ચપટી ઉજાસ.. 102

છોકરીની જાત અને નખરા ?

ફૈબા હમણાં મારે માટે ને જય માટે ઘણી બધી બુકસ લાવ્યા છે. મને બુકસ બહું ગમે છે. હું એમાંથી ચિત્રો જોતી હોઉં છું. ફૈબા મને એમાંથી ઘણું સમજાવતા રહે છે. એક બુકમાં સરસ મજાના ગીત છે. ફૈબા મને એ ગાતા શીખડાવે છે.

“ એક બિલાડી જાડી..એણે પહેરી સાડી.. “
કે મછલી જલકી રાની હૈ.. જીવન ઉસકા પાની હૈ…

કે દાદાનો ડંગોરો લીધો …એનો તો મેં ઘોડો કીધો.. “ સ્કૂલમાં અમને

“ ટંવીકલ ટવીંકલ” કે “ બા બા બ્લેક શીપ “ ગવડાવે છે.એના કરતા મને આ વધારે ગમે છે. એમાં કેવી મજા આવે છે.

આવા તો કેટલાયે સરસ મજાના ગીતો બુકમાં છે. હું તો આખો દિવસ લલકારતી હોઉં છું. પછી એમાં જાતે જાતે આગળ જોડતી પણ હોઉં છું. ફૈબાને એ બહું ગમે છે.

‘ જૂઇ, મોટી થઇને કવિતા લખવાની છે. એની કલ્પનાઓ તો જુઓ… કયાંથી ને કયાંથી જોડી કાઢે છે.

આવા ગીતને કવિતા કહેવાય ..એમ ફૈબા કહે છે. ફૈબાની વાત પૂરી સમજાતી નથી..પણ મારા કંઇક વખાણ કરે છે.. મારા માટે કશું ક સારું બોલે છે..એટલી ખબર તો મને પડે જ ને ? જયભાઇ તો બુક જરાક વાર હાથમાં પકડે..ઉન્ધી ચત્તી કરે ને પછી ઘા કરી દે ..એને તો બસ બધી વસ્તુઓના ઘા જ કરવા હોય. દાદીમાએ અમને બંનેને રોજ ભજન સંભળાવે છે. કોઇ શ્લોક શીખડાવે છે.

“ मूकं करोति वाचालम पंगु लंघयते गिरिम
यतकृपा तमहं वंदे , परमानंद माधवम “

મને આ ગાતા બરાબર આવડી ગયું છે. એને શ્લોક કહેવાય એની પણ મને ખબર છે. હું એ ગાઉં ત્યારે દાદીમાને બહું ગમે છે. જયને એવું કંઇ ગાવાની બહું મજા નથી આવતી. દાદીમા કહે એટલે થોડું બોલે ને પછી દોડીને ભાગી જાય.. એને તો બસ ધમાલ, મસ્તી.. જ ગમે. મને તો જુદા જુદા ગીતો શીખવા અને ગાવા બહું ગમે છે. ઘરમાં હું એકલી એકલી પણ લલકારતી રહું છું. ફૈબા કહે છે.. જૂઇ, આ બુકસ છે ને એ તારા બેસ્ટ ફ્રેંડ કહેવાય.

માનસી કે મીલી કરતા પણ વધારે બેસ્ટ ? માનસી અને મીલી , કુણાલ, પાર્થ એ બધા પણ મારા બેસ્ટ ફ્રેંડ છે. પણ ફૈબા તો બુકસને જ ફ્રેંડ કહે છે. મને કહે,

‘ જો..જૂઇ, માનસી કે મીલી તો સાંજે થોડી વાર આવે.. કયારેક ન પણ આવે. તમારે કયારેક કિટ્ટા બુચ્ચા પણ થાય.. એ પણ તારી ફ્રેડ તો ખરા જ..પણ બુકસ તો કાયમ તારી પાસે રહી શકે.. માનસી કે મીલી કંઇ કાયમ તારી પાસે ન રહી શકે..બરાબર ને ? તો બેસ્ટ ફ્રેંડ બુકસ થયા કે નહીં ?

મને જોકે બરાબર નહોતું સમજાયું..પણ ઉમંગી ફૈબા કશું ખોટું કહે જ નહીં.. મારા એ વિશ્વાસે મેં ડોકું ધૂણાવીને હા પાડી. બુકસમાંથી કશું ન સમજાય એટલે હું આખો વખત કંઇ ને કંઇ પૂછતી રહું મારા પ્રશ્નોનો પાર નથી. દાદીમા કહે છે..

