આજની ખાટી મીઠી..


સાહિત્ય અને પત્રકારત્વમાં મુખ્ય ભેદ એ છે કે પત્રકારત્વમાં ખાસ કશું વાંચવા જેવું હોતું નથી..પરંતુ તે વધારે વંચાય છે.. જયારે સાહિત્યમાં વાંચવા જેવું હોય છે..પરંતુ તે વંચાતું નથી.

4 thoughts on “આજની ખાટી મીઠી..

 1. “…જયારે સાહિત્યમાં વાંચવા જેવું હોય છે..પરંતુ તે વંચાતું નથી” છેક એવું નથી પણ સમન્વય થાય તો ઉતમ. માણસના સાચા મિજાજને સમજવા માટે પણ સરજાતા સાહિત્યનો સતત સંપર્ક જરૂરનો છે. આજે આ બંને વચ્ચે આળગાપણું હોવાથી શિષ્ટ સાહિત્યકૃતિઓની ભાષા અને અખબારી ભાષા વચ્ચે અંતર વધુ જાય છે, જે કોઈ રીતે ઇષ્ટ નથી. આ અંતરને નિવારવાનો એક માર્ગ વર્તમાનપત્રોમાં સાહિત્ય વિભાગને મહત્ત્વ મળે ને પ્રત્યેક જાગ્રત વર્તમાનપત્ર તે વિભાગને ગાજતો રાખે એ છે.”

  Like

 2. સાહિત્યમાં પણ વિવિધ પ્રકાર પડે છે જે લોકોને પોતાની ઉંમર અને સંજોગોને અનુસાર વાંચવા પ્રેરે છે.

  ૧) બાળ સાહિત્ય ઃ આવાં સાહિત્યકારોને ખાસ પ્રોત્સાહન નથી.

  ૨) યુવાનો માટેનું સાહિત્ય

  વીર રસ, સાહસિકોની વાતો, રંકમાંથી રાજા બનતાં લોકોની રીયલ સ્ટોરીઝ,

  રાષ્ટ્રપ્રેમ, સમાજમાં ભાઇચારો વધે એવી જવાબદારીનું ભાન કરાવતું રીયલ સમસ્યાઓ પરનું રીયલ સાહિત્ય

  –ઓછું છે. અથવા તો ખાસ પ્રકાશમાં નથી આવતું.

  પ્રણયકથા.

  — બહુ લોકો ભાવનામાં વહીને લખ્યા કરે છે. પણ અન્ય વાચકો માટે એ એટલું અસરકારક નથી નીવડતું.

  ૩) વયસ્કો માટેનું અનુભવી વાણી વાળું સાહિત્ય. —છે પણ વાંચનનો આ ઉંમરે પ્રજામાં અભાવ કે નિરસતા.

  ૪) વૃધ્ધો માટે ચિંતન-મનન કે એમની સમાજમાં ગરિમા વધારતું (એ લોકો સમાજમાં કેવી રીતે યોગદાન આપી શકે એની કેળવણી વાળું સાહિત્ય) કે તત્વજ્ઞાન વાળું સાહિત્ય.

  — પ્રજા આ ઉંમરે મંદિરના કે સોસાયટીનાં ઓટલે એમનાં સંતાનોની કે જનરેશન ગેપની રામાયણ ને પારાયણ વધારે કરશે.

  –Now tell me, who will read , when & why?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s