4 thoughts on “આજની ખાટી મીઠી..

 1. હા નિલમબહેન, કારણ કે તેમને ય ડબલ ડ્યુટી નિભાવવાની હોય છે. એક ધણીને ધા કહેવાની અને બીજી ચોરને નાસ કહેવાની. તો સ્વભાવિક રીતે તોફાન પત્યા પછી જ આવવામાં તેમની ખેર (ભલાઈ) છે. ઉષા

  Like

 2. સામાન્ય અનુભવની રમુજી અભિવ્યક્તી
  બીજા સંબંધમા ટ્રાફીક પોલીસને મૅઘધનુષના રંગો આ રીતે અસર કરે છે
  લાલ રંગની કાર પસંદ કરનારો માણસ પેશનેટ અને જોશીલો હોવાનો. તે આસપાસની પરિસ્થિતિની લગામ પોતાના હાથમાં રાખવાનું પસંદ કરશે. આ માણસ થોડોક ‘વાઈલ્ડ’ પણ હોઈ શકે. જો તમે લાલ ગાડી ખરીદવાનું વિચારતા હો તો એક વાત યાદ રાખજો કે લાલ કાર સૌથી વધારે ચોરાય છે! ટ્રાફિક પોલીસ અને ટોઇંગ વેનવાળાઓ પણ લાલ કાર તરફ વધારે આકર્ષાય છે. તેજસ્વી લાલ રંગની કાર ધરાવનારો માણસ પૈસાદાર છે એવી છાપ જોનારના મનમાં અભાનપણે ઊભી થઈ જાય છે.
  ઓરેન્જ રંગની કાર બહુ જ ઓછી જોવા મળે છે. જો તમે આ રંગ પસંદ કર્યો હોય અથવા તો કારને ઓરેન્જ રંગથી રંગાવી હોય તો એનો અર્થ એ થયો કે તમને લોકોનું અટેન્શન જોઈએ છે. તમે આનંદી માણસ છો. કોઈ તમને કહે કે યાર, તું તો સાવ અનોખો છે તો તમે રાજીરાજી થઈ જાઓ છો.
  યલો કાર ચલાવનારો માણસ કોન્ફિડન્ટ અને ખુશનુમા હશે. મોજમસ્તી કરવામાં તે ક્યારેય પાછો નહીં પડે. વળી, તેનામાં બાળક જેવા હળવાફૂલ ગુણો હોવાના. પોતાની ભીતર રહેલા બાળક માટે એને બહુ પ્રેમ હોવાનો.
  શું તમારી કાર લીલા રંગની છે? તો એનો અર્થ એ થયો કે તમે અંતરાત્માને અનુસરીને ચાલનારા પરંપરાવાદી અને કલ્ચર્ડ માણસ છો. ટેન્શનવાળો માહોલ હશે તો તમે સામે ચાલીને વાતચીત કરશો, તોડ કાઢવાનો પ્રયાસ કરશો. લોકોની લાગણીઓને સમજતાં અને તે પ્રમાણે અનુસરતાં તમને સારું આવડે છે.
  જો તમે બ્લ્યુ રંગની કાર પસંદ કરી હશે તો તમે બહુ વફાદાર માણસ હોવાના. તમારા માટે ધનસંપત્તિ કરતાં સંબંધો વધારે અગત્યના છે. તમારી પ્રકૃતિ શાંત છે. જો તમારી કાર લાઈટ બ્લ્યુ રંગની હશે તો તેનો મતલબ એ કે તમે શાંતિપ્રિય માણસ છો. તમે એક પિતા (કે માતા) તરીકે ઉત્તમ પુરવાર થવાનાં.
  જાંબુડી રાજવી રંગ છે. પર્પલ કારનો માલિક સૌંદર્યપ્રેમી, ઓરિજિનલ અને ક્રિયેટિવ હશે. તેનું કોઈ પણ કામ હેતુવિહીન નહીં હોય. તેની આંતરિક તાકાત કાબિલેતારીફ હોવાની.
  ગુલાબી રંગની ગાડી રસ્તા પર ભાગ્યે જ જોવા મળે. મોટેભાગે તો તે ચલાવનાર માનુની જ હોવાની, કારણ કે ગુલાબી હાડોહાડ ફેમિનાઈન કલર છે. પિંક ગાડીવાળી વ્યક્તિ કુમળા સ્વભાવની હોવાની. તેના ચહેરા પર હંમેશાં સ્મિત લહેરાતું હશે. તે હેલ્થકોન્શિયસ પણ ખૂબ હશે.

