આજની ખાટી મીઠી..


તમારી રમૂજ પર કોઇ મોડે મોડે અને છેલ્લે હસે તો, એ તમારી રમૂજ સમજયો છે કે નહીં એ ભલે ન કહી શકાય.. પરંતુ એ વિનય સમજે છે..એટલું તો અવશ્ય કહી શકાય..

2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. …………..ટ્યુબ લાઇટ થઇ કહેવાય.
    બાકી હંમણા કથામા ધાર્મિક રમુજો કહેવાનું ચલણ વધ્યું છે.ત્યારે કોઇ વાર તો ટ્યુબ લાઇટ પણ થતી નથી.તો આ રીતે સમજાવવું પડે.મારું આખું કુટુંબ સંસ્કૃતના ઔરંગઝેબ જેવું છે. એટલે એનો વારસો મારામાં ઊતર્યો છે. તમને એક દાખલો આપું. મારા નેવું વર્ષના દાદાના અંતિમ શ્વાસ ચાલતા હતા. એમનો જીવ ઘૂંટાતો હતો. એમને જલદી છૂટકારો થતો નહોતો. મારા પરિવારે ઘણી બાધા આખડી લીધી તેમજ ઘણી પ્રાર્થના કરી પણ દાદાનો જીવ જાય જ નહિ. એટલામાં દાદાના લંગોટિયા મિત્ર ને સહાધ્યાયી આવી ચઢ્યા. એમણે મારા પિતાજીને સંસ્કૃતમાં ગજેન્દ્ર મોક્ષ વાંચવા કહ્યું. પિતાજીએ ગજેન્દ્ર મોક્ષના ચાર-પાંચ શ્લોક બોલ્યા કે તરત જ દાદાનો જીવ શિવને મળવા માટે પહોંચી ગયો. સૌએ ગજેન્દ્રમોક્ષનો મહિમા વખાણ્યો. ત્યારે દાદાના મિત્રે કહ્યું કે, ‘આ મારા મિત્રનો જીવ ગજેન્દ્રમોક્ષના શ્રવણથી નથી ગયો પણ અમે બંને સ્કૂલમાં સાથે ભણતા હતા ત્યારે એને સંસ્કૃતનો વિષય જરાય ગમતો નહોતો. એટલે એ પિરિયડમાં હંમેશા ‘ગુલ્લી’ મારતો. એથી હું એને સંસ્કૃતનો ઔરંગઝેબ કહેતો. એટલે મેં તમને જાણીજોઈને સંસ્કૃતમાં ગજેન્દ્રમોક્ષ વાંચવાનું કહ્યું. જેવા એના કાને સંસ્કૃતના શ્લોક પડ્યા કે તરત જ એણે આ દુનિયામાંથી ‘ગુલ્લી’ મારી !’

    Like

  2. આ રમૂજ વિશે …જો કોઈ મોડે મોડે ય હસે તો રમૂજમાં ઘણીવાર કહે છે કે સ્ટાર્ટર વીક છે એનું..રમૂજ પરથી રમૂજ. ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s