‘ આ છોકરીને તો કંઇ ધંધો નથી. આખો દિવસ જાતજાતની લપ કર્યા કરે. કોઇ વાત મનમાં આવી એટલે કેડો મૂકવાની જ નહીં આમ કેમ છે ને પેલું કેમ છે ? આ કયાંથી આવ્યું કે કેમ આવ્યું ? એને તો બધી વાતના જવાબ જોઇએ.. અરે, મારી બઇ..મોટી થઇશ ત્યારે બધી ખબર પડવાની જ છે..અત્યારે એ બધી લપ કર્યા સિવાય ચૂપચાપ રમો ને.. જે કરવાનું છે એ કરવાને બદલે જૂઇને તો પંચાત ઘણી. આ જયની નિરાંત … રમ્યા કરે ..એને કોઇ પંચાત નહીં.. એ બધું છોકરીઓને સોંપ્યું.. જય તો મારો કેવો સમજદાર છે.’

દાદીમા આવું કશુંક રોજ બોલતા રહે છે. આ પંચાત વળી શું હશે ? દાદીમાને જયના વખાણ કરવાની ને મને ખીજાવાની આદત છે..એની તો મને હવે બરાબર ખબર છે. મમ્મીને પણ જય વધારે ગમે છે..એવું રોજ તો નહીં પણ કયારેક મને ચોક્કસ લાગે છે.
‘ જૂઇ, ભાઇને આપી દે…કે જૂઇ, ભાઇ નાનો છે..એનું ધ્યાન રાખજે…

એવી કેટલીયે સૂચનાઓ મમ્મી મને આપતી રહે છે. મારા હાથમાં દૂધનો ગ્લાસ પકડાવી દે છે.. પરંતુ જય તો બધું દૂધ ફીનીશ ન કરે ત્યાં સુધી એની પાસે જ ઉભી રહે છે. જય દૂધ પીવામાં બહું નખરા કરે છે. તો પણ દાદીમા.. કે મમ્મી.. જો..જય તો મારો ડાહ્યો દીકરો છે ને ? ગુડ બોય છે ને ? હમણાં દૂધ ફીનીશ કરી જશે… ‘

ને જો હું દૂધ પીવામાં વાર લગાડું તો એમ જ કહે , જૂઇ, ખબર નથી પડતી ? મોડું થાય છે. જલદી પી લે.. ‘

દાદીમા કહે છે.. છોકરીની જાતને વળી નખરા શું ?

મને થાય છે છોકરીની જાત અને નખરા એ વળી શું ?
( જનસત્તા..લોકસત્તામાં દરા રવિવારે પ્રગટ થતી શ્રેણી )

2 thoughts on “ચપટી ઉજાસ.. 102

  1. પિંગબેક: » ચપટી ઉજાસ.. 102 » GujaratiLinks.com

  2. નિલમબહેન, આ સાપ્રંત સમાજની વાસ્તવિકતા છે કે હજીય એકવીસમી સદી પ્રમાણેના વિચારો..એટલે સ્ત્રીના સમાન હક્કો આપવામાં તે પાછળ છે. તેવું ચોક્કસ જ કહી શકાય, કેટલાં ડગલાં પાછળ છે તે દરેકના અલગઅલગ સામાજીક ઢાંચા અને જીવનધોરણમાં આવેલ પરિવર્તન પર અવલંબે છે કેટલાંક તો હજી ય જૂની પુરાણી ઘરેડમાંથી બહાર આવ્યા જ નથી કે પછી આવવા માંગતા જ નથી.. તે હજી પોતાની જ દ્રષ્ટિથી જ( જૂની આંખે નવું) જોતા હોય છે..અહીં ય એવું એક પાત્ર જૂઈના દાદીમાનું છે..માટેજ તે વિચારે છે અને કહે છે..”છોકરીની જાત અને નખરાં એ વળી શું?” જ્યારે કુમળા બાલમાનસ પછી તે કોઈનું પણ હોય તો તેને અસર થયા વગર રહેતી નથી લાંબા ગાળે એનું પરિણામ તેના મનમાં ઘર કરી ગયેલા આ શબ્દો બહુ મોટો ભાગ જીવન ઘડતરમાં ભજવે છે. તે બધે જ પરાધીન માનસિકતામાં જીવે છે અને સ્વતંત્ર વિચારસરણીને નથી અનુસરતી..કારણ શિક્ષણનું એક સૂત્ર છે કે,”કુમળા છોડને વાળીએ તેમ વળે”…અંગ્રેજીમાં કહેછે કે બાળકને સુસંસ્કૃત અને સંસ્કારી બનાવવો હોય તો “Catch them young and coach them”..બાળકને જો શીખવવું હોય કે તાલિમ આપવી હોય તો નાનપણથી જ આપવી જરૂરી છે. એમ નાનપણૅની કરેક વાતો,ઘટનાઓ એના માનસ પર ઊંડી છાપ છોડી જાય છે…નકારાત્મક બાબત એના મનમાં સારી માનસિકતાને કુંઠિત કરી નાંખે છે. દરેક વ્યક્તિ પછી તે વૃદ્ધ કેમ ન હોય?
    – આપ સુંદર વાર્તાલેખન દ્વારા એક આંગળી ચિંધ્યાનું પુણ્યકામ કરો છો.નિલમબહેન ધન્યવાદ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s