શું થયું એકદમ ?

એકદમ, એકદમ, શું થયું એકદમ?

કાનમાં કોઈકે શું કહ્યું એકદમ?

આંગણે એકલો ઉંબરો ધ્રૂજતો

ઓરડો કોણ છોડી ગયું એકદમ?

પાંદડાં ડાળથી છૂટવા ચાહતા

વૃક્ષના કાળજે શું ખર્યું એકદમ?

મેં ઉતાવળ કરી જીવવા, જાણવા

શું કરો, જામ તો ના ગળ્યું એકદમ

એક પંખી બરફનું બનેલું હતું

ઊડતું જોયું નભ પીગળ્યું એકદમ

દુશ્મનાવટ કરી, કાજ જાણ્યું નહીં

દૂરનું એ સગું નીકળ્યું એકદમ

યાર સરકી ગયા, રૂબરૂ ના થયા

ખ્વાબનું બારણું ઉઘડ્યું એકદમ

વાડ કૂદી બધા ચોકમાં એકઠા

તું, તમે, આપણે, હું થયું એકદમ

ખાનગી ના રહ્યું, એ હુકમનું પત્તું

તો શરમનું પત્તું, ઊતર્યું એકદમ

દુશ્મની શું કરે? આક્રમણ આકરું
આપસી યુદ્ધ અંદર મચ્યું એકદમ

આંખમાં આંખનું ચિત્ર શું ઉપસ્યું?
આંખથી આભલું ફેરવ્યું એકદમ

આખરી શ્વાસમાં પ્રગટ્યું તાપણું
આયખું આંખમાં સૂકવ્યું એકદમ

– દિલીપ ગોહિલ

2 thoughts on “શું થયું એકદમ ?

 1. કેટલીક વાર એકદમ ભાસે તે એકદમ હોતું નથી.
  યાદ
  એકદમ?
  ના, ના
  એકદમ નહીં.
  દિવસો, દિવસો, અને દિવસો સુધી
  જતન કરી કરીને કૂખે ઘેલી
  એક જનનીને હેતની હેલી આવી
  અને સાચે જ
  એક્દમ
  વસંતની આજે વેણુ વાગી …

  Like

 2. પ્રસ્તુત કવિતામાં આખરી ક્ષણો જ્યારે આવે ત્યારે જીવનની વાસ્તવિકતા અને શમણાંનો સુમેળ સાધવાનો પ્રયત્ન એળે જાય અને જ્યારે આંખથી આંખ મળે ત્યારે એક છબી સિવાય બીજું કંઈ ના ઉપસે પ્રતિભાવ આપનારનું તો ક્યારનુંય પ્રાણપંખેરું ઉડી ગયું. હા,પસ્તાવો વિપુલ ઝરણું..એજ સાચું શ્રાધ બની રહે…ઉષા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s