શું નડે છે ?


( કપાતા વૃક્ષને જોઇ મનમાં જાગેલ એક પ્રશ્ન…

વૃક્ષ જો વિચારી શકતું હશે તો શું વિચારે આપણા વિશે…? )

વૃક્ષને થયું એક દિ મન..

લાવને….

હું યે બતાવું હાથ મારો….

કોઇ સારા જયોતિષીને..

હળવેથી લંબાવ્યો

હાથ લીલોછમ્મ..

વાયરા સંગે ઝૂકીને

કર્યા પ્રણામ..

કહો, મહારાજ,

શું નડે છે અમને સૌને ?

અમારા નસીબમાં શું લખાયું છે….

રોજ રોજ કપાવાનું જ..?

ગ્રહ કયો નડે છે અમને ?

બતાવો એના નડતરનો

ઉપાય કોઇ સીધો..

મહારાજે ગણ્યા આંગળીઓના વેઢા..

એક એક રેખા..

એક એક લીલાશ

તપાસી ઝિણવટથી..

વદયા સાવ ધીમેકથી

અવાજમાં ભળી હતાશા..

શનિ, નહીં..મંગળ નહી

ન નડતા રાહુ કેતુ..

બસ..તને નડે છે..

ગ્રહ એક જ..

માણસ નામનો.

જેના નડતરનો નથી

કોઇ ઉપાય મારી કને પણ…

10 thoughts on “શું નડે છે ?

 1. નિલમબહેન,

  ખૂબ સુંદર રચના! બોધપાઠ લેવા જેવી. આતે કેવી દારૂણ સ્થિતિ! આ સૃષ્ટિના પ્રાકૃતિક તત્વોની? માનવજાત પોતે જ પોતાનું નિકંદન કાઢવા બેઠી છે કે શું? વૃક્ષોનું નિકંદન દ્વારા… તેવી સમજ આપવાની આજની તાતી જરૂરિયાત છે..વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલો ભડકે બળી રહ્યા છે.. શું એ આગ લોકોના પેટની આગ બુઝાવી શકશે ખરી? ગ્લોબલ વોર્મિંગની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે… આ બધું પ્રકૃતિના પાંચેય તત્વોની સાથેની છેડછાડની મનવી ની ક્રૂર રમતને આભારી જ કહેવાયને?..ઉષા

  Like

 2. વૃક્ષને બચાવવા માટેના પ્રચાર સાહિત્યમા આવી નાની બોધપ્રદ વાર્તાઓ ,કાવ્ય,નાટિકાઓ અસરકારક રીતે સમજાવી શકે છે.સરસ વાત
  વિવેકનુ આ અછાંદસ અસરકારક રહ્યું.
  હાશ!
  હવે ગાડી ચોથા ગિયરમાં ચલાવી શકાશે…
  આવનારી પેઢી માટે
  પેટ્રોલ પણ બચાવી શકાશે
  અને
  ઓછા ધુમાડાના કારણે
  પર્યાવરણને પણ ફાયદો થશે!
  સરસ સડક બની ગઈ છે,
  કાલે જ
  કોર્પોરેશને
  મસમોટું ઝાડ કાપી નાંખ્યું હતું
  તે જગ્યા પર!

  Like

 3. આડકતરો, વૃક્ષના જતનની મહત્તા સમજાવતો સંદેશ આવરીને સુંદર વાત કરી નિલમબેન…
  સાથે વિવેકભાઇનું અછાંદસ પણ સમજવા જેવું લાગ્યું.
  બન્નેને સહિયારા અભિનંદન!

  Like

 4. વૃક્ષની જરૂરિયાત વિશે જાગૃતિ વધારે એવી વાત.

  On a light note… :
  વૃક્ષ પણ ભયનું માર્યું માણસ જેવું થઈ ગયું- જ્યોતિષી પાસે ગયું. સારું છે કાવ્યમાં જ્યોતિષી માણસ છે એમ સ્ફુટ નથી થતું.
  આમેય જ્યોતિષીને બતાવો એટલે કાળવાણી નક્કી.
  આ જ્યોતિષીએ નિવારણ ન બતાવ્યું? – ” તારા મીઠાં મૂળ કાપીને મને આપી દે પછી મગદૂર છે તને કોઈ માણસ અડે”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s