4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ‘રસોડામાં નીવડતા ઘણાં અકસ્માત અંગે તકલીફ એ છે કે તેને તમારે પેટમાં પધરાવવા પડતા હોય છે ! ‘આ વાત બે વાર તમારા જ બ્લોગ પર વાંચી

    અહીં તો વગર અકસ્માતનું પણ ગારબેજ થાય. અમારા રસોડામા મારી ટ્રેનીંગ ૬૦-૬૫ વર્ષ પહેલા શરુ થઈ હતી.
    રસોડામાં ભીંતમાં જડેલો ૩/૪ ખાનાવાળો કબાટ; એક પીંજરુ – જે આજકાલનાં ‘ફ્રીઝ’ની ઐસી કી તૈસી બોલાવે. નાના રસોડાની ચારેય બાજુ બે થરમાં અભરાઈ. એક ચુલો, જેને રોજ સવારે કે સાંજે લીંપીગુંપીને સાફસુફ કરવાનો. ચુલો કાઢી નાંખ્યા પછી બે નાની સગડીઓ હતી. ૧૦ કે ૧૨ લોકોથી વધુ માણસોની રસોઈ કરવાની હોય તો સગડીઓ બહાર ઓસરીમાં આવી જાય, હોં ! ઓસરીમાં પાણીયારું, એના ઉપર એક અભરાઈ, જ્યાં પ્યાલાંલોટા ચકચકીત માંજીને હારબંધ ગોઠવાયેલાં હોય. પાણીયારા હેઠે એક કાળો પથ્થર, લાદીમાં જડેલો. જેમાં તમામ પ્રકારનુ વાટવાનું કામ થાય. વાટીદાળના ભજીયાંનો તો મોટો પ્રોગ્રામ યોજાય. આ જ ઓસરીમાં આખ્ખા વરસનાં દાણા-દુણી વીણાય, બટેટાની પતરીઓથી માંડીને અથાણાંપાપડના ભવ્ય પ્રોજેકટ્સો ઉજવાયા હશે. આજ ઓસરીમાં અમારા માથાના લાંબા વાળની જાળવણી માટે ભૃંગરાજ અને કંઈક મસાલાઓ કાદર વોરાની દુકાનેથી આવે અને એયને ત્રણ ત્રણ દીવસ સુધી તેને ઉકાળવામાં આવે. આજ ઓસરીમાં ભાઈબીજના દુધપાક બને, ઉનાળામાં કેરીનો રસ નીચોવાય અને શીયાળામાં સ્વેટરો ગુંથાય. આ બધામાંથી, ઓસરી પાસે થોડો સમયગાળો મળે
    અને એક પણ અકસ્માતવાળુ પરાણે પૅટમા પધરાવવું પડ્યું નથી.

    આજકાલ પ્રચાર ચાલે રસોડું ઘરનું સૌથી મહત્વનું સ્થળ છે. અહીં અન્નપૂર્ણામાનો વાસ થાય છે.વાસ્તુવાળાની કમાણી શરુ થાય રસોઈનું નિર્માણ કરતી વખતે વિશેષ સૂચનાઓનું ધ્યાન રાખવું,રસોડું અગ્નિકોણ (પૂર્વ-દક્ષિણ) દિશામાં બનાવવું જોઈએ.જો અગ્નિકોણમાં સંભવ ના હોય તો વાયવ્યકોણ( ઉત્તર-પશ્ચિમ)માં પણ બનાવી શકાય.રસોડું નૈરુત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં બનાવવાથી ઓછું ફળદાયક બને છે.જ્યારે તે ઈશાનકોણ (ઉત્તર-પૂર્વ)ક્યારેય ન બનાવવું.

    અગ્નિની રદિફમા હઝલ બનાવા માંડે.

    મૉટો અકસ્માત થાય કે યોજેલો હોય તો આંખમા ગ્લીસીરીન નાંખી કહે
    મળ્યા તુજ સમીપે અગ્નિ
    આજ અગ્નિથી જુદા થ ઇ એ

    અમારા જેવા વૃદ્ધોને અકસ્માત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રસોડામાં પાણી પીવાના કે દવા લેવા જતી વખતે પડી જવાથી બ્રેઈન હેમરેજના કિસ્સાઓ વધી રહ્યા છે. લકવાની બીમારી, મેમરી લોસ, કોમામાં સરી જવું, ડાયાબિટીસ પર રહેવું જેવી અનેક સમસ્યાઓમાં વૃદ્ધો પથારીવશ બને છે.અહીં તો દર્દીની હાલત જોઈ નિર્ણયો લઈ દર્દીને હોજપીસ કાયમી મુક્તિ આપે છે.
    અઘોરી આદિ જાતીમા રસોડામા અકસ્માત થયો અને વધ્ધા ખૂબ દાઝીને મરણ પથારીએ પડી તો કુટુંબીજનોએ તેને પૅટમા પધરાવવાની સંમતિ માગી.તેણે સંમતિ આપી અને તમારી વાત શબ્દે પણ સાચી પડી!

    Like

  2. રસોદામાં નીવડતા ઘણાં અકસ્માત અંગે તકલીફ એ છે કે તેને તમારે પેટમાં પધરાવવા પડતા હોય છે
    હા એક ઉપાય બીજો જે મને સૂઝે છે તે છે,” ઉપવાસ કરવા કે એક ટાઈમ ખાવાનું રાખવું”.. બરાબર તો અકસ્માતોની તકલીફો રોજે રોજની ઓછી થઈ શકે ખરુંને? નિલમબહેન

    Like

  3. સરસ ,નીલીભેન ,
    પણ મને તો કઈ સમજાતું નથી
    રસોડું ,એ સ્ત્રી ,જીવનનો અરીસો છે , કે પ્રત્યાઘાત આપવાનું મેદાન ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s