ચપટી ઉજાસ…70

પડદા ગિરા દો..

આજે અમેરિકાથી કાકાનો ફોન આવ્યો હતો. ન જાણે કાકાએ શું કહ્યું..પણ ઘરમાં દાદીમા તો સીધા રડવા જ લાગ્યા.

દાદીમા તો રડતા જાય અને બોલતા જાય..

’ આટલા માટે જ હું કુંજને અમેરિકા મોકલવા નહોતી માગતી..મને ખબર હતી..આવું જ થશે…પણ આ ઘરમાં મારું સાંભળે છે જ કોણ ? ‘

પપ્પાએ માંડ માંડ તેમને શાંત પાડયા.

. ’આવું બધું તો ચાલ્યા કરે..હવે સમય બદલાયો છે. મમ્મી, આપણે પણ બદલાવું જ રહ્યું. અને કુંજ તો સારો છે.આપણી પરમીશન માગે છે. બાકી મહેશકાકાના દીકરાની તને ખબર છે ને ? લગ્ન કરી લીધા તો પણ ઘેર જાણ કરવાની તકલીફ સુધ્ધાં નહોતી લીધી.. આમાં એવું કયું મોટું આભ તૂટી પડયું છે ? કુંજ હવે ત્યાં જ રહેવાનો છે..અને એને પોતાની જિંદગી જીવવાનો પૂરો હક્ક છે..એને જ શા માટે ? દરેકને પોતાની રીતે જીવવાનો હક્ક મળવો જ જોઇએ..મેં તો સમાધાન કરી લીધું પણ…….’
ખબર નહીં.પપ્પા કશુંક બોલવા જતા હતા..પણ અચાનક અટકી ગયા…

તેમના અવાજમાં ન જાણે શું હતું..બધા ગંભીર બનીને મૌન થઇ ગયા.

આજે ઘણાં સમય બાદ મેં પપ્પાને આટલું બધું બોલતા સાંભળ્યા..મને નવાઇ લાગી. વાતો તો કોઇ મને સમજાય તેવી નહોતી…કંઇક તો કુંજકાકાએ ફોનમાં જરૂર કહ્યું હતું..જે દાદીમાને ગમ્યું નહોતું. બાકી ફૈબા કે પપ્પા કોઇને વાંધો આવ્યો હોય એવું ન લાગ્યું.

ફૈબા તો ઉલટાના ખુશ હતા

,’ મમ્મી,છોકરી શોધવાની તારી જવાબદારી ઓછી થઇ..એમ કહે ને..આમ પણ એ કંઇ ઓછી જ આપણી સાથે રહેવાની હતી ?’

પણ એની નાત.જાત…શું યે ખાતી પીતી હશે….આપણા ધરમની કોઇ વાત એને થોડી ખબર હોય ?

‘ મમ્મી..રહેવા દે ને.નાત જાતના ડીંડક…અને એ જે ખાતી હોય એ..તારે કયાં જોવા જવું છે ? રહી વાત તારા ધરમની..તો આ તારો લાલો યે કયાં ઓછો નખરાળો હતો ? ગોપીઓને ગાંડા એ જ કરતો હતો ને ? અને રાણીઓ તો પાર વિનાની… અને આખરે ભગવાન તો બધા એક જ છે ને ? એ વાત તો મેં તને કેટલીવાર સમજાવી છે ? ‘

ન જાણે આજે કયાંય સુધી આવી બધી અઘરી અઘરી વાતો ઘરમાં ચાલતી રહી..જેમાં મને ન કોઇ ગતાગમ પડી..ન મજા આવી…આ મોટાઓને આટલી બધી શું વાતો હોતી હશે ?