  ગોલ્ડન કાર પણ ધનવૈભવ તેમ જ ગર્વની દ્યોતક છે. લોકો ગોલ્ડન કાર ધરાવનારી વ્યક્તિની નોંધ લે તો તે તેને બહુ ગમે. તે જાણે કે શાનથી સૌને કહેવા માગે છે કે સુનિએ સુનિએ, લક્ષ્મીદેવીની મારા પર કૃપા છે અને આપણો મિજાજ ભારે સ્વતંત્ર છે.
  દમામદાર બ્લેક કાર શક્તિ અને સત્તાનું પ્રતીક છે. તમે બ્લેક કારમાં સવારી કરીને લોકોને સંદેશો આપો છો કે ભ’ઈ, આ કારનું જ નહીં, બલકે મારી જાતનું સ્ટીયરિંગ પણ મારા જ હાથમાં છે. બ્લેક કારધારકમાં આત્મવિશ્વાસની કમી હોય એ વાતમાં માલ નહીં! અમિતાભ બચ્ચન પાસે સાડા ત્રણ કરોડની બ્લેક રોલ્સ રોયસ છે. શાહરૂખ ખાનની ઓડી અને મિત્સુબિશી પજેરો પણ બ્લેક રંગની છે. આ બોલીવૂડનાં સૌથી પાવરફુલ નામ છે તે કહેવાની જરૂર ખરી? બોલીવૂડ છોડો, દુનિયાના સૌથી ધનાઢ્ય માણસ તરીકે વર્ષો સુધી પહેલાબીજા ક્રમે રહેલા બિલ ગેટ્સની મોટા ભાગની કારનો રંગ બ્લેક છે. તેની પાસે એમ તો એક બ્લ્યુ ફોર્ડર્ પણ છે. યુરોપની ૨૬ ટકા કાર બ્લેક રંગ ધરાવે છે.
  સફેદ કારનો માલિક ભારે ચીવટવાળો હોવાનો. ચોખ્ખીચણક વ્હાઈટ કાર દર્શાવે છે કે તેનો માલિક ઝીણીઝીણી બાબતોમાં પણ ખૂબ કાળજી લેનારો છે. તે ક્યારેય આંધળૂકિયાં નહીં કરે. તેના વ્યક્તિત્વમાં એક પ્રકારની સાત્ત્વિકતા હોવાની. આ વાત રાજકારણીઓને લાગુ પડતી નથી, પ્લીઝ. આ વર્ષે અમેરિકામાં સૌથી વધારે કાર સફેદ રંગની વેચાઈ છે ૨૦ ટકા જેટલી.
  સામાન્ય રીતે ગ્રે વિષાદ અને ડીપ્રેશનનો રંગ ગણવામાં આવે છે. આ લાક્ષાણિકતા કપડાં, ફર્નિચર, વોલ પેઈન્ટ વગેરેને ભલે લાગુ પડે, બાકી ગ્રે કારને ઉદાસી સાથે કોઈ લેવાદેવા નથી. પોતાની કાર માટે ગ્રે રંગ પસંદ કરનારી વ્યક્તિને કમ્ફર્ટ પસંદ છે. તેનામાં સ્થિરતા અને આત્મનિર્ભરતાના ગુણો ભારોભાર હોવાના.
  જો તમારી કાર કથ્થઈ રંગની હોય તો તમે ખાસ્સા ભરોસાપાત્ર અને જવાબદાર માણસ છો. તમે તમારી જાત પ્રત્યે અને આસપાસના લોકો પ્રત્યે હંમેશાં વફાદાર રહો છો. તમારા પગ જમીન પર મજબૂત રીતે ટેકવાયેલા છે. તમને દંભદેખાડા પસંદ નથી. તમારી સાથે દોસ્તી કરવા જેવી છે!
  આ કારકલરકાંડ સાંભળી લીધા પછી હવે જરા એ કહો કે તમારી કારનો (કે કલ્પનાની કારનો) કલર કેવો છે?

  Like

 3. પોલીસની ટ્રેઇનીંગમાં તેની તાલીમ આપવામાં આવે છે એવું સાંભળ્યું હતું ,જેથી પોતાની જાતને ઓછું નુકશાન થાય.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s