ચપટી ઉજાસ..89

બોલથી રમતા હાથીભાઇ..

આજે અમે બધા સરકસ જોવા ગયા હતા. સરકસ એટલે શું એ પહેલા તો મને ખબર નહોતી.. પરન્તુ હવે ખબર પડી ગઇ છે કે સરકસમાં શું હોય ? મને અને જયભાઇને તો એવી મજા પડી ગઇ..કે હું ને જય તો તાળીઓ પાડતા હતા..વચ્ચે વચ્ચે કેટલીવાર ખુરશી પરથી ઉભા થઇ જતા હતા..

એક મોટો..જાડો પાડો હાથી હતો,,મારી બુકમાં મેં જોયો હતો એવો જ..પણ સાવ સાચુકલો.. મેં પહેલીવાર સાચો હાથી જોયો.. મને બહું ગમ્યો..

હાથીભાઇ તો જાડા.. લાગે મોટા પાડા..

આગળ લટકે મોટી સૂંઢ, પાછળ લટકે નાની પૂંછ ..

ફૈબાએ મને આ શીખડાવ્યું જ હતુંને ? બુકમાં જોતી વખતે.. પણ આ તો સાવ સાચા.. હું ઉમગી ફૈબાની પાસે જ બેઠી હતી. મને કહે,
‘ જૂઇ, જો દેખાણી એની સૂંઢ ? એને સૂંઢ કહેવાય.. એન અકામ જોયા ? કેવડા મોટા છે ? તારા કેવા સાવ નાનકડા છે ને ? હું તો હસતી જાઉં.જોતી જાઉં..અને ફૈબાની વાત સાંભળતી જાઉં..

ત્યાં તો હાથીભાઇ એક મોટો બોલ લાવ્યા…અને બોલથી રમવા લાગ્યા..વાહ… વાહ… હાથીભાઇ બોલથી રમે.. ? આ તો મને કોઇએ કહ્યુ જ નહોતું.. જય પણ તાળીઓ પાડવા લાગ્યો… અમારી જેમ ઘણાં છોકરાઓ તાળી પાડતા હતા.

ત્યાં એક સિંહ આવ્યો..જોશથી તેણે રાડ પાડી..બાપ રે.. મને તો એવી બીક લાગી ..હું તો ફૈબાને ચોંટી ગઇ.. જય મમ્મીની પાસે ઘૂસી ગયો.

ફૈબા કહે,, જૂઇ, ડરવાનું નહીં. સિંહ અહીં કોઇને કંઇ ન કરે.. પણ મેં તો આંખ જ બંધ કરી દીધી હતી.. બાપ રે…

પછી તો સરકસમાં બહું મજા આવી,

લાલ લાલ નાકવાળા બે માણસો આવ્યા. બંનેના હાથમાં લાંબી સોટી હતી. બંને એ કપડાં પણ કંઇક જુદા જ પહેર્યા હતા. એને જોવાની મને બહું મજા આવી. . ફૈબા કહે એને જોકર કહેવાય..

આ જોકર તો કેવા કેવા નખરા કરતા હતા.. એકબીજાને મારતા હતા ને હસતા હતા.. મોઢા ઉપર એમણે કેટલો બધો પાઉડર લગાડયો હતો.. કેવું કેવું બોલતા હતા..બધા એને જોઇને હસતા હતા..

અને પછી તો ઉંચા ઉંચી ઝૂલા હતા.. જોકર એમાં ઝૂલા ખાતા હતા.. મને બીક લાગી કે કયાંક પડી જશે તો ? પણ ફૈબા કહે એ ન પડે.. એમને એવું આવડતું હોય.. મોટા મૉટા હીંચકા સમસામે ખાતા હતા.. એકવાર તો ધબ્બાક દઇને પડયા.. પણ લાગ્યું નહીં..કેમકે નીચે કંઇક બાંધેલું હતું..એમાં જ પડયા.. અન એહસતા હસતા ફરીથી બંને પાછા હેંચકા ખાવા લાગ્યા..બાપ રે..કેવડા મૉટા ને કેવા ઉંચા હીંચકા ખાતા હતા.. ને ખડખડાટ હસતા હતા. બધા માણસો પણ હસતા હત આને તાળીઓ પાડતા હતા. હું ને જય પણ જોશથી તાળીઓ પાડતા હતા.

ફૈબા કાકાને કહે.. આ છોકરાઓ એન્જોય કરે એટલું કોઇ ન કરી શકે.. આપણા પૈસા એમાં જ વસૂલ થઇ જાય..

સરકસ જોઇને બહાર નીકળ્યા ત્યારે યે હું તો હજુ હસતી હતી. મારું હસવાનું બંધ થાય જ નહીં.. સારું છે દાદીમા અને મોટા ફૈબા નહોતા આવ્યા..નહીંતર મને કંઇક કહેત જ…
પણ આભાદીદી તો આવ્યા જ હતા ને ? એ તુરત બોલ્યા..

‘ જૂઇ, આમ શું ગાંડાની જેમ ખી ખી કરે છે..હવે ચૂપ રહે..હવે કંઇ તું નાની કીકલી નથી. ત્રણ વરસની થઇ ગઇ છો.. ‘

આભાદીદી તો સરકસમાં પણ નહોતા હસ્યા..એમને હસતા કદાચ આવડતું જ નહીં હોય.. કે હસવું ગમતું નહીં હોય.. મને તો હસવું બહું જ ગમે.. આખો દિવસ બસ હસ્યા જ કરવાનું ..કેવી મજા આવે. આમ પણ ફૈબા કહેતા હોય છે..

જૂઇ આટલી બધી હસમુખી છે ને એટલે બધાને પરાણે વહાલી લાગે.. એનો તોબરો કોઇ દિવસ ચડેલો હોય જ નહીં..રિસાય તો અપ્ણ એનું ધીમું ધીમું હસવાનું તો ચાલુ જ હોય.. હસે એ સૌને ગમે.. રોતલ કોને ગમે ? ‘ આવું કંઇક કહીને ફૈબા તો હું હસું એટલે ખુશ થતા હોય..પણ આભાદીદી તો એમાં યે મને ખીજાય .. હું હસતી હોઉં એ એને એક ને જ નથી ગમતું. બાકી હસું ત્યારે તો દાદીમા પણ નથી ખીજાતા..

મને તો ઘરમાં પણ બધા હસતા હોય એ બહું ગમે. આ મોટા લોકો બહું હસતા કેમ નહીં હોય ? અમે બધા છોકરાઓ તો ભેગા થઇએ ત્યારે કેટલું બધું હસતા હોઇએ છીએ ?

મોટાઓને ન બહું ન હસાય એવો કોઇ નિયમ હોતો હશે ? હું પણ મોટી થઇશ ત્યારે મારે યે નહીં હસાય ? મોટા થવું સારું કે ખરાબ ? કયારેક મને જલદી જલદી મોટા થવાનું મન થાય છે. મોટા થયા પછી આપણી મરજી પડે એમ કરી તો શકાય ને ?
મારી વાત સાચી હશે કે ખોટી ?

( જનસતા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

4 thoughts on “ચપટી ઉજાસ..89

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s