ત્યાં ફૈબાએ મમ્મીને કહ્યું,

’ભાભી, આજે લાપસી ખવડાવશો ને ? તમારે દેરાણી આવવાની છે..તમને જેઠાણીની પદવી મળવાની છે..ચાલો..આજે મોં મીઠું તો કરાવવું જોઇએ ને ? ‘

મમ્મી હસી પડી…

’અને હા..ભાભી..તમારી આ દેરાણી અંગ્રેજીમાં ગોટપીટ કરશે…તમને સમજવામાં કદાચ તકલીફ પડે..પણ તમારે ચિંતા નહીં કરવાની..તમારે એને તમારી ગુજરાતીમાં ભાષામાં જે કહેવું હોય એ કહી દેવાનું..એ સમજે તો ઉપાધિ ને ? તમારે કે મમ્મીને જે બોલવું હોય એ બોલ્યા કરવાનું..હા..ટોન જરાક ધીમો રાખવાનો..જેથી આ ગુસ્સો છે એવી એને જાણ ન થાય..બરાબર ને ? ‘

કહેતા ફૈબા ખડખડાટ હસી પડયા..

તને તો આવી મોટી વાતમાં પણ હસવાનું જ સૂઝે છે..કયારેય ગંભીર થતા શીખીશ કે નહીં ? બધી વાતમાં આમ જ મજાક .મસ્તી તને તો સૂઝે છે…આ કંઇ હસવાની વાત નથી. ઓકે..તો આ રડવાની વાત છે ? ‘

‘ ઉમંગી…’

દાદીમા જોશથી બોલ્યા. ફૈબાએ પોતાના નાક ઉપર આંગળી મૂકી દીધી.. અને અદબ વાળીને ચૂપચાપ ઉભા રહી ગયા. મમ્મી તો આ જોઇને ધીમુ ધીમુ મલકતી હતી. હું તો ફૈબા સામે જોઇ જ રહી..કશુંક બોલવા જતી હતી ત્યાં ફૈબાએ ધીમેથી કહ્યું

’જૂઇ ચૂપ..નહીં બોલવાનું..હવે તું પણ મોટી થઇ ગઇ છો ખબર નથી ? પછી ગંભીર થતા કયારે શીખીશ ? ‘

મને તો કંઇ ખબર ન પડી કે મારે શું કરવાનું છે..? પણ કંઇ સમજયા સિવાય હું યે ફૈબાની જેમ મારા નાક પર આંગળી રાખીને ઉભી રહી ગઇ. અને મારું જોઇને જયભાઇ કેમ બાકી રહી જાય ? એ તો પાક્કો પોપટ..એણે તો પોતાના નાક ઉપર તો આંગળી મૂકી જ..પણ ન જાણે શું સૂઝયું તે દાદીમા બેઠા હતા..એમની પાસે જઇને..એમના ખોળામાં ચડયો..અને ધીમેથી દાદીમાનો હાથ પકડી તેના નાક પર મૂકયો.. ઘરમાં બધા ચૂપ..કદાચ આ કોઇ રમત હશે..જે હોય તે પણ મને તો મજા આવી…બધા કેવા લાગતા હતા..?

દાદીમા પોતાનો હાથ ખસેડવા જતા હતા..પણ જયભાઇએ તેમનો હાથ બરાબર પકડી રાખ્યો હતો..

જયને પણ મારી જેમ મજા આવી ગઇ હતી.ઘર આખું મૌન… ત્યાં માલામાસી આવ્યા..અને બધાને આમ ઉભેલા જોઇ જ રહ્યા.તે કશુંક બોલવા જતા હતા.પણ ઉમંગી ફૈબાએ તેમને પણ ઇશારાથી ચૂપ રહેવા સમજાવ્યું…માલામાસી કશું સમજયા નહીં..પણ ત્યાં દાદીમા જોશથી બોલ્યા.. ’બસ..છોડી..હવે બહું નાટક કર્યા…બંધ કર હવે.. ઓકે નાટક પૂરું..પડદા ગિરા દો.. કહેતા ફૈબા કેવા જોશથી હસી પડયા.. એ હાસ્યમાં મારો સાથ તો અચૂક હોય જ ને ?

( જનસત્તા..લોકસત્તામાં દરા રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s