાને જે વાત ન ગમતી હોય તે ખાસ કરવી..એમને જુદી જુદી રીતે હેરાન કરવા… એવી અનેક વાતો તેના વર્તનમાં પ્રગટતી રહી. માબાપ ચિંતા કરતા રહ્યા..કદીક જુદી જુદી સજા કરતા રહ્યા. જાતજાતના ઉપાય, અખતરા ચિંતાતુર બનીને કરતા રહ્યા.કદીક પ્રેમથી સમજાવવાની કોશિશ કરી જોઇ.. પાસે બેસાડીને પોતાના વિચાર પુત્રને સમજાવવાની કોશિશ કરી જોઇ..પરંતુ સોહમના મન આડે નકારાત્મક ગ્રંથિની વાડ એવી તો રચાઇ ગઇ હતીકે એમાંથી બહાર નીકળવું તેને માટે આસાન ન બની શકયું.

સુખની ચાવી તને ય સાંપડશે
એક અમથો નકાર છોડી દે..

નીતિન વડગામાએ કેવી મોટી વાત થોડા શબ્દોમાં કહી દીધી છે. સુખની ચાવી મનના નકારની ગ્રંથિ છોડીએ તો જ મળી શકે..પણ એ છોડવી કંઇ આસાન નથી હોતી. એને જો સમયસર છોડી ન શકાય તો એનું પરિણામ દુ:ખદ જ આવવાનું.
આવું અનેક સંતાનો સાથે બનતું રહે છે. બે પેઢી વચ્ચેનો તફાવત વધતો રહે છે. આ માટે માતા પિતાએ બહું નાનપણથી જ જાગૃત રહેવું પડશે. પહેલા પાંચ વરસમાં જો સારો પાયો નખાયો, દરેક પગલું વિચારીને ભરાયું તો આવા પ્રશ્નો ઉભા થતા અટકી શકે કે ઓછા ઉભા થાય.આજે દરેક મા બાપ પોતાના બાળકને અનેક સગવડો, ભૌતિક સાધનો આપે છે. જાતજાતની મોંઘી રમતોનો ખજાનો સંતાન સામે ઠાલવી દે છે..પણ તેની સાથે બેસીને રમવાનો સમય નથી આપી શકતા..બસ..ખાટલે મોટી ખોટ અહીં જ આવે છે. બાળકને જે જોઇએ છે તે નથી મળતું. કોઇ વસ્તુ માબાપના સ્નેહ અને સમયની અવેજીમાં મળે તેનું મૂલ્ય કેટલું ?

કમનસીબે આવા સોહમો આજે ઘેર ઘેર જોવા મળતા રહે છે. માબાપ ચિંતા કરતા રહે છે. માબાપ અને સંતાન વચ્ચે એક અદ્ર્શ્ય દીવાલ રચાતી રહે છે. જેનો ઉકેલ યોગ્ય સમય સુધીમાં ન આવી શકે તો એ દીવાલ વધુ ને વધુ મજબૂત થતી જવાની..જે પછીથી અભેદ બની જવાની. સંબંધોની કડી નબળી પડતી જવાની.. અને કયારેક સંબંધો હાથમાંની રેતીની માફક સરી પણ જાય.

આજે સોહમની વાત સાંભળીને મનમાં આવતા વિચારો અહીં આવી જ ગયા.
ખેર.. આપણી વચ્ચે આવી કોઇ દીવાલ ઉભી નથી થઇ..એનો આનંદ છે.
જીવનમાં સુખ, દુ:ખ, ખુશી અને ઉદાસીની પળો તો આવતી રહેવાની.. માનવજીવન સાથે એ અવિરતપણે જોડાયેલી ઘટમાળ છે. એ આપણે સૌ જાણીએ છીએ.

ઉપરવાળા ડાકિયાના થેલામાંથી કોને માટે શું નીકળશે એ કોઇ જાણી શકતું નથી. પણ હસી કે ખુશી, ગમ કે પીડા જે પણ નીકળે એનો સ્વીકાર તો ઇચ્છાએ કે અનિચ્છાએ દરેકને કરવો જ રહ્યો.

કયાંક વાંચેલું યાદ આવે છે.

When God takes something from your grasp,
He is not punishing you,
But merely emptying your hand
For you to receive something better.!

બધા પ્રયત્નો કર્યા પછી જીવનમાં જે મળે એ આનંદથી સ્વીકારીને જીવતા શીખવું જ રહ્યું. હા, પ્રયત્નમાં કચાશ ન રહેવી જોઇએ. સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી..એ જિંદગીનું મોટું સત્ય છે. મહેનતથી, કામથી ભાગનાર જિંદગીમાં કદી સફળતા નથી મેળવી શકતો.

આવી અગણિત વાતો આપણે વાંચતા કે સાંભળતા હોઇએ છીએ..કયારેક એને મોટી મોટી ફિલોસોફીની વાતો કહીને હસતા પણ હોઇએ છીએ. રેલો જયારે પગ નીચે આવે ત્યારે આપણે શું કરીએ છીએ.. એ જ મહત્વનું છે. મોટી મૉટી..સરસ વાતો લખનાર વ્યક્તિ પણ દરેક વખતે એ જીવી કે જીરવી શકતી જ હોય એ જરૂરી નથી. પણ એથી એ વિચારોનું મૂલ્ય ઓછું નથી થતું. આચાર વિનાનો વિચાર જેમ નકામો..અર્થહીન છે.એ જ રીતે વિચાર જ ન હોય તો આચાર કયાંથી આવી શકે ?
બસ..આજે અહીં જ અટકવું પડશે. મનની ગાડીએ એક જુદી દિશા પકડી લીધી છે. એવું લાગે છે. એને બ્રેક મારવી જ રહી. ખલીલ ધનતેજવીએ સાચું જ કહ્યું છે.

આજથી ગણ આવનારી કાલને,
પાછલા વરસોના સરવાળા ન કર.
.
મમ્મીનું વહાલ..

7 thoughts on “દીકરો મારો લાડકવાયો..16

 1. ખૂબજ સરસ નિલમબેન..માબાપને મન દિકરો તો અનમોલ રતન જ હોય છે..પછી ભલેને એ ચીંથરે વીંટેલ કેમ ના હોય? પણ દિકરાના હ્રદયની કિતાબ તો એક લાગણીસભર માતની કલમે લખાય ત્યારે દિલની ઉર્મિઓ જાણે આળસ મરડીને વાચકના હ્ર્દય સુધી અચૂક પહોંચે છે એની પ્રતિતિ પ્રસ્તુત લેખમાળાનામાં થયા વગર રહેતી નથી.ભૂતકાળની એ સુખદ ક્ષણોને સલામ..આપને ધન્યવાદ આપવા માટેના શબ્દો મારી પાસે ખૂટી ગયા છે.. બાકી તો આખેઆખું આ ઓપનસીક્રેટ છે.. કે મૌંનથી ધારદાર કોઈ ભાષા નથી. આપણે લખી લખીને કેટલું લખી શકવાના?? કલમ પણ અનેક છે અને સામે સ્યાહીનો સમંદર ઘૂઘવે છે અને અંદર સ્પંદનોનો..દુવિધા બસ એજ છે કે એ અક્થ્ય બની જાય છે..દરેક માની લાગણી અને દિકરાના ભીતરની સરવાણીનો
  અદભૂત સંગમ મેં અહીં નિહાળ્યો છે..Goodbye 2011 & Welcome 2012.Usha.

  Like

 2. નિલમ બહેન આપની સાઈટ પર આપે દિકરામારા લાડકવાયાના કેટલા અંશો વાંચવા મળતા નથી કે પછી મૂકાયા જ નથી..8મા અંક પછી ડયરેક્ટ 16મા અંકનું જ પ્રકાશન થયેલ છે? વચ્ચેના અંકો વાંચવાની જીજ્ઞાશા છે માટે…આભાર.

  Like

 3. બધા પ્રકરણો પુસ્તક આવી ગયા બાદ જ અહીં મૂકી શકાશે.. પ્રકાશકોને તકલીફ પડે છે. તેથી…

  એટલે હાલ પૂરતા અમુક પ્રકરણો જ મૂકયા છે..અને મૂકી શકીશ.. એ બદલ સોરી..
  આભાર સાથે..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s