એક પ્રશ્ન..

( આજે સવારે ચાલવા જતી વખતે અહીં તળાવ પર પથરાયેલ લીલી જાજમ જોઇને મનમાં દોડી આવ્યા આ શબ્દો…આ અનુત્તર પ્રશ્ન… )

શાંત જળ પર પથરાઇ…

જાજમ લીલીછમ્મ..

ભૂંસાઇ ગયા ભેદ સઘળા

જળ સ્થળના…

હવે કોઇ કદી

રખે બોલી ઉઠે

અંધસ્ય પુત્ર અંધા:

ને સર્જાય ફરીથી

એક મહાભારત…

તો…

કોણ કૌરવ ?

કોણ પાંડવ ?

અને કૃષ્ણ…?

8 thoughts on “એક પ્રશ્ન..

  1. નિલમબહેન, “કોઈકે સાચે જ કહ્યું છે કે, વ્હેલા સૂઈ વ્હેલા ઊઠે વીર: બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર.” વ્હેલા ઊઠીને ફરવા જવાનો આ એક મોટો ફાયદો.. એક આ પણ સુંદર મજાનો પ્રશ્ન સ્ફૂર્યો. મહાભારત હકીકત હતી કે એક મહાકાવ્ય? અને જો ખેલાયું હોય તો ક્યારે અને ક્યા સ્વરૂપે એ પાછો બીજો પ્રશ્ન..પણ કોઈ પ્રશ્ન અનુત્તર નથી હોતો શોધવાથી શું નથી જડતું..? ફક્ત દિલ અને દિમાગની જ પેદાશ છેને? કોઈ ઉત્તરને સ્વીકારે છે અને કોઈક નથી સ્વીકારતા, માટે તેના માટે તે અનુત્તર જ રહે છે. અનેક મંતવ્યો અને મતમતાંતરો ઉદભવી શકવાની ગુંજાશ છે, છતાંય આપનો પ્રશ્ન એ યક્ષ પ્રશ્ન છે એટલું જરૂર કહી શકાય. ધારીએ તો આ ખાટીમીઠી અનેક પ્રશ્નોના ભેદભરમ ખોલી શકાય એટલી સક્ષમ છે એટલું જરૂર કહી શકાય. મહાભારતનું યુદ્ધ ખેલાયું હોય તો દ્રૌપદી..કૌરવ..પાંડવ..કૃષ્ણ (ભગવાન નું રહસ્યમય સ્વરૂપ) મોજૂદ તો હોવાના જ..તે જ રીતે અહીં પણ અલગ અલગ નામરૂપ દેશકાળે મહાભારતો ખેલાતાં જ આવ્યા છે.. અને અહીં યા પણ એક ચિન્ગારીની જ જરૂર છે. ઉષા.

    Like

  2. આ અનુત્તર પ્રશ્ન…નો ઉતર પણ મૌનમા મળે છે!
    ચારે તરફથી એની રહેમતમાં તર થઇને, નીકળો સુખન તો નીકળો, નીકળો, શુકર થઇને. .
    ખોખાં બની ખયાલી, ખાલી ખબર થઇને, કયાં લગ કહો ભટકવું, ફોગટ ફિકર થઇને.
    એવાંય છે સવાલી કંઈ બોલતાં નથી ને- દર પર ઊભાં રહે છે કેવળ સબર થઇને.
    આંખો ભમી ભમીને ભીતર ભણી વળે છે, જાગી શકો તો જાગો, જાગો જિકર થઇને.

    ત્યારે મુંઝાયલા અર્જુનના સવાલનો ઉતર તે પ્રપન્ન શિષ્યત્વ સ્વીકારે છે ત્યારે જ મળે છે !
    तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
    उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः
    यच्श्रेयः स्यान्निश्र्चितं ब्रूहि तन्मे
    शिष्यस्तेहं शाधि मां त्वां प्रपन्नम्
    …………………………………………….
    તો નીતિશાસ્ત્ર કહે છે
    उत्तमं प्रणिपातेन शूरं भेदेन योजयेत् ।
    नीचमल्पप्रदानेनेष्टं धर्मेण योजयेत् ॥

    સવાલ કરવો
    બાકી मामकाः’ અને ‘पांडवाः’ નો ભેદ સમજવામાં તો હું પહેલેથી માહેર છું!

    મને મીરાનાં સપનાં આવે, મને ગૌતમ ગણધરનાં સપનાં આવે, મને મૃગાવતી, ધન્ના અને નાગકેતુનાં સપનાં આવે, પણ સપનાની સુખલડીથી કોઈની ભૂખ ભાંગ્યાનો દાખલો હજી સુધી તો નોંધાયો નથી!

    રાધા બનવું એ મારી ઝંખના છે, મંથરા બનવું એ મારી મજબૂરી છે. મીરા મારો આદર્શ છે, લક્ષ્મણા મારી વાસ્તવિકતા છે. શાલિભદ્ર થવું મને ગમે, પણ દાન દીધા વગર થવાતું હોય તો જ! સિદ્ધિપદ મારી નિયતિ છે પણ સંસાર મારો વર્તમાન છે.
    અને આ નિયતિ તો સમયે સમયે થવાની જ…કોઇને કોઇ બોલવાનું જ કે
    અંધસ્ય પુત્ર અંધ
    ને સર્જાય ફરીથી

    એક મહાભારત…

    Like

  3. સુંદર….

    કોણ કૌરવ???
    “મારી અંદર ઊગતો વિષાદ
    મારી અંદર ઊગતો ક્રોધ
    મારી અંદર ઊગતો દ્વેષ
    મારી અંદર ઊગતી હિંસા”…..

    કૃષ્ણ…???
    “પણ છેવટે તો મારા કૃષ્ણ-શબ્દો જ
    બને મારા સારથિ”…

    મારી જ એક રચના માથી.

    Like

  4. “andhasya putra andha”….it was the chellange given by a female to one male ego…and results are still coming on the same way today as it came at mahabharat’s time…
    yes, they are really fundamental questions those you ask at the end…

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.