આપણો સંબંધ…

આપણો સંબંધ સખી,

લીલેરૂં પાન ?

લીલેરું પાન તો સખી,

કાલે પીળું થાય…

આપણો સંબંધ સખી,

સમંદરના મોજા ?

મોજામાં તો સખી, રોજરોજ

ભરતી ને વળી ઓટ….

આપણો સંબંધ સખી,

ઊગતી સવાર ?

ઉગતી સવાર તો સખી…

સાંજ પડે આથમે..

આપણો સંબંધ સખી,

પેલું ઝાકળનું બિંદુ ?

ઝાકળબિંદુ તો સખી,

જરીક તાપે ઉડી જાય..

ના…. સખી, ના…

આપણો સંબંધ તો સખી,

ઉઘડતું ફૂલડું.. .

ફૂલડું ખરે તો યે ..

સુવાસ હૈયે સચવાય… ..

19 thoughts on “આપણો સંબંધ…

 1. વાહ! નિલમબહેન, મન બાગબાગ થઈ ગયું. આપણા સબંધની કેટલી સરસ લીલીછમ્મ વાત કરી. મન કોકીલ કંઠે કૂઉ..કૂઉ..કૂઉઉ..કરીને ગાવા લાગ્યું; તો વળી કાવ્યમય શૈલીમાં કહેવા લાગ્યું.. કે….

  કાશ! આપણો સબંધ દીર્ઘાયુ હોત!;

  કે બાળપણના સંગી સાથી બનીને ;
  સાથે રમ્યા હોત! અને ગોઠડી કરતા હોત;
  તો કેટલી બધી વિપુલ ક્ષણોનો ભંડાર હોત?

  પણ એથીય મીઠી આપણા સબંધની ;

  આ નાનકડી પ્રભુપ્રસાદી..ખરુંને?..ઉષા..

  Like

 2. ઉઘડતું ફૂલડું.. .

  ફૂલડું ખરે તો યે ..

  સુવાસ હૈયે સચવાય… ..
  ખૂબ ગમ્યું…
  આ પંક્તી ધારી ન હતી

  Like

 3. શ્રી નીલમબહેન,

  સમંદરના મોજા ?

  મોજામાં તો સખી, રોજરોજ

  ભરતી ને વળી ઓટ….

  આપણો સંબંધ સખી,

  વાહ નોલ્મ બહેન વાહ સબંધની સરખામણી ખુબ જ સરસ કરી છે.

  અભિનંદન.

  Like

 4. Speechless ..!! … શું વ્યાખ્યા આપી છે આપણા સંબંધની …!! અવનવી ઉપમાઓ આપી ને વળી સહજતાથી નકારી ને ફરી નવી ઉપમા .. ને એમાં પણ ફૂલ જેવી જ નાજુકતાથી સ્વીકારી લીધેલી નવી – ફૂલની ઉપમા .. વાહ … ક્યા કહેના ..!!!

  Like

 5. પિંગબેક: આપણો સંબંધ-નીલમ દોશી « વિજયનુ ચિંતન જગત

 6. પિંગબેક: આપણો સંબંધ-નીલમ દોશી « વિજયનુ ચિંતન જